Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

હવે ટ્રેનમાં મળશે મસાજની સુવિધા :ઈન્દોરથી ગાંધીનગર અને ગાંધીધામને જોડતી બે ટ્રેનો સહીત 29 ટ્રેનોમાં ફેસેલિટી શરુ કરશે

દરેક ટ્રેનમાં 3થી 5 મસાજર રહેશે.:સુવિધા સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી રહેશે.

નવી દિલ્હી :ભારતીય રેલવેએ પહેલીવાર ટ્રેનમાં મસાજની સુવિધા શરૂ કરવા નિર્ણય કર્યો છે. મધ્યપ્રદેશના રતલામ વિભાગમાં ઇન્દોરથી ઉપડનારી 39 ટ્રેનોમાં આ સુવિધા પ્રારંભિક તબક્કે શરૂ કરવામાં આવશે. જેમાં ઇન્દોરથી ગાંધીનગર અને ગાંધીધામને જોડતી ગુજરાતની બે ટ્રેનોનો પણ સમાવેશ કરાયો છે. ગુજરાતની બે ટ્રેનો ઇન્દોરથી ઉપડનારી 19309/19 ઇન્દોર-ગાંધીનગર-ઇન્દોર શાંતિ એક્સપ્રેસ તેમજ 19335/36 ઇન્દોર-ગાંધીધામ-ઇન્દોર એક્સપ્રેસમાં આ સુવિધા મળી રહેશે.

 

રતલામ મંડળે ટ્રેનોમાં મસાજ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. માલવા એક્સપ્રેસ, નવી દિલ્હી ઈન્ટરસિટી એક્સપ્રેસ, અહિલ્યાનગરી એક્સપ્રેસ, અવંતિકા એક્સપ્રેસ, ક્ષિપ્રા એક્સપ્રેસ, નર્મદા એક્સપ્રેસ, પેંચવેલી એક્સપ્રેસ, ઉજ્જયિની એક્સપ્રેસમાં મસાજની સુવિધા શરૂ કરવા જઇ રહ્યાં છે. દરેક ટ્રેનમાં 3થી 5 મસાજર રહેશે. મસાજની સુવિધા સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી રહેશે.

ટ્રેનમાં એક ખાનગી એજન્સીને આ માટે નક્કી કરાઇ છે. જેમાં મસાજના ટ્રેનરો દ્વારા 100 રૂપિયામાં 15થી 20 મિનિટ સુધી મસાજ કરી આપવામાં આવશે. તેમજ મુસાફરોની માંગ મુજબ ગોલ્ડ, ડાયમંડ અને પ્લેટીનીયમ કેટેગરીમાં 100થી 300 રૂપિયામાં મસાજ કરી આપવામાં આવશે. ટ્રેનના તમામ કોચમાં ડિસ્પ્લે બોર્ડમાં મસાજરનું નામ અને તેનો મોબાઇલ નંબર દર્શાવાશે કે જેથી કરીને મુસાફરો તેમની જરૂરીયાત મુજબ આ સેવાનો લાભ લઇ શકે

(12:00 am IST)