Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

દવાના કાળાબજારઃ શરદી-ખાંસી-તાવની દવાના ભાવમાં ૧૪૦ ટકાનો ભાવવધારો

નવી દિલ્હી, તા.૧૦: કોરોના મહામારીની આફતને આર્થિક ફાયદાના અવસરમાં રૂપાંતરિત કરવા દવાઓ, ઈન્જેકશનના કાળા બજાર અને સંગ્રહખોરીને રોકવામાં ભાજપની સરકાર નિષ્ફળ ગઈ છે તેમ કહેતાં ગુજરાત કોંગ્રેસે દાવો કર્યો છે કે, તાવ, શરદી અને ઉધરસની દવામાં ૧૪૦ ટકા જેટલો ભાવ વધારો થયો છે.

ઈજિથ્રોમાયસીન ૭,૩૦૦ પ્રતિ કિલોથી વધીને ૧૦ હજાર પ્રતિ કિલોનો ભાવ વધારો, જયારે કોરોના દર્દીની સારવાર માટે ઉપયોગી દવા આઈવર મેર્કિટનનો ભાવ ૧૮૮ ટકાનો વધારો કરી પ્રતિ કિલો ૫૨૦૦૦ના ભાવે વેચાઈ રહી છે. આ તમામ ભાવ વધારો છેલ્લા ચાર માસમાં થયો છે.

ગુજરાત કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ જણાવ્યું છે. દવાના બજારમાં આ લૂંટ ચાલી રહી છે છતાં સરકાર મૂકપ્રેક્ષક છે, તે કેટલે અંશે વાજબી છે? શું ભાજપ સરકાર ભાગીદાર છે?

(12:03 pm IST)