Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

MG મોટર દ્વારા હાલોલમાં ૨૪૦૦ કરોડનું રોકાણ : 'હેકટર' SUVનું પ્રોડકશન પણ શરૂ

પ્રતિ વર્ષ ૮૦,૦૦૦ કારનું પ્રોડકશન કરવાની ક્ષમતા

મુંબઇ તા. ૧૦ : MG ( મોરી ગેરેજીસ) એ ગુજરાત હાલોલમાંથી તેના સ્ટેટ ઓફ ધ આર્ટ ફેસિલીટી મોટર ઈન્ડીયા ખાતેથી આજે હેકટરની પ્રથમ આવૃતિ બહાર પાડિ છે. જુદા જુદા રોડ ઉપર એક લાખ કિલોમીટર અને ભારતભરમાં વાતાવરણની પરીસ્થિતિના પરીક્ષણ કર્યા પછી ભારતમાં MGની પ્રથમ કાર વાણિજયિક ઉત્પાદનમાં આગળ ગઈ છે. ઘણા બધા લોકલાઈઝેશન સાથે, ૩૦૦+ થી વધારે ભારતિય ચોક્કસ ફેરફારો MG હેકટરમાં કરવામાં આવ્યા છે કે જેથી ગ્રાહકની અગ્રીમતા અને રોડની પરીસ્થિતિને બંધ બેસે.

તેના ૫૦ શહેરોમાં ફેલાયેલા ૬૫ શો રૂમના નેટવર્કમાં MG મોટર ઇન્ડિયા SUV હેકટરનુ આવનારા થોડા જ સપ્તાહોમાં શીપમેન્ટસ શરૂ કરશે. હેકટર SUV તેની વૈશ્વિક ચર્ચા ૧૫ મી મે ના રોજ કરશે અને જૂન મહિનામાં તેના પ્રી-ઓર્ડર શરૂ કરવામાં આવશે.

MG ઇન્ડિયા અત્યાર સુધીમાં ૨૨૦૦ કરોડ રૂપિયા ગુજરાતના ઉત્પાદન પ્લાન્ટમાં રોકી દિધા છે કે જેથી MG હેકટરના ખૂબ રાહ જોવાતા ઉત્પાદનને બહાર પાડિ શકાય. આ કંપનીએ એક નવી એસેમ્બલી, નવી પ્રેસ શોપ, નવી બોડિ શોપ, નવુ પાર્ટસ ડિસ્ટ્રીબ્યુશેન સેન્ટર, ટેસ્ટીંગ ટ્રેક અને સ્ટેટ ઓફ ધ આર્ટ ટ્રેઈનિંગ ફેસોલિટી પ્લાન્ટમાં સ્થાપી છે, ૧૮ મહિનાના ટૂંકા ગાળામાં. MGના હાલોલ યુનિટ પાસે હાલમાં ૮૦,૦૦૦ એકમ પ્રતિ વર્ષ ઉત્પાદનની ક્ષમતા ધરાવે છે અને આગળ વધતા તેની ક્ષમતામાં વધારો કરવાની સુવિધા છે. આ પ્લાન્ટ વૈશ્વિક કક્ષાના ધોરણો હેઠળ ઉત્પાદન પેરામીટર્સને જે હાલના ધોરણો છે તેને અનુસરીને તેનાથી આગળ ચાલે છે, સાથે સાથે આ વાહન જુદા જુદા કઠણ ગુણવતાના પરીક્ષણોમાંથી પસાર થાય છે. વધુમાં તેનુ જે વચન છે તેને પાળીને તે ખાસ ભારત માટે ઉત્પાદનો બનાવે છે,  આ કારમેકરે તેના પ્લાન્ટમાં એક સમર્પિત વેન્ડર સ્થાપ્યો છે.

