Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

શીખ રમખાણો અંગેની ટિપ્પણી મુદ્દે પિત્રોડાએ માફી માંગી : કહ્યું નબળી હિંદીને કારણે શબ્દનો અનુવાદ ન કરી શક્યો

હું કહેવા માંગતો હતો કે, જે કાંઇ પણ થયું તે ખરાબ જ થયું,

નવી દિલ્હી :શીખ વિરોધી તોફાનો મુદ્દે કથિત રીતે કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણી અંગે સામ પિત્રોડાએ માફી માંગી છે. સામ પિત્રોડાએ કહ્યું કે મારી ટિપ્પણીનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો, તેને સંદર્ભથી અલગ કરીને જોવામાં આવ્યું કારણ કે મારી હિંદી ભાષા સારી નથી. પિત્રોડાએ કહ્યું કે, હું કહેવા માંગતો હતો કે, જે કાંઇ પણ થયું તે ખરાબ જ થયું, જો કે મારુ મગજ "ખરાબ" શબ્દનો યોગ્ય અનુવાદ કરી શક્યા નથી. પિત્રોડાએ કહ્યું કે, મને દુખ છે કે મારી ટિપ્પણીનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો. હું માફી માંગુ છું.    

      અત્રે ઉલ્લેખનીય છે કે પિત્રોડાને 1984નાં તોફાનો મુદ્દે પ્રશ્ન પુછવામાં આવ્યો તો તેમણે કથિત રીતે કહ્યું કે, 84માં થયું તો થયું

(11:32 pm IST)