Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

અમેરિકાની સૌથી મોટી તેલ પાઈપલાઈન પર કિરતાર સુધીનો સૌથી મોટો સાયબર હુમલો : બાઈડેન પ્રશાસને ઈમરજન્સીની જાહેરાત કરી

આશરે 100GB ડેટાની ચોરી : હેકર્સોએ કેટલાક કમ્પ્યુટર્સ અને સર્વર પર ડેટાને લોક કરી દીધા : હેકર્સ દ્વારા પૈસાની પણ માગણી

અમેરિકાની સૌથી મોટી તેલ પાઈપલાઈન પર થયેલા અત્યારસુધીના સૌથી મોટા સાયબર અટેક બાદ બાઈડેન પ્રશાસને ઈમરજન્સીની જાહેરાત કરી છે. એવુ પહેલીવાર બન્યું છે, જ્યારે કોઈ દેશે સાયબર અટેકના કારણે ઈમરજન્સીની જાહેરાત કરી હોય.

 જે કોલોનિયલ પાઈપલાઈન કંપની પર સાયબર અટેક થયો છે, તે દરરોજ 25 લાખ બેરલ ફ્યૂલની સપ્લાઈ કરે છે. એટલે કે તે એ જ જગ્યા છે, જ્યાંથી પાઈપલાઈન દ્વારા USના પૂર્વીય તટના કિનારે વસેલા રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલ અને અન્ય ગેસોની 45 ટકા આપૂર્તિની સપ્લાઈ કરવામાં આવે છે

અમેરિકી મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ સાયબર અટેકના કારણે સોમવારે ફ્યૂલની પ્રાઈઝ 2-3 ટકા સુધી વધી જશે.

એવુ પણ કહેવામાં આવી રહ્યું છે કે, જો આ પ્રોબ્લેમને જલ્દી સોલ્વ કરવામાં ના આવે તો તેની અસર હજુ વ્યાપક થઈ શકે છે. એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, આ હુમલો કોરોના મહામારીના કારણે થયો છે, કારણ કે આ સમયે મોટાભાગના એન્જિનિયર્સ ઘરેથી કમ્પ્યુટર પર કામ કરી રહ્યા છે

ઘણા અમેરિકી સુત્રોએ એ વાતની પુષ્ટિ કરી છે કે, રેન્સમવેર હુમલો ડાર્કસાઈડ નામના એક સાયબર- અપરાધી ગ્રુપે કર્યો છે, જેમાં તેમણે આશરે 100GB ડેટાની ચોરી કરી છે. આ ઉપરાંત, હેકર્સોએ કેટલાક કમ્પ્યુટર્સ અને સર્વર પર ડેટાને લોક કરી દીધા અને શુક્રવારે હેકર્સ દ્વારા પૈસાની પણ માગણી કરવામાં આવી હતી. હેકર્સોએ ધમકી આપી છે કે, જો તેમને પૈસા આપવામાં ના આવ્યા તો તેઓ આ ડેટાને ઈન્ટરનેટ પર લીક કરી દેશે. .

આ અંગે કંપનીનું કહેવુ છે કે, તેઓ સેવાઓને ફરી પૂર્વવત કરવા માટે પોલીસ, સાયબર સુરક્ષા વિશેષજ્ઞો અને ઉર્જા વિભાગના સંપર્કમાં છે. રવિવારે રાત્રે કંપનીએ જણાવ્યું હતું કે, તેની ચાર મુખ્ય લાઈનો ઠપ્પ છે અને ટર્મિનલથી ડિલીવરી પોઈન્ટ સુધી લઈ જનારી કેટલીક નાની લાઈનો કામ કરવા માંડી છે. આ જ કારણ છે કે, રિકવરી ટેન્કર્સ દ્વારા ફ્યૂલ અને ગેસની સપ્લાઈ ન્યૂયોર્ક સુધી જઈ રહી છે.

(11:07 pm IST)
  • પુડ્ડુચેરીના મુખ્યમંત્રી કોરોનામાં સપડાયા : ખાનગી હોસ્પિટલમાં દાખલ : પુડ્ડુચેરીના મુખ્યમંત્રી એન રંગાસામીનો કોરોનાવાયરસ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યાનું લેફ્ટનન્ટ ગવર્નર સચિવાલયએ જાહેર કર્યું છે. તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જેના પગલે લેફ્ટનન્ટ ગવર્નર સુંદરરાજને પણ કોવિડ ટેસ્ટ કરાવી લીધો છે, તેમને કોઈ જ કોરોનાનો લગતા લક્ષણો ન હોવા છતાં આજે ટેસ્ટ કરાવ્યો છે. તેમણે વેકિસનેશન પણ લઈ લીધેલ છે access_time 4:09 pm IST

  • ફાસ્ટ બોલર ચેતન સાકરીયાના પિતા કાંતિભાઈનો જીવનદીપ કોરોનાએ બૂઝાવ્યો : રાજસ્થાન રોયલ્સ તરફથી આઈ. પી.એલ. ક્રિકેટ મેચમાં રમી રહેલ અને મુળ ગુજરાતના ભાવનગરના વતની તથા ફાસ્ટ બોલર ચેતન સાકરિયાના પિતા કાંતિભાઈ(ઉ.૪૨)નું કોરોનાના કારણે દુઃખદ અવસાન થયું. લાંબા સમયથી ભાવનગર હોસ્પિટલમાં કોરોના સામે ઝઝૂમી રહ્યા હતા. access_time 3:50 pm IST

  • પુડુચેરીના નવનિયુક્ત મુખ્યપ્રધાન એન. રંગાસ્વામી કોરાના સંક્રમીત થયા છે . હાલ હોસ્પીટલમા સારવાર હેઠળ access_time 12:29 am IST