Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કોરોના અંતે હાંફવા લાગ્યો ? ૨૪ કલાકમાં ભારતમાં ૪૦ હજાર ઓછા કેસ નોંધાયા, ૩.૬૬ લાખ નવા કેસ, ૨૪ કલાકમાં નવા ૩૭૫૪ મૃત્યુ, હોસ્પિટલમાં લાઈનો પણ અદ્રશ્ય થવા લાગી

અમેરિકા (૨૨,૨૨૩) અને બ્રાઝિલ (૩૪૨૬૨)માં પણ કોરોના કેસનો આંકડો ખુબ જ ઓછો થવા લાગ્યો: ચમત્કાર કે બીજું કંઇ ? ફ્રાન્સમાં ૯ હજાર: રશિયા, ઇટલી અને જર્મનીમાં ૮ હજાર: જાપાનમાં ૭ હજાર: કેનેડામાં ૬૬૯૫: ઇંગ્લેન્ડ ૧૭૭૦: યુનાઇટેડ આરબ અમીરાતમાં ૧૫૭૨: ચીનમાં ૧૨: ઓસ્ટ્રેલિયા ૧૦ અને હોંગકોંગમાં એક નવો કોરોના કેસ નોંધાયો છે

(10:54 am IST)
  • ફાસ્ટ બોલર ચેતન સાકરીયાના પિતા કાંતિભાઈનો જીવનદીપ કોરોનાએ બૂઝાવ્યો : રાજસ્થાન રોયલ્સ તરફથી આઈ. પી.એલ. ક્રિકેટ મેચમાં રમી રહેલ અને મુળ ગુજરાતના ભાવનગરના વતની તથા ફાસ્ટ બોલર ચેતન સાકરિયાના પિતા કાંતિભાઈ(ઉ.૪૨)નું કોરોનાના કારણે દુઃખદ અવસાન થયું. લાંબા સમયથી ભાવનગર હોસ્પિટલમાં કોરોના સામે ઝઝૂમી રહ્યા હતા. access_time 3:50 pm IST

  • કોરોનાથી રાજકોટ શહેરમાં આજે પણ થોડી રાહત વર્તાઈ અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો આતંક યથાવત : આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 319 અને ગ્રામ્યના 253 કેસ સાથે કુલ 572 નવા કોરોના ના કેસ નોંધાયા access_time 7:22 pm IST

  • સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ તુલસીશ્યામ જગ્યાના મહંત પૂજ્ય બાલકૃષ્ણદાસબાપુ ૧૦૧ વર્ષની વયે બ્રહ્મલીન થયા : મહુવા તાલુકાના કાટકડા સંજીવની આશ્રમ ખાતે પૂજ્ય બાલકૃષ્ણદાસબાપુનુ દુઃખદ નિધન થયું છે. સૌરાષ્ટ્ર સહિત મુંબઈ સુધીના તેમના સેંકડો સેવકોમાં શોકનો માહોલ. સોમનાથમાં ચાલી રહેલી રામ કથા દરમિયાન પૂજ્ય મોરારીબાપુએ પણ શોક વ્યક્ત કર્યો હતો. access_time 3:49 pm IST