Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

'હિલ સ્ટેશન' માઉન્ટ આબુ બન્યું 'હીટ સ્ટેશન!' ૩૯ ડિગ્રી તાપમાન

આબુમાં વેકેશન લંબાવાયું, ૧૧ના બદલે ૨૩મી જૂને શાળાઓ ખૂલશેઃ વેકેશનના કારણે પર્યટકોનો ધસારો પરંતુ ગરમીના કારણે ઠંડક જ નથી

અમદાવાદ, તા.૧૦: દેશભરમાં ગરમીનો પારો દિન-પ્રતિદિન વધી રહ્યો હોવાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠયા છે ત્યારે ગિરિમથક આબુમાં  પણ ગરમીની ડિગ્રી ૩૯ નોંધાતા તંત્ર દ્વારા સ્કૂલના વેકેશનમાં વધારો કરાયો છે. સિઝનમાં પ્રથમ વખત તાપમાન ૩૯ ડિગ્રીએ પહોચ્યું છે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનના એકમાત્ર પર્વતીય પર્યટક સ્થળ માઉન્ટ આબુમાં  વેકેશનને લઈ પર્યટકોનો ધસારો વધી રહ્યો છે તો બીજી બાજુ  સૂર્યનારાયણ પણ પોતાનો  પ્રકોપ બતાવી રહ્યા હોવાથી લોકો  ગરમીથી બચવા નકી લેખમાં બોટિંગની અથવા ઠંડી પીણાનો આશરે લેવા મજબૂર બની રહ્યા છે. તો તંત્ર દ્વારા ગરમી તેમજ જળસંકટને લઈ સ્કૂલના વેકેશનમાં અઠવાડિયાનો વધારો કર્યો છે. માઉન્ટ આબુ એસ.ડી.એમ. કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે ઉનાળુ વેકેશન આગામી ૧૧મી  જૂનથી પૂરું થવાનું  હતું અને નવું શૈક્ષણિક સત્ર શરૂ થનાર હતું પરંતુ ગરમી ઉપરાંત જળસંકટ દ્યેરાયું હોવાથી ધો. ૧થી ૮ના વર્ગોમાં અભ્યાસ કરતા બાળકો માટેનું વેકેશન ૨૨મી  જૂન સુધી લંબાવવામાં આવ્યું છે.

(10:05 am IST)