Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

સોમવારથી તામિલનાડુમાં 24મી સુધી લોકડાઉન : જરૂરી સેવાઓ સિવાય તમામ દુકાનો, ખાનગી અને સરકારી કચેરીઓ બંધ રહેશે

સરકારી દારૂની દુકાન, બાર, સ્પા, જીમ, બ્યુટી પાર્લર, સલુન્સ, સિનેમા હોલ, ક્લબ, બગીચા અને બીચ પણ બંધ રહેશે.

તમિળનાડુમાં શુક્રવારે મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિને કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ્સ સાથે એસ બેઠક યોજી હતી. આ બેઠકમાં હેલ્થકેર સંબંધિત નિષ્ણાતોની સલાહના આધારે લોકડાઉનનો અમલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તમિલનાડુમાં 10 મે થી 24 મે સુધી સમગ્ર લોકડાઉન લાગુ રહેશે. આ સમયગાળા દરમિયાન, જરૂરી સેવાઓ સિવાય તમામ દુકાનો અને ખાનગી અને સરકારી કચેરીઓ બંધ રહેશે. આ ઉપરાંત સરકારી દારૂની દુકાન, બાર, સ્પા, જીમ, બ્યુટી પાર્લર, સલુન્સ, સિનેમા હોલ, ક્લબ, બગીચા અને બીચ પણ બંધ રહેશે.

(12:00 am IST)