Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

મધ્યસ્થતાની પ્રક્રિયા સામે હિન્દુ પક્ષકારને ખૂબ વાંધો

મધ્યસ્થતાના પ્રયાસોની માહિતી અપાશે નહીં : મધ્યસ્થીની પ્રક્રિયા ક્યાં સુધી પહોંચી તેને લઈને માંગણી

નવી દિલ્હી, તા. ૧૦ : અયોધ્યા વિવાદને ઉકેલવા માટે સુપ્રિમ કોર્ટે મધ્યસ્થા પેનલને ૧૫મી ઓગસ્ટ સુધીની મહેતલ આપી છે પરંતુ કેટલાક હિન્દુ પક્ષકારોએ મધ્યસ્થતાની સમગ્ર પ્રક્રિયા ઉપર જ વાંધો ઉઠાવ્યો હતો. હિન્દુ પક્ષકારોએ રજુઆત કરી હતી કે પક્ષકારોની વચ્ચે કોઈપણ પ્રકારના કોઓર્ડિનેશનની સ્થિતિ નથી. મુસ્લિમ પક્ષકારો તરફથી રાજીવ ધવને કહ્યું હતું કે અમે મધ્યસ્થતા પ્રક્રિયાને સંપૂર્ણપણે ટેકો આપીએ છીએ. જોકે હિન્દુ પક્ષકારોએ કહ્યું હતું કે મધ્યસ્થતાની પ્રક્રિયાનો કોઈ મતલબ નથી. પેનલે રિપોર્ટમાં સમયની માંગ કરી હતી. સુપ્રિમ કોર્ટે સુનાવણી દરમિયાન મધ્યસ્થતા પેનલના ચીફ રિટાયર્ડ જજ કલીફુલ્લા દ્વારા આ મામલામાં વધારે સમયની માંગ કરવામાં આવી હતી. પાંચ જજની બંધારણીય બેચમાં રંજન ગોગોઈ ઉપરાંત જસ્ટીસ બોબડે, જસ્ટીસ ચંદ્રચુડ, જસ્ટીસ અશોક ભૂષણ, જસ્ટીસ અબ્દુલ નઝીર સામેલ હતા. મધ્યસ્થાના પ્રયાસો ક્યાં સુધી પહોંચ્યા છે તે અંગેની માહિતી આપવાની માંગ અરજીઓમાં કરવામાં આવી હતી પરંતુ આ દિશામાં થયેલી પ્રગતિ અંગે કોઈ માહિતી આપવાનો સુપ્રિમ કોર્ટે સાફ ઈનકાર કરી દીધો હતો.

 

(7:44 pm IST)