Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ભારતમાં વેકસીનેશન જ કોરોનાનું સમાધાન

ડો. એન્થની ફાઉચીએ ભારતમાં વાયરસના પ્રસારને અટકાવવા માટે દેશવ્યાપી લોકડાઉનની જરૂરિયાત ઉપર પણ ભાર મૂકયો

વોશિંગટન, તા.૧૦: અમેરિકાના ટોપ સ્વાસ્થ્ય વિશેષજ્ઞ ડો. એન્થની ફાઉચીએ રવિવારે કહ્યું કે ભારતમાં કોવિડ-૧૯ ના વર્તમાન સંકટથી ઉભરવા માટે લોકોનું વેકસીનેશન કરવું જ એકમાત્ર લાંબા ગાળાનું સમાધાન છે. તેઓએ આ દ્યાતક મહામારીનો સામનો કરવા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તર પર કોવિડ-વિરોધી વેકસીનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ઉપર ભાર મૂકયો.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનના મુખ્ય ચિકિત્સા સલાહકાર ડો. ફાઉચીએ એબીસી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, આ મહામારીનો સંપૂર્ણપણે ખાતમો કરવા માટે લોકોનું વેકસીનેશન કરવું જોઈએ. ભારત દુનિયાનો સૌથી મોટો વેકસીન નિર્માતા દેશ છે. તેમને પોતાના સંસાધન મળી રહ્યા છે, બહારથી પણ તેમને મદદ મળી રહી છે. તેઓએ વધુમાં કહ્યું કે, આ જ કારણ છે કે અન્ય દેશોને ભારતને વેકસીનેશન નિર્માણ માટે સહાયતા આપવી જોઈએ અથવા તો વેકસીન દાન આપવી જોઈએ.

ડો. ફાઉચીએ એક સવાલના જવાબમાં કહ્યું કે, ભારતને તાત્કાલિક અસ્થાયી હોસ્પિટલ બનાવવાની જરૂર છે. જે રીતે લગભગ એક વર્ષ પહેલા ચીને કર્યું હતું. તેઓએ કહ્યું કે, તમારે આવું કરવું જ પડશે. તમે હોસ્પિટલમાં બેડ ન હોવાના કારણે લોકોને રસ્તાઓ પર ન છોડી શકો. ઓકિસજનની સ્થિતિ ખૂબ નાજુક છે. મારો મતલબ છે કે લોકોને ઓકિસજન નહીં મળવો તે ખૂબ દુખદ બાબત છે.

ફાઉચીએ કહ્યું કે, તાત્કાલિક હોસ્પિટલના બેડ, ઓકિસજન, પીપીઇ કિટ અને અન્ય મેડિકલ સપ્લાયની સમસ્યા છે. તેઓએ વાયરસના પ્રસારને અટકાવવા માટે દેશવ્યાપી લાઙ્ખકડાઉનની જરૂરિયાત ઉપર પણ ભાર મૂકયો.

ભારતમાં કોવિડ-૧૯દ્ગક વિરુદ્ઘ વેકસીનેશન અભિયાનની શરૂઆતથી લઈને અત્યાર સુધી વેકસીનેશનના ૧૭ કરોડથી વધુ ડોઝ આપવામાં આવી ચૂકયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી. મંત્રાલયે જણાવ્યું કે શુક્રવારે દેશના ૩૦ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૧૮-૪૪ વર્ષની ઉંમરના ૨,૪૩,૯૫૮ લોકોને કોવિડ-૧૯ વેકસીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો. અત્યાર સુધી આ ઉંમર વર્ગના ૨૦,૨૯,૩૯૫ લોકોને વેકસીનનો પહેલો ડોઝ આપવામાં આવી ચૂકયો છે.

(11:02 am IST)