Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસમાં ઘટાડો : 24 કલાક નવા 48,401 કેસ નોંધાયા : વધુ 572 લોકોનાં મોત

વધુ 60,226 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

ભારતમાં કોરોના સંક્રમણના કેસો અપડાઉન થતાં રહે છે. કોરોના સંક્રમણના કેસો ધીરે ધીરે ઘટી રહ્યા છે. તે દેશ માટે સારી વાત છે.મહારાષ્ટ્રમાં લોકડાઉન અને કોરોનાની કડક ગાઇડલાઇનથી કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યા છે પરતું તેમાં અચાનક ઉછાળો પણ આવે છે.મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમણના 48,401 કેસો નોંધાયા છે .જે ગઇકાલની સરખામણીમાં ઓછા છે. અને કોરોનાથી મૃત્યુ પણ ઘટ્યા છે 572 લોકોનાં મોત થયાં છે.

મહારાષ્ટ્રમાં આજે રાહતના સમાચાર એ છે કે નાવ સંક્રમણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને કોરોનાથી મોત પણ ઓછા થયાં છે .છેલ્લા 24 કલાકમાં નવા સંક્રમણના 48,401 નોંધાયા છે.રાજ્યના આરોગ્ય વિભાગના આંકડા અનુસાર કોરોનાને માત આપીને સાજા થનાર લોકોની સંખ્યા 60,226 છે. જયારે 572 લોકોના કોરોનાથી મોત થયાં છે.જયારે કોરોનાથી એકટીવ કેસો 615783 થઇ છે.રાજ્યમાં કોરોનાથી મૃત્યુની કુલ સંખ્યા 75849 થઇ છે.

(12:00 am IST)