Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

કવિ મિલિન્દ ગઢવીની કવિતાઓ

અકસર દિલ કો સમજાયા હૈ,

જીલ મેં પથ્થર મત ફેંકા કર,

ચાંદ કે સીર પર ચોંટ લગેગી

 

દૂર તલક બસ તુમ હી તુમ થે,

દૂર બહૂત જાના થા મુજકો,

દૂર તલક અબ મૈં હી મૈં હું!

 

કબ સે સૂરજ ઢૂંઢ રહી હૈ,

મેરી બારીસ-બારીસ આંખે,

 છત પર સપને કબ સુખેંગે?

 

મૌનની આંખમાં જે પાણી છે,

મારે મન એ જ સંતવાણી છે...

નરસિંહનો હું વંશ છું, ખુશરોનો અંશ છું,

ગુજરાતીમાં મરીઝ, ઉર્દૂમાં ફિરાક છું!

ગાંવ સે નિકલા થા તો,

માઁ ને પર્સ મેં મુસ્કાને રખી થી,

તેરે શહેર ને જેબ કાટ લી!

 

જાકર દેખો અપને રિસ્તો કે ખેતો મેં,

સારી કી સારી ફસલોં પર ખૂન કે ધબ્બે,

કિતને સારે ધોખે તુમને બોયે હોંગે?

અકસર દિલ કો સમજાયા હૈ,

જીલમેં પથ્થર મત ફેંકા કર,

ચાંદ કે દિલ પે ચોંટ લગેગી

નેસ્ત નાબૂદ હો ગયે હોતે,

તુમસે ન શીખતે મહોબ્બત,

તો કબ સે બારૂદ હો ગયે હોતે!

કવિ મિલિન્દ ગઢવી

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

અવસાન નોંધ

કેશોદના મારૂતી અન્નક્ષેત્રના ટ્રસ્ટી પુનાભાઈ ચોથાણીનું દુઃખદ અવસાન

કેશોદઃ પુનાભાઈ ઘેલાભાઈ ચોથાણી (ઉ.વ. ૯૭) તે કાંતિભાઈ, પોપટભાઈ તથા કેશુભાઈના પિતાશ્રીનું તા. ૫ના અવસાન થયેલ છે. સદ્ગત પુનાભાઈ મારૂતી અન્નક્ષેત્રના ટ્રસ્ટી અને સુંદરકાંડ સત્સંગ મંડળના મુખ્ય સંચાલક તરીકે વર્ષોથી સેવા આપી રહેલ હતા તથા તેઓ અનેક ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલ હતા અને લોકોમાં તેમણે સારી ચાહના મેળવેલ હતી.

જયસુખલાલ ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા. મોઢ બ્રાહ્મણ જયસુખલાલ નાનજીભાઇ ત્રિવેદી (ઉ.વ.૮૫) તે શાસ્ત્રી વ્રજલાલભાઇ, રસિકભાઇ તથા સ્વ. પ્રભાબેન હિંમતલાલ ભટ્ટના લધુબંધુ તથા યોગેશભાઇ, કે.જે.  ત્રિવેદી (એડવોકેટ), મુકેશભાઇ તથા જયોતિબેન પ્રવિણચંદ્ર ત્રિવેદીના પિતાશ્રી તથા સ્વ. શાંતિલાલ કાલીદાસ ભટ્ટના જમાઇ તથા કાંતિભાઇ, રસિકભાઇ તથા કેશવલાલના બનેવીનું તા.૧૦ને શુક્રવારના રોજ અવસાન થયેલુ છે. તેમનું ઉઠમણું તથા સ્વસુર પક્ષનું બેસણું તા.૧૧ શનિવારના રોજ સાંજે ૬ કલાકે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર, માસ્તર સોસાયટી શેરી નં.૯, ૮૦ ફુટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે.

