Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

લાંબો સમય બહાર રહેનાર લોકો ઉપર એટેકની સંભાવના વધારે

યુએસ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનું તારણ : ૬ નિષ્ણાતની ટીમના સંશોધન મુજબ વાયરસ એરબોર્ન છે, ભારતનું સ્વાસ્થ્ય મંત્રાલય શક્યતાને નકારી રહ્યું છે

નવી દિલ્હી : અમેરિકાના સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનુ કહેવુ છે કે, હવાના કારણે કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે.લાંબા સમય સુધી બહાર રહેનારા લોકો પર તેનો એટેક થવાની શક્યતા વધારે છે.

અમેરિકા, બ્રિટન અને કેનેડાના ૬ નિષ્ણાતોની ટીમે આ સંશોધન કર્યુ છે.તેમનુ કહેવુ છે કે, વાયરસ એરબોર્ન છે પણ ભારત સરકારનુ સ્વાસ્થ્ય મંત્રાલય આ શક્યતાઓને નકારી રહ્યુ છે.મંત્રાલયનુ કહેવુ છે કે, આ વાયરસ હવાથી નથી ફેલાતો પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિના સંપર્કમાં આવે તેનાથી ફેલાય છે.સેન્ટરના કહેવા પ્રમાણે જ્યારે લોકો શ્વાસ છોડે છે અથવા તો કોઈની સાથે વાત કરે છે ત્યારે હવામાં વાયરસ ફેલાય છે અને લાંબા સમય સુધઈ ત્યાં સક્રિય રહે છે.વાતચીત દરમિયાન મોઢામાંથી નિકળતી લાળના નાના કે મોટા ટીપા સ્વરુપે તે હવામાં રહે છે.

સેન્ટરના મતે સોશિયલ ડિસ્ટન્સિંગ મહત્વનુ એટલા માટે છે કે, ૬ ફૂટના અંતરે ઉભેલી વ્યક્તિને વાયરસ પ્રભાવિત નથી કરી શકતો પણ લાંબા સમય સુધી ઘરની બહાર રહેનારા લોકોમાં હવાના માધ્યમથી વાયરસ સંક્રમિત કરી શકે છે.

બીજી તરફ અમેરિકાના  સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનનુ કહેવુછે કે, આ વાયરસ સંખ્યાબંધ વખત પોતાનુ સ્વરુપ બદલે છે અને તેનુ પ્રોટિન એટલુ શક્તિશાળી છે કે, માનવ કોશિકાઓમાં ઘૂસવાની ક્ષમતા ધરાવે છે.એક વખત શરીરમાં પ્રવશ્યા બાદ તે સંક્રમણ ફેલાવવાનુ શરુ કરી દે છે.

(12:00 am IST)