Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

સમાન કામ, સમાન વેતન મુદ્દે શિક્ષકોને મોટો ફટકો

બિહારના લાખો શિક્ષકોને સુપ્રિમ ફટકો આપ્યો : શિક્ષકોની તરફેણમાં આપેલા પટણા હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકી દાખલ બિહારની અરજી સુપ્રિમે માન્ય રાખી

નવી દિલ્હી, તા. ૧૦ : બિહારમાં કામના આધાર ઉપર સ્થાઈ શિક્ષકોને સમાન વેતનની માંગ કરી રહેલા આશરે ૩.૫ લાખ શિક્ષકોને સુપ્રિમ કોર્ટે આજે મોટો ફટકો આપ્યો હતો. કોર્ટે શુક્રવારના દિવસે બિહાર સરકારની અપીલને મંજુર કરીને પટણા હાઈકોર્ટના ચુકાદાને અસ્વીકાર કરી દીધો હતો. પટણા હાઈકોર્ટે નિયોજિત શિક્ષકોને નિયમિત સરકારી શિક્ષકોના સમાન વેતન આપવા માટેનો આદેશ કર્યો હતો. આ આદેશ બાદ બિહાર સરકારે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. સાથે સાથે આદેશ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી. સુપ્રિમ કોર્ટે પટણા હાઈકોર્ટના આદેશ ઉપર સ્ટે મુકવાના ઈનકાર કર્યો હતો. બિહાર સરકાર તરફથી ખાસ મંજુરી અરજી દાખલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે નિયોજિત ટીચરો પંચાયતી રાજ એકમોના કર્મી છે. બિહાર સરકારના કર્મીઓ નથી. આવી સ્થિતિમાં તેમને સરકારી ટીચરોની જેમ પગારની ચુકવણી કરી શકાય નહીં. સુપ્રિમ કોર્ટે આ મામલાને લઈને ૧૧ અરજીઓ પર સુનાવણી હાથ ધરી હતી. ત્યારબાદ કોર્ટે ત્રીજ ઓકટોબર ૨૦૧૮ના દિવસે તેનો ચુકાદો અનામત રાખી દીધો હતો. ત્યારથી લઈને સુપ્રિમ કોર્ટના ચુકાદાને લઈને ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી. બિહારના ત્રણ લાખ ૫૬ હજાર શિક્ષકોને આશા હતી કે સુપ્રિમ કોર્ટમાં રાહત મળશે પરંતુ આજે તેમને કોઈ રાહત મળી ન હતી. સુપ્રિમ કોર્ટે પટણા હાઈકોર્ટમાં શિક્ષકોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. સુપ્રિમે ત્રીજી ઓકટોબર ૨૦૧૮ના દિવસે ચુકાદો અનામત રાખ્યો ત્યારે આને લઈને પણ ચર્ચાઓ રહી હતી. એટર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું હતું કે શિક્ષકોની નિમણૂક અને વેતનની ચુકવણી કરવાનું કામ સરકારનું છે.

(7:41 pm IST)