ઉર્મિલાબેન મજીઠીયા

રાજકોટઃ ઉર્મિલાબેન (વિજયાબેન) નલીનકાંત મજીઠીયા (અમદાવાદ) તે સ્વ. પોપટલાલ ત્રિકમલાલ ગણાત્રાના સુપુત્રી, સ્વ. મોહનલાલ, સ્વ.શાંતિલાલ, સ્વ. નારણભાઇ, સ્વ. મનસુખભાઇ, સ્વ. જયેન્દ્રભાઇ તથા મનોરમાબેન જોબનપુત્રા (રાયચુરા)ના બહેન તા.૬ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. સદ્ગતનું બેસણું તા.૧૦ને શુક્રવારે સાંજે ૪:૩૦ થી ૬ કલાકે સ્વસ્તિક હોલ, ડ્રાઇવ-ઇન સિનેમા, પાસે ડ્રાઇવ - ઇન રોડ, રીલાયન્સ માર્ટ સામે, થલતેજ, અમદાવાદ ખાતે રાખવામાં આવેલ છે.

પ્રભુદાસ દેવમુરારી

રાજકોટ : મૂળ પાનેલી મોટી નિવાસી (હાલ વેરાવળ - શાપર)ના રહેવાસી શ્રી પ્રભુદાસ લક્ષ્મણદાસ દેવમુરારી (ઉ.૭૮) તેઓ શ્રી જગદીશભાઇના મોટાભાઇ, રાજેશભાઇ, નિલેશભાઇ તથા જયેશભાઇ (જે.પી.)ના પિતાશ્રીનું તા.૯ ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તેમના નિવાસ સ્થાને તા.૧૧ને શનિવારે સાંજના ૪ થી ૬ રાખવામાં આવેલ છે.

ચંદનબેન મહેતા

લાલપુરઃ સ્વ.કાન્તીલાલ જેસંગભાઇ મહેતાના ધર્મપત્ની ચંદનબેન (ઉ.વ.૮પ) તે સુરેશભાઇ, પ્રકાશભાઇ, રાજુભાઇના માતુશ્રી તા.૬ના રોજ અરીહંત શરણ પામેલ છે. બેસણું તા.૧૧ શનીવારે બપોર ૪ થી પ નવી જૈન સમાજ વાડી લાલપુર રાખેલ છે.

પુષ્પાબેન પડધરીયા

પડધરીઃ કંદોઈ વેલજી જગજીવનભાઈ પડધરીયાના પત્નિ સ્વ. પુષ્પાબેન વેલજીભાઈ તે શાંતિભાઈ (મહારાષ્ટ્ર), નગીનભાઈ, મધુભાઈ, રમેશભાઈ (રાજકોટ), રાજેશભાઈ (અમદાવાદ), દિપકભાઈ તથા રંજનબેન તેજસ્વીભાઈ (ઉપલેટા)ના માતુશ્રીનું અવસાન તા. ૯ને ગુરૂવારે થયેલ છે. ઉઠમણુ તા. ૧૦ને શુક્રવારે સાંજે ૫.૦૦ કલાકે ધારશકિતમાતાની વાડી-પડધરી રાખેલ છે.

રણજીતસિંહ રાઠોડ

ગોંડલઃ રોહિશા (ગરાળ)ના વતની હાલ ગોંડલ સ્વ. રણજીતસિંહ રવિસિંહ રાઠોડ તે પ્રદ્યુમનસિંહ તથા અનિરૂદ્ધસિંહના પિતા તથા ભરતસિંહ તેમજ નરેન્દ્રસિંહના કાકા તથા વિજયસિંહના મામાનું અવસાન થયુ છે. બેસણુ તા. ૧૦ને શુક્રવારે ભગવતપરા રાજેશ હોલ ખાતે રાખવામાં આવેલ છે તથા ઉતરક્રિયા તા. ૧૬ ગુરૂવાર તેમના નિવાસસ્થાને રાખેલ છે.