ગુજરાતમાં આ કારમેકરનો ટેકનોલોજીકલી એડવાન્સડ પ્લાન્ટમાં એડવાન્સડ રોબોટીક સ્પોટ વેલ્ડિંગ, રોબોટીક રોલર હેમીંગ અને રોબોટીક બ્રાઝીંગ ફેસિલીટી આવેલી છે કે જેથી ઉચ્ચ કક્ષાની રોબ્સ્ટ વેલ્ડ ગુણવતા અને ડાયમેન્સનલ સાતત્યતા સિધ્ધ કરી શકાય. આ પેઇન્ટ શોપ રોબોટીક એપ્લીકેશન કોટીંગના દરેક તબક્કે વાપરે છે કે જેથી વધુ સારી પેઇન્ટ ફિનિશ ગુણવતા અને કલર મિશ્રણ મેળવી શકાય. આ નવી એસેમ્બલિની લાઈન એડવાન્સડ ઓટોમેટેડ ગાઈડેડ વેહિકલ્સ (AGV)નું જુદા જુદા એસેમ્બલી પ્રક્રિયાનુ સંચાલન કરવામાં મદદ કરે છે કે જેમાં ગુંથાયેલા ભાગોને પૂરો પાડવાનો સમાવેશ થાય છે. ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ, ટચસ્ક્રિન પેડ દરેક વર્ક સ્ટેશને ઉપલબ્ધ છે, કે જે MG કર્મચારીઓને સીસ્ટમ સાથે કનેકટ થવા અને સાવધ રહેવા સક્ષમ કરે છે કે જેથી બધાને સાંકળે તેવી થતી ભુલોને ટાળી શકાય, જેમાં 'ફર્સ્ટ ટાઈમ રાઈટ બિલ્ડ' ફિલોસોફિને અનુસરે છે.

૧૯૨૪ માં શ્ધ્ મા સ્થાપવામાં આવી, મોરીસ ગેરેજીસ વેહિકલ્સ તેમના સ્પોર્ટઝ કાર્સ, રોડસ્ટર્સ અને કેબ્રીઓલેટ સીરીઝ માટે પ્રખ્યાત છે. MG વેહિકલ્સ તે ઘણી બધી જાણિતી હસ્તીઓની પસ્મ્દગી છે જેમાં બ્રિટીશ પ્રાઈમ મિનિસ્ટર્સનો અને બ્રિટીશ રોયલ ફેમીલીનો તેમની શૈલી, જાજરમાન ભભકો અને સ્પીરીટેડ પર્ફોમન્સ માટે જાણીતી છે. MG કાર કલબ ૧૯૩૦ માં અબિન્ગડન ખાતે શ્ધ્ મામ સ્થાપવામાં આવી કે જેમાં એક લાખથી વધારે વફાદાર ચાહકો છે, કે જે તેને કાર બ્રાન્ડ માટે વિશ્વની મોટામાં મોટી કલબમાંથી એક બનાવે છે. MG તે આધુનિક, ભવિષ્યલક્ષી અને ઇનોવેટીવ બ્રાન્ડ છેલ્લા ૯૫ વર્ષ દરમ્યાન બની છે. ભારતિય બજારમાં વાહનોની બ્રાન્ડને દાખલ કરીને MG મોટર ઇન્ડિયાએ ઉત્પાદનની કામગીરી શરૂ કરી છે કારનકે તેનો કાર ઉત્પાદન પ્લાન્ટ હાલોલ ગુજરાત ખાતે આવેલો છે. ભારતિય ગ્રાહકોને તેની પ્રથમ મોર્ડન કારમાંથી એક -હેકટર ઉપલબ્ધ કરાવવામાં આવશે.

(3:47 pm IST)
  • ટ્યુનિશિયામાં હોડી ડૂબી જતા 70 પ્રવાસીઓના મોત :ટ્યૂનિશિયાના સફાક્સ પ્રાંતમાં સ્થિત એક કિનારાથી 4 માઈલ દૂર નાવ ડૂબી જતા તેના પે સવાર ઉપ સહારાઈ મૂળના અવૈધ પ્રવાસીઓના મોત નિપજ્યા: સ્થાનિક મીડિયા મુજબ માછલી પકડવાવાળી નાવ અને માછીમારોએ 16 પ્રવાસીઓને બચાવ્યા છે access_time 1:23 am IST

  • ઈરાને પરમાણુ કાર્યક્રમ શરૂ કરવા માટે વધાર્યું દબાણ : અમેરિકાએ લગાવ્યા નવા પ્રતિબંધ: ઇરાને ફરી પોતાનો પરમાણુ કાર્યક્રમ શરૂ કરવાનું દબાણ ઉભું કર્યા બાદ અમેરિકાએ ઇરાન પર નવા પ્રતિબંધ લગાવ્યા: આ પ્રતિબંધ લોખંડ, સ્ટીલ, એલ્યુમિનિયમ સહિતના મેટલ પર લગાવ્યા access_time 1:19 am IST

  • જો મોદી ફરી સત્તા ઉપર આવશે તો રાહુલ ગાંધી જવાબદાર રહેશેઃ કોંગ્રેસે બધા ગઠબંધનને નડવાનું કામ કર્યુ છેઃ રાહુલનો પક્ષ ભાજપ નહિ વિપક્ષો સામે લડે છેઃ કેજરીવાલ access_time 3:41 pm IST