Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

વિશ્વનો કોરોનાનો સૌથી ખતરનાક વેરિએન્ટ ભારતમાં : ઝડપથી પ્રસરશે :તબાહીથી ઉભરતા વર્ષો લાગી જશે

બેલ્જિયમની યુનિવર્સિટીના પ્રોફેસર ટોમ વેન્સલિયર્સે દાવો કર્યો

બેલ્જિયમની યુનિવર્સિટીના પ્રોફેસર ટોમ વેન્સલિયર્સે દાવો કર્યો છે કે દુનિયામાં કોરોનાનો સૌથી ખતરનાક વેરિએન્ટ ભારતમાં છે. એની તબાહીથી ઉભરતા વર્ષો લાગી જશે. ભારતનો એ સ્ટ્રેઈન બહુ જ ઝડપથી પ્રસરે છે અને હાહાકાર મચાવે છે. તે બ્રિટિશ વેરિએન્ટ જેવો જ છે, પણ વધારે ઘાતકી છે.
બેલ્જિયમની લ્યુવેન યુનિવર્સિટીના પ્રોફેસર ટોમ વેન્સલિયર્સે એક ઈન્ટરવ્યૂમાં દાવો કર્યો હતો કે કોરોનાનો સૌથી ઘાતક મ્યુટેન્ટ ભારતમાં મોજુદ છે. એમાંથી ઉભરતા વર્ષો વીતે તેવી શક્યતા છે. આ વેરિએન્ટ ખૂબ જ ઘાતકી છે અને તે ઝડપભેર ફેલાયને હાહાકાર મચાવે છે.
અગાઉ આ જ વિજ્ઞાાનીએ દાવો કર્યો હતો કે બ્રિટિશ મ્યુટેન્ટ સૌથી ખતરનાક છે. એ વખતે ઘણાં અમેરિકી-બ્રિટિશ વિજ્ઞાાનિકોએ તેમની વાતને ઉડાવી દીધી હતી, પરંતુ સમય જતાં એ સાચુ સાબિત થયું હતું. પ્રોફેસર ટોમે કહ્યું હતું કે ભારતમાં જે ખતરનાક સ્ટ્રેઈન છે એ બ્રિટિશ સ્ટ્રેઈન સાથે ઘણી સામ્યતા ધરાવે છે, છતાં ભારતમાં મળી આવતો આ સ્ટ્રેઈન વધારે ખતરનાક છે.
તેમણે ઉમેર્યું હતું કે રાજકીય પાર્ટીઓની રેલીઓ, ભીડમાં સાવધાની ન રાખવાનું વલણ અને કોરોનાની ગાઈડલાઈનના પાલનમાં સરકારી તંત્રની ઉદાસીનતા ભારતમાં કોરોનાના આ હાહાકાર પાછળ જવાબદાર પરિબળ છે.
ભારતમાં યુનિસેફના પ્રતિનિધિ ડૉ. યાસ્મીન અલી હકે જણાવ્યુાં હતું કે ભારતમાં અત્યારે જે સ્થિતિ છે તેમાંથી નીકળતા વર્ષો લાગી જશે. આની અસર દેશને વર્ષો પાછળ ધકેલી દેશે.

(11:30 pm IST)
  • આસામ : મુખ્યમંત્રી તરીકે શપથ લેતા પહેલા હિમાંતા બિસ્વા શર્મા મંદિરે પહોંચ્યા : કામાખ્યા મંદિરમાં શીશ ઝુકાવી દર્શન કર્યા : આજરોજ આસામના 15 માં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે : અન્ય 13 મંત્રીઓની પણ શપથવિધિ કરાશે access_time 12:11 pm IST

  • નેપાળમાં આજ સોમવારે સંસદનું વિશેષ સત્ર : પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ વિશ્વાસનો મત મેળવવાનો રહેશે : પુષ્પકમલ પ્રચંડની પાર્ટીએ સમર્થન પાછું ખેંચતા 275 સભ્યો ધરાવતા નીચલા ગૃહમાં બહુમતી સાબિત કરવાની રહેશે access_time 11:39 am IST

  • પુડુચેરીના નવનિયુક્ત મુખ્યપ્રધાન એન. રંગાસ્વામી કોરાના સંક્રમીત થયા છે . હાલ હોસ્પીટલમા સારવાર હેઠળ access_time 12:29 am IST