દેવેન્દ્રભાઈ પુરોહિત

જૂનાગઢઃ મૂળ આંકોલવાડી હાલ ગાંધીનગર દેવેન્દ્રભાઈ વિજયભાઈ રતિલાલ પુરોહિત તે સ્વ. બિન્દુકાંતભાઈ રતિલાલ પુરોહિત તેમજ સ્વ. કિશોરભાઈ રતિલાલ પુરોહીતના નાનાભાઈ તેમજ અર્પિતા તથા કિન્નરીના પિતાશ્રી તેમજ સ્વ. નટવરલાલ કાળીદાસ જોશી (કમી કેરાળા)ના જમાઈનું તા. ૮ ના રોજ અવસાન થયેલ. કુટુંબ પક્ષનું બેસણુ તથા સસરા પક્ષની સાદડી તા. ૧૧ને શનિવારે સમય સાંજે ૫ થી ૭ તેમના નિવાસ સ્થાન સેકટર-૪-એ, પ્લોટ નં. ૧૦૨૯/૧ ઓમકારેશ્વર મંદિર પાસે, ગાંધીનગર ખાતે રાખેલ છે.

હવ્વાબેન ચૌહાણ

કુતિયાણાઃ ધોરાજી નિવાસી ખાટકી હવ્વાબેન ઈકબાલભાઈ ચૌહાણ ત્રીજા રોઝાના દિવસે વફાત પામ્યા છે. તેઓની ઝીયારત તા. ૧૧ના રોજ સાંજે અસરની નમાઝ બાદ બાદલશાહબાપુની દરગાહમાં ધોરાજી ખાતે રાખેલ છે.

દિપકભાઈ મીરાણી

રાજકોટઃ દીપકભાઈ જયંતીલાલ મીરાણી (ઉ.વ. ૫૫) તે સ્વ. જયંતીલાલ રવજીભાઈ મીરાણીના સુપુત્ર તેમજ ધીરેનભાઈ તથા દિનેશભાઈના ભાઈ તેમજ રમેશભાઈ રાચ્છ તથા સ્વ. કિશોરભાઈ જયંતિલાલ રાચ્છ તેમજ ચમનભાઈ જયંતિલાલ રાચ્છના બનેવીનું તા. ૯ના અવસાન થયેલ છે. ઉઠમણુ તા. ૧૦ને શુક્રવારે પંચનાથ મહાદેવ મંદિરે સાંજે ૫ થી ૬ રાખેલ છે. પિયર પક્ષની સાદડી પણ સાથે રાખેલ છે.

પ્રભુદાસભાઇ ભાડેશિયા

રાજકોટઃ ગુર્જર સુતાર, રામોદ નિવાસી હાલ રાજકોટ ભરતભાઇ તથા અતુલભાઇ અને હર્ષાબેન જે. મિસ્ત્રી (સાયન્ટીફીક કલોક-મોરબી)ના પિતાજી પ્રભુદાસ વિઠલદાસ ભાડેશિયા (ઉ.વ.૮૭) તા.૮ના ગૌલોકધામ પામેલ છે. બેસણું તા.૧૦ના શુક્રવારે સાંજે ૪-૩૦ થી ૬-૦૦, શ્રી વિશ્વકર્મા કેળવણી મંડળ, ૭/૧૦ ભકિતનગર ખાતે રાખેલ છે.

જયસુખલાલ ત્રિવેદી

રાજકોટઃ ગુ.હા.સ.ચા.મોઢ બ્રાહ્મણ જયસુખલાલ નાનજીભાઇ ત્રિવેદી (ઉ.૮૫) તે શાસ્ત્રી વૃજલાલભાઇ, રસિકભાઇ તથા સ્વ. પ્રભાબેન હિમતલાલ ભટ્ટના લઘુબંધુ તથા યોગેશભાઇ, કે. જે. ત્રિવેદી (એડવોકેટા, મુકેશભાઇ અને જ્યોતિબેન પ્રવિણચંદ્ર ત્રિવેદીના પિતાશ્રી તેમજ સ્વ. શાંતિલાલ કાલીદાસ ભટ્ટના જમાઇ, કાંતિભાઇ, રસિકભાઇ અને કેેશવલાલના બનેવીનું તા. ૧૦ના અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તથા સ્વસુર પક્ષનું બેસણું તા. ૧૧ના શનિવારે સાંજે ૬ કલાકે ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિર માસ્તર સોસાયટી-૮, ૮૦ ફુટ રોડ રાજકોટ ખાતે રાખેલ છે. (૧૪.૭)

