Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

૨૦૧૮માં ૫૦૦૦ શ્રીમંતોએ ભારત છોડ્યું

જો કે ભારતે જેટલા શ્રીમંતો ગુમાવ્યા છે તેટલા જ પેદા કર્યા : દેશ છોડી વિદેશ જનારા મોટાભાગે ઓસ્ટ્રેલીયા ગયા

નવીદિલ્હી, તા.૧૦: વિશ્વના અમીરોમાં સામેલ લોકો તેમનો દેશ છોડીને જઇ રહ્યા છે એકતા ભારતમાંથી જ વર્ષ ૨૦૧૮માં હજારો અમીર બીજા દેશો છોડી ચુકયા છે જોકે મહત્વની વાત એ છે કે ભારતે જેટલા ધનવાન ગુમાવ્યા તેનાથી વધુ અમીર પેદા કરી લીધા છે જો વિશ્વમાં અમીરો દ્વારા સ્વદેશ છોડનારા ટોપ દેશોની વાત કરવામાં આવે તો તેમાં આપણો પાડોશીદેશ ચીન પ્રથમ નંબર પર છે ગયા વર્ષ અંદાજે ૧૫ હજાર ધનવાનો ચીન છોડી મુકયા છે ત્યારબાદ રશિયા, ભારત, યુકે, ફ્રાંસ, બ્રાગીલ અને સાઉથ આફ્રિકાનો નંબર આવે છે.

બીજીબાજુ ઓસ્ટ્રેલિયા એવો દેશ છે જે આ પલાયન કરતા ધનવાનોની પ્રથમ પસંદ બની ગયો છે અથવાએ કહેતો તેમનો દેશ છોડીને જતા સૌથી વધુ અમીર ઓસ્ટ્રેલિયા જઇ રહ્યા છે વિશ્વભરમાંથી અંદાજે ૧૨ હજાર અમીર તેમનો દેશ છોડીને ઓસ્ટ્રેલીયા વસી ગયા છે ત્યારબાદ અમીરો દ્વારા પસંદ કરવામાં આવતા દેશોમા અમેરિકા, કેનેડા, કેરેબિયન, ગ્રીસ અને સ્પેશનો નંબર આવે છે.

જોકે ભારતે જેટલા અમીર ગુમાવ્યા છે તેનાથી કેટલાય વધુ અમીર પેદા પણ કર્યા છે. બીજ શબ્દોમાં ભારતને અમારોની ફેકટી કહેવી પણ ખોટુ થશે નહિ. આંકડા જણાવે છે કે ભારત અમીર બનાવનાર દેશોમાં ટોપ પમાં સામેલ છે આ લિસ્ટમાં એશિયાના ૩ દેશ સામેલ છે. ટોપ પર ચીન છે જેને વર્ષ ૨૦૦૮થી અત્યાર સુધી ૧૩૦ ટકા અમીરોને ફરી પેદા કર્યા છે આ લિસ્ટમાં ભારત ચોથા નંબર પર છે અને ત્યારબાદ શ્રીલંકા છે.

(3:48 pm IST)