Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ઉતર પ્રદેશમાં ૧૩ વર્ષની કિશોરી ઉપર ગેંગરેપ

૬ નરાધમાં બન્યા હેવાનઃ હેવાનિયત જોઇ ડોકટરો પણ ચોંકી ઉઠયા

કુશીનગર, તા.૧૦: અલીગઢમાં માસૂમ બાળકીની હત્યાનો મામલો હજુ ઠંડો પણ નથી પડ્યો કે કુશીનગરમાં એક ૧૩ વર્ષની કિશોરી સાથે હેવાનિયતની ઘટના સામે આવી છે. અહીં નરાધમોએ માસૂમ કિશોરીને તેના દ્યરમી પાસેથી કિડનેપ કરી લીધી અને ૬ લોકોએ તેના પર ગેંગરેપ કર્યો. દુષ્કર્મ દરમિયાન કિશોરી બેભાન થઈ જતા તેના ઘરની પાસે ફેંકીને આ નરાધમો ભાગી ગયા. પીડિતાની માએ જાણ કરતા યુપી-૧૦૦ની ટીમ પહોંચી અને પીડિતાને નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ.

પીડિતાની મા પોલીસ મથકમાં ફરિયાદ કરવા ગઈ તો પાણીના નાળાના વિવાદમાં મારપીટની ઘટના જણાવી કિશોરીની સારવાર કરાવવાની સલાહ આપી દીધી. પીડિતાની માના કહેવા મુજબ, ગામના એક પરિવાર સાથે તેમનો વિવાદ ચાલી રહ્યો છે. શુક્રવારે રાત્રે એ પરિવારના દ્યરે પ્રસંગ હતો, જેમાં બહારથી પણ કેટલાક લોકો આવ્યા હતા. ૬થી વધારે જેટલા લોકોએ ભોજનની સાથે દારુ પીધો હતો. રાત્રે લગભગ ૮ કલાકે નશાની હાલતમાં ગાળો બોલતા એ લોકો તેમના દ્યરના દરવાજે આવી ગયા અને તેમની ૧૩ વર્ષની દીકરીને ઉઠાવીને લઈ ગયા અને તેની સાથે દુષ્કર્મ કર્યું.

આરોપીઓ ખૂનથી લથપથ દીકરીને બેભાન હાલતમાં દરવાજાની બહાર છોડીને ભાગી ગયા. પોલીસ ટીમ કિશોરીને પીએચસી પિપરાઈચ લઈ ગઈ. પ્રાથમિક સારવાર બાદ તેને લઈને મા ઘરે આવી ગઈ. યુપી-૧૦૦ પોલીસે અહિરૌલી પોલીસને જાણ પણ કરી દીધી, પરંતુ પોલીસે તેને ગંભીરતાથી ન લીધી. સવારે પીડિતાની મા કિશોરીને લઈને અહિરૌલી બજાર પોલીસ મથક ગઈ તો એસએચઓએ તેને ભગાડી દીદી અને દીકરીની સારવાર કરાવવાની સલાહ આપી.

બીજી દિવસે મહિલા પોતાની દીકરીને લઈને સુકરૌલી પીએચસી પહોંચી, જયાં તેની ગંભીર હાલત જોતા ડોકટરોએ મહિલા ડોકટરની પાસે સીએચસી દેવતહા મોકલી દીધી, જયાં તેની સારવાર ચાલી રહી છે. બીજી તરફ મામલો ચર્ચામાં આવતા સક્રિય થયેલી પોલીસે છ લોકો સામે ફરિયાદ નોંધી લીધી છે. પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જયારે બેની શોધખોળ ચોલી રહી છે.

શુક્રવારે આખી રાત કિશોરી દર્દથી કણસતી રહી અને આરોપી મામલામાં સમજૂતી કરવા માટે પોત-પોતાના દાવ અજમાવતા રહ્યા. જોકે, કિશોરીની તકલીફ જોઈ તેની મા હચમચી ગઈ અને તે શનિવારે સવારે પરિવારના લોકો સાથે દીકરીને લઈને પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર સુકરૌલી પહોંચી ગઈ. કિશોરીની હાલત જોઈ ત્યાંના ડોકટર પણ ચોંકી ગયા.

(10:06 am IST)