ચંદ્રીકાબેન મજીઠીયા

રાજકોટઃ ચંદ્રિકાબેન પ્રાણલાલ મજીઠીયા (ઉ.વ.૭૪) તે પ્રાણલાલ કેશવલાલ મજીઠીયાના ધર્મપત્ની તેમજ જયેશભાઇ પ્રાણલાલ મજીઠીયા, ઇલાબેન હરેશકુમાર પોદા, કિર્તીબેન નિતીનકુમાર સૌમૈયા, ભાવનાબેન નિતીનકુમાર જોબનપુત્રા, મીનાબેન ગોપાલકુમાર દેવાણીના માતુશ્રીનું તા.૯ના અવસાન થયેલ છે. તેમની પ્રાર્થનાસભા તા.૧૦ને શુક્રવારે રાષ્ટ્રીયશાળા પ્રાર્થના હોલ સાંજે ૪ થી ૬ રાખેલ છે.મોસાળ પક્ષનું સાદળી સાથે રાખેલ છે.

ગુણવંતરાય ભટ્ટ

જુનાગઢઃ સોરઠીયા શ્રીગૌડ માળવીયા બ્રાહ્મણ મુળ જેતલસર જંકશન હાલ અમદાવાદ નિવાસી ગુણવંતરાય ઇચ્છાશંકર ભટ્ટ (ઉ.વ.૮૩) (નિવૃત નાયબ ખેતી નિયામક) તે દેવેનભાઇના પિતાશ્રી તથા ભૂપતભાઇ (એગ્રી.) શૈલેષભાઇ (રેલ્વે) લલીતભાઇ (ગોંડલ)ના મોટાભાઇનું તા.પના રોજ અવસાન થયેલ છે. તેમની સાદડી તા.૧૧ના સાંજે પ થી ૬ દૂધેશ્વર સોસાયટી કોમ્યુનીટી હોલ બસ સ્ટેશન પાસે જુનાગઢ ખાતે રાખેલ છે.

પુષ્પાબેન પડધરીયા

પડધરીઃ કંદોઇ વેલજીભાઇ જગજીવન પડધરીયાના ધર્મપત્ની પુષ્પાબેન, તે શાંતિભાઇ  (મહારાષ્ટ્ર), નગીનભાઇ, મધુભાઇ, રમેશભાઇ (રાજકોટ), રાજેશભાઇ (અમદાવાદ), દિપકભાઇ તથા રંજનબેન તેજસ્વીભાઇ (ઉપલેટા)ના માતુશ્રીનું તા.૯ના અવસાન થયેલ છે. ઉઠમણું તા.૧૦ને શુક્રવારે સાંજે પ કલાકે, ધારશકિત માતાની વાડી, પડધરી ખાતે રાખેલ છે.

પુનિતાબેન કોટક

રાજકોટઉઃ સ્વ.શ્રી ભગવાનજીભાઇ પોપટલાલ કોટકના પુત્ર વધુ તે મનુભાઇ કોટક (મનુમામા)ના ધર્મપત્નિ પુનિતાબેન તે ભાવિન દિપકકુમાર (પુના) નિશા અને વિવેકના માતુશ્રી તે પ્રવિણભાઇ, બિપીનભાઇના ભાભી અને સ્વ. ગોપાલજીભાઇ તુલસીદાસ નંદાણીની પુત્રીનું ે દુઃખદ અવસાન થયું છે.

 

બે

આખલાના

ઝઘડામાં..

ગુજરાતમાં મતદાન પુરૃં થઇ ગયું છે, હવે ભાજપ-કોંગ્રેસ લોકપ્રશ્ને સકારાત્મક બને

વિશ્વના સૌથી મોટા આર્થિક આખલા સામ-સામા ઘુરકિયા કરી રહ્યા છે. અમેરિકા-ચીન વચ્ચે આર્થિક યુદ્ધ શરૂ થઇ ગયું છે. અમેરિકાએ ચીન પર પચ્ચીસ ટકા ડયુટી લાદી છે. આ સામે ચીને પણ જોઇ લેવાની