Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

અલ નીનોની અસર નબળી

દેશમાં ૯૬% વરસાદ પડશે જુન - જુલાઇમાં સાંબેલાધાર

નવી દિલ્હી તા. ૧૦ : મોનસુન અંગે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. દેશના હવામાન વિભાગે આગાહી કરી છે કે અલ નીનોની સ્થિતી નબળી થઈ છે અને તેના કારણે ચોમાસુ સારૂ રહેવાની શકયા છે. હવામાન વિભાગે કહ્યું છે કે આ સિઝનમાં ૯૬ ટકા વરસાદ થવાની શકયતા છે. દેશની અર્થવ્યસ્થાનો મોટા ભાગનો મદાર ખેતી અને ચોમાસા પર હોવાથી ખેડૂતો માટે આ સારા સમાચાર છે. હમામાન વિભાગના મતે સારૂ ચોમાસું રહેવાના પગલે જૂન-જુલાઈમાં સાંબેલાધાર વરસાદ પડે તેવી શકયતા છે. હવામાન વિભાગ દ્વારા વધુ માહિતી આગામી મહિનામાં આપવામાં આવશે.

ચોમાસાની અસર ગ્રામીણ વસતિ પર પડે છે. ગ્રામીણ વસતિની આવકનો મોટો ભાગ ખેતી આધારીત છે અને ભારતની ખેતી વરસાદ આધારીત છે. આમ વરસાદની અસર દેશના અર્થતંત્ર પર વ્યાપક છે.

વર્ષ ૧૯૫૧-૨૦૦૦ સુધી દેશમાં વરસાદની એવરેજ ૮૯ ણૂૃ નોંધાઈ છે. અગાઉ ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે આગાહી કરી હતી કે જુનથી સપ્ટેમ્બર દરમિયાન ૯૩ ટકા વરસાદ નોંધાશે. જોકે, એજન્સીઓનું મંતવ્ય છે કે આમાં થોડો બદલાવ થયો છે અને વરસાદમાં ૮ ટકાનો ઘટાડો નોંઘાઈ શકે છે પરંતુ ઇન્ડિય મિટિરીયોલોજી ડિપાર્ટમેન્ટ એટલે કે દેશના હવામાન વિભાગના મતે ૯૬ ટકા વરસાદ થવાની શકયતા છે.

પેસેફિક મહાસાગરમાં પેરૂના સમુદ્ર કિનારા નજીક કિનારે ગરમ હવાના કારણે દરિયામાં ઇફેકટ સર્જાય છે. પાછલાં કેટલાક વર્ષોથી પેસિફિક મહાસાગરના કિનારાનું તાપમાન સતત વધી રહ્યું છે. અલનીનોના કાણે સમુદ્રની હવાની દિશાઓ પલટાઇ જાય છે અને તેના કારણે વધારે વરસાદ ધરાવતા વિસ્તારોમાં ઓછો વરસાદ વરસે છે જયારે ઓછો વરસાદ ધરાવતા ક્ષેત્રમાં વધારે વરસાદ વરસે છે.(૨૧.૨૩)

(3:29 pm IST)