Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

મોદી કાયર અને કમજોર વડાપ્રધાન : પ્રિયંકાના પ્રહાર

રાજનીતિક શકિત માત્ર ભાષણબાજી કે પ્રચાર પ્રસાર કરવાથી મળતી નથીઃ જનતાને સાંભળવામાં પણ શકિત જોઈએ

નવીદિલ્હીઃ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી માટે ભ્રષ્ટાચારી નંબર વન બતાવતા પીએમ મોદીનાં નિવેદનને લઇને કોંગ્રેસ સતત વડાપ્રધાન મોદી પર શાબ્દિક હુમલો કરી રહી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ હવે પાર્ટીની મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદી પર આકરો શાબ્દિક પ્રહાર કર્યો છે  પ્રિયંકાએ કહ્યુ કે, તેમનાથી મોટા કાયર, તેમનાથી કમજોર વડાપ્રધાન મે મારા જીવનમાં કયારેય જોયા નથી.

 પ્રિયંકાએ વધુમાં કહ્યુ કે, રાજનીતિક શકિત માત્ર ભાષણબાજી કરવાથી કે પ્રચાર પ્રસાર કરવાથી મળતી નથી. પ્રિયંકાએ રાજનીતિક શકિતની વ્યાખ્યા આપતા કહ્યુ કે, રાજનીતિક શકિત તે હોય છે જે જનતાને સૌથી ખાસ સમજે. જેમા જનતાની વાતો સાંભળવાની શકિત હોય. જનતાની સમસ્યાઓનાં નિરાકરણની શકિત હોય. આલોચના સાંભળવાની શકિત હોય. વિપક્ષી પાર્ટીઓની વાતો સાંભળવાની શકિત હોય. પરંતુ આ પીએમ તમારી વાતોને સાંભળવાની તો છોડો, તમને જવાબ પણ આપવા માંગતા નથી.

(3:54 pm IST)