Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

હોય નહીં !! પશ્ચિમ બંગાળના ભાજપના તમામ ચૂંટાયેલા ૭૭ ધારાસભ્યોને "એક્સ" કેટેગરીની સિક્યુરિટી આપવાનું મંજૂર કરાયું: બે સશસ્ત્ર પોલીસ જવાનો સાથે રહેશે

નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહ મંત્રાલયે એક અભૂતપૂર્વ નિર્ણય લઈને પશ્ચિમ બંગાળમાં નવા ચૂંટાયેલા ભાજપના તમામ ૭૭ ધારાસભ્યો માટે "એક્સ" કેટેગરીની સિક્યુરિટી મંજૂર કરી છે. તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં જે હિંસા થઈ અને ભાજપના નેતાઓને ટાર્ગેટ કરવામાં આવ્યા તે અનુસંધાને આ નિર્ણય લેવાયાનું મનાય છે. આ સિક્યુરિટી હેઠળ કોઈ કમાન્ડો અપાતા નથી પરંતુ બે સશસ્ત્ર પોલીસ જવાનો સતત સાથે રહે છે, જ્યારે "વાઈ" કેટેગરીમાં ૧૧ જવાનોની સુરક્ષા આપવામાં આવે છે, જેમાં એકથી બે કમાન્ડો પણ સામેલ હોય છે.

(8:42 pm IST)