Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

અલવર ગેંગરેપ : ડિવિઝનલ કમિશનરને સોંપાયેલ તપાસ

૧૦ દિવસમાં રિપોર્ટ સુપ્રત કરવા આદેશ : અલવર ગેંગરેપને લઈને ભારતભરમાં હોબાળો : ભાજપ દ્વારા સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી : હેવાલ

જયપુર, તા. ૧૦ : રાજસ્થાનના અલવર જિલ્લામાં સામુહિક દુષ્કર્મના મામલાની તપાસ રાજસ્થાન સરકારે ડિવિઝન કમિશનરના સ્તરને સોંપી દીધી છે. રાજ્ય સરકારે આ મામલામાં જયપુરના ડિવિઝનલ કમિશનર કેસી વર્માને તપાસ અધિકારી તરીકે નિયુક્ત કર્યા છે. આજે પ્રદેશ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આદેશ મુજબ વર્માને ૧૦ દિવસની અંદર રિપોર્ટ પ્રદેશ સરકારના ગૃહ વિભાગને સોંપી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા જે આદેશ જારી કરવામાં આવ્યો છે તેમાં આ મામલા સાથે સંબંધિત પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી લાપરવાહીની તપાસ કરવામાં આવ્યા બાદ સૂચન કરવા કહેવામાં આવ્યુ ંછે. આની સાથે સાથે આ મામલામાં પોલીસ દ્વારા કરવામાં આવેલી લાપરવાહીને લઈને પણ તપાસ કરવા કહેવામાં આવ્યું છે.

આ સંબંધમાં સમગ્ર અલવરમાં ખળભળાટ મચી ગયો છે. અલવરની ઘટના બાદ પ્રદેશના મુખ્ય વિપક્ષી દળ ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા બાદ મામલો કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને સોંપી દેવામાં આવ્યો છે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ અનુસૂચિત જાતિ વિભાગના અધ્યક્ષ નીતિન રાવતને તપાસ કરવા માટે અલવર મોકલ્યા હતા. રાઉતે શુક્રવારને દિવસે પીડિત મહિલા અને તેના પરિવારના સભ્યોને મળીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને રિપોર્ટ સોંપ્યો છે. બીજી બાજુ આજે ભીમસેનાએ જયપુરમાં વિરોધ પ્રદર્શન કરીને આરોપીઓની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ભારતીય જનતા પાર્ટીએ સામુહિક દુષ્કર્મના મામલામાં સીબીઆઈ તપાસની માંગ કરી છે. પોલીસ દ્વારા લાપરવાહી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પોલીસ તમામ આરોપીઓને પકડી ચુકી છે. જેમાં છોટેલાલ, હંસરાજ, મહેશ, અશોક, ઈન્દ્રરાજ અને મુકેશ સામેલ છે.

(7:39 pm IST)