Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

દિલ્હીમાં મતદાનમાં દિવસ ૧ર મેના સવારે ૪ વાગ્યે શરૂ થઇ જશે મેટ્રો સેવા

નવી દિલ્હી : દિલ્હીમાં મતદાનના દિવસ ૧ર મે ના સવારે ૪ વાગ્યે મેટરો સેવા શરૂ થઇ જશે સવારે ૪ વાગ્યાથી ૬ વાગ્યા સુધી ૩૦ મીનીટના અંતરાલમાં ટ્રેન ચલાવશે અને પછી સામાન્ય સેવાઓ શરૂ થઇ જશે જયારે દ્વારકા સેકટર ર૧ થી વૈશાલી વચ્ચે મેટ્રો સેવા અડધ કલાકની વિલંબથી સવારે ૪:૩૦ વાગ્યે શરૂ થશે.

(12:22 am IST)
  • ટ્યુનિશિયામાં હોડી ડૂબી જતા 70 પ્રવાસીઓના મોત :ટ્યૂનિશિયાના સફાક્સ પ્રાંતમાં સ્થિત એક કિનારાથી 4 માઈલ દૂર નાવ ડૂબી જતા તેના પે સવાર ઉપ સહારાઈ મૂળના અવૈધ પ્રવાસીઓના મોત નિપજ્યા: સ્થાનિક મીડિયા મુજબ માછલી પકડવાવાળી નાવ અને માછીમારોએ 16 પ્રવાસીઓને બચાવ્યા છે access_time 1:23 am IST

  • વડાપ્રધાનને આપેલ ૫૬ ગાળો ૫૬ ભોગ સમાનઃ ગડકરી : કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કોંગ્રેસ ઉપર હલ્લાબોલ કરતા જણાવેલ કે વડાપ્રધાન મોદીને કોંગ્રેસે અત્યાર સુધીમાં ૫૬ ગાળો આપી છે, પણ એ અમારા માટે ૫૬ ભોગની જેમ છે. અમે અમારા પ્રદર્શનના આધારે ચૂંટણી લડી રહયા છીએ access_time 3:42 pm IST

  • અમદાવાદના ધોળકા નગરપાલીકાનો કલાર્ક રૂ.૪૦ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયોઃ વર્કઓર્ડરના બિલ પાસ કરાવવા માગી હતી લાંચ access_time 3:42 pm IST