Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ઓવલ સ્ટેડિયમમાં વિજય માલ્યાની એન્ટ્રી : ભારત પાછા આવવા મામલે કહ્યું 'હું અહીંયા મેચ જોવા માટે આવ્યો છું

વિજય માલ્યાના પ્રત્યાર્પણનો કેસ યુકેની અદાલતમાં ન્યાયાધીન

નવી દિલ્હી :દેશની અનેક બેન્કોના 9 હજાર કરોડનું દેવું ન ચુકવી શકનાર વિજય માલ્યા ભારતમાંથી ભાગેડુ જાહેર કરાયો છે. વિજય માલ્યા ક્રિકેટનો શોખીન અને રોયલ ચેલેન્જર બેંગ્લોરના પ્રથમ માલિક વિજય માલ્યા વર્લ્ડ કપની મેચમાં જોવા મળ્યા હતા.

  વિજેય માલ્યા ઑવલ સ્ટેડિયમની બહાર દેખાતા રિપોર્ટરોએ તેમને સવાલ પૂછ્યા હતા. રિપોર્ટરોએ વિજય માલ્યાને પૂછ્યું હતું કે ભારતમાં પરત ક્યારે આવશે ત્યારે માલ્યાએ કહ્યું હતું કે 'હું અહીંયા મેચ જોવા માટે આવ્યો છું' વિજય માલ્યાના પ્રત્યાર્પણનો કેસ યુકેની અદાલતમાં ન્યાયાધીન છે અને તેની આગલી તારીખ જૂલાઈ મહિનામાં પડી છે.

(12:00 am IST)