Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

જાણો છો? દેશમાં બીપી અને ડાયાબિટીઝના ૪૦ કરોડ દર્દીઓ છેઃ કઇ-કઇ કાળજી લેવી જોઇએ?

બદલતી મોસમ સાથે જીવન શૈલીમાં ફેરફાર કરાય તો સ્વસ્થ સુખી જીવન જીવી શકાય...

નવી દિલ્હી તા.૧૦: ઘણી બિમારીઓ જંતુ અથવા વાયરસથી નથી ફેલાતી છતા પણ લોકો બિમાર પડે છે. એનું મુખ્ય કારણ છે બિન આરોગ્ય પ્રદ જીવન શૈલી, જે સમય જતાં ડાયાબીટીસ, હાઇ બ્લડ પ્રેશર અને બીજી તકલીફો ઉત્પનિ કરે છે. સ્વસ્થ જીવનશૈલી હેઠળ સમુચી ખાણી પીણી,કસરત, યોગ્ય માત્રામાં ઉંઘ અને સકારાત્મક વિચાર વેગેર બાબતો આવે છે. ઉલ્લેખનિય છે કે ઋતુ પ્રમાણે જીવનશૈલીમાં ફેરફાર કરવા પડે છે. બદલાતી મોસમ અનુસાર જો લોકો પોતાની જીવન શૈલીમાં ફેરફાર કરતા રહે તો તેઓ સ્વસ્થ અને સુખી જીવન વ્યતિત કરી શકે છે.

૨૦૧૭માં ભારત સરકાર દ્વારા બહાર પડાયેલ એક રિપોર્ટ અનુસાર દેશના ૧૦૦ જીલ્લાઓમાં ૨૨.૫ મીલીયન લોકો બ્લડ પ્રેશરથી પિડાય છે. જેનો મતલબકે દેશનો દરેક આઠમો વ્યકિત બ્લડ પ્રેશરનો શિકાર છે. ભારતની વસ્તીમાં ૮.૬ ટકા લોકો બ્લડ પ્રેશરના દર્દી છે જેમાં ૧૦.૪ ટકા પુરૂષો અને ૬.૭ ટકા મહિલાઓ છે. ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના રિપોર્ટ મુજબ ભારતમાં ડાયાબીટીસના ૬૨ મીલીયન દરદીઓ છે. એટલું જ નહીં આ બિમારીના કારણે દર વર્ષે ૧૦ લાખ લોકોના મોત થાય છે.

ડાયાબીટીસ હોય તેવા લોકોએ ઉનાળામાં ખાસ સાવચેતી રાખવાની જરૂર છે. ગરમીમાં શરીરમાં પાણીનું પ્રમાણ ઘટવાથી (ડીહાઇડ્રેશન) લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે, જે ડાયાબીટીસના દરદી માટે તકલીફ ઉત્પન્ન કરે છે. એટલા માટે ડાયાબીટીસના દરદીએ રોજ ઓછામાં ઓછું ત્રણલીટર પાણી પીવું જોઇએ.

સામાન્ય રીતે એવું જોવા મળતું હોય છે કે ડાયાબીટીસ વાળા વ્યકિત બ્લડ સુગરને નિયંત્રણમાં નથી રાખી શકતા જેના લીધે તેમના લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય છે. આનું મુખ્ય કારણ છે આ ઋતુમાં શરબત,લસ્સી અને ઠંડા પાણીનું અધિક સેવન,આઇસ્ક્રીમ,કુલ્ફીના કારણે બ્લડ સુગર નિયંત્રણમાં નથી રહેતી. ડાયાબીટીસ વાળાએ જાંબુ,સફરજન,થોડા પ્રમાણમાં તરબૂચ ખાવા જોઇએ.

ઉનાળાની સીઝનમાં શિયાળાની સરખામણીએ બ્લડ પ્રેશર ૧૦ મીમી ઘટી જાય છે. આમ થવાનું કારણે શિયાળામાં રકતવાહીનીઓ સંકોચાવી અને ઉનાળામાં તાપમાન વધવાથી તે પહોળી થાય છે જેથી ધમનીઓનું લોહીનું દબાણ ઘટે છે. હાઇ બ્લડ પ્રેશરના દર્દીઓ ડોકટરની સલાહ અનુસાર પોતાની દવાનો ડોઝ ઓછો કરી શકે છે.

આજ રીતે હાઇ બ્લડ પ્રેશરના ઇલાજ માટે ડાઇયુરીક દવાઓ (જેનાથી વધારે પેશાબ થાય છે) લેનાર દરદીઓએ દવાનું પ્રમાણ ઘટાડવું જોઇએ. એવું જોવામાં આવ્યું છે કે જે લોકો આ દવાઓનું સેવન કરે છે તેમને ઉનાળામાં પરસેવાના કારણે શરીરમાં પાણીની ઘટ (ડીહાઇડ્રેશન) તથા જરૂરી નમક સોડીયમની ઘટ ઉભી થાય છે. જેના પરિણામે સુસ્તી, ઉદાસી, નબળાઇનો અનુભવ થાય છે. આવી દવાઓ ડોકટરો સાથે પરામર્શ કરીને બંધ કરવી જોઇએ.

ઉનાળામાં જો ઝાડા અથવા ઉલ્ટી થાય તો બ્લડ પ્રેશરની તપાસ કરાવી લેવી અને ડોકટરને એ જરૂર જણાવી દેવું કે કઇ દવાઓ કેેટલા સમયથી લઇ રહ્યા છો.

ઉનાળામાં સામાન્ય રીતે સવારે ૩૦ મીનીટ ચાલવું જ સારૂ છે. જરૂર લાગે તો પાણીની બોટલ સાથે લઇને નિકળવું. માથુ ઢાંકવા છત્રીનો ઉપયોગ કરો. વધુ શારિરીક શ્રમ અથવા કસરત કરવાથી પરસેવો વધુ નિકળે છે જેની લીધે ડીહાઇડ્રેશનનો ખતરો ઉભો થઇ શકે છે.

વૃધ્ધ લોકોેએ વધારે સાવધાની રાખવાની જરૂર છે. લગભગ ૭૦ ટકાથી વધારે વૃધ્ધો હાઇ બ્લડ પ્રેશરથી પીડાતા ગ્લુકો મીટરથી બ્લડ સુગર અને બ્લડ પ્રેશરની નિયમિત તપાસ કરતા રહેવું જોઇએ, ડોકટરોની સલાહ અનુસાર દવાનું પ્રમાણ નક્કી કરવું જોઇએ. લીલા શાકભાજી અને બે ફળો ખાવા જોઇએ. બપોરે બહાર ન નિકળવું જોઇએ.

(2:52 pm IST)