Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ભારતમાં રસીકરણ જ બચાવનો ઉપાય, નવો વેરિયન્ટ વધુ ખતરનાક

વર્લ્ડ હેલ્થ ઓગ્રેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકારનો ખુલાસો : કોરોનાના નવા વેરિએન્ટનુ નામ બી.૧.૬૧૭ સેવન છે અને તે ઓક્ટોબરમાં ભારતમાં મળ્યો હતો, હવે તે લાખો લોકોને રોજ સંક્રમિત કરી રહ્યો છે

નવી દિલ્હી, તા. ૯ : વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર ડો.સૌમ્યા સ્વામીનાથને ખુલાસો કર્યો છે કે, ભારતમાં અચાનક થયેલા કોરોના વિસ્ફોટ માટે કોરોનાનનો નવો વેરિએન્ટ જવાબદાર છે.જેનાથી સંક્રમણ ફેલાવાનો ખતરો અનેકગણો વધારે છે અને આ જીવલેણ પણ છે.

તેમણે એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે, ભારતમાં જે તબાહી જોવા મળી રહી છે તેનાથી સંકેત મળી રહ્યો છે કે, નવો વેરિએન્ટ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.કોરોનાના નવા વેરિએન્ટનુ નામ બી.૧.૬૧૭ સેવન છે અને તે ઓક્ટોબરમાં ભારતમાં મળ્યો હતો.હવે તે લાખો લોકોને રોજ સંક્રમિત કરી રહ્યો છે. તેમણે કહ્યુ હતુ કે, આ જ વેરિએ્ન્ટ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે.અમેરિકા અને બ્રિટન જેવા દેશો પણ તેને ગંભીરતાથી લઈ રહ્યા છે.મને આશા છે કે, તેના પર જલ્દી કોઈ રિસર્ચ થશે.આ વેરિએન્ટ શરીરમાં એન્ટીબોડી નબતા પણ રોકે છે અને બહુ જલ્દી પોતાનુ સ્વરુપ બદલે છે.

સાથે સાથે સૌમ્યાએ કહ્યુ હતુ કે, માત્ર નવુ વેરિએન્ટ જ ભારતમાં તબાહી માટે જવાબદાર નથી.બલ્કે લોકોની લાપરવાહી, માસ્ક નહી પહેરવુ અને પીએમ મોદી તથા બીજા રાજકીય નેતાઓ દ્વારા યોજાયેલી રેલીઓ પણ તેના માટે જવાબદાર છે.રેલીમાં લાખો લોકો ભેગા થયા અને તેના કારણે કોરોના સંક્રમણ વધારે ફેલાયુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, મોટા પાયે લોકોને કોરોનાની રસી મુકીને જ બીજી લહેરનો સામનો થઈ શકે તેમ છે ઉપરાંત લોકોએ પોતે પણ ધ્યાન રાખવાની જરુર છે.

(12:00 am IST)