Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

અધધ....1 હજાર કરોડ રૂપિયાનું GST કૌભાંડ : ઈંદોરના માસ્ટર માઈન્ડ આરોપી રાજુ ખારિયા ઉર્ફે રાજુ ઠક્કરને અમદાવાદમાંથી પકડી પાડવામાં સેન્ટ્રલ GST કમિશ્નરેટને સફળતા

અમદાવાદ : મધ્યપ્રદેશના ઇન્દોરમાં અધધ...1 હજાર કરોડ રૂપિયાનું  GST કૌભાંડ આચરાયું હોવાની બાતમી પરથી  સેન્ટ્રલ GST  કમિશ્નરેટને આ કૌભાંડના માસ્ટર માઈન્ડ આરોપી રાજુ ખારિયા ઉર્ફે રાજુ ઠક્કરને અમદાવાદમાંથી પકડી પાડવામાં આખરે  સફળતા મળી છે.

છેલ્લા 2 માસથી નાસતો ફરતો રાજુ એક હજારથી બારસો કરોડ રૂપિયાના GST કૌભાંડનો માસ્ટર માઈન્ડ છે.જેણે 150 થી 200 કરોડ રૂપિયા જેટલી રકમ બનાવટી ખોટા વાઉચરો બનાવી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પાસેથી જમા મેળવી લીધી છે.આ કૌભાંડમાં 30 જેટલા ડીલર તથા અમુક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ સંડોવાયેલા હોવાનું માનવામાં આવે છે.

ડિપાર્ટમેન્ટના જણાવાયા મુજબ રાજુને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મગાશે તથા કૌભાંડનું પગેરું મેળવાશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:14 pm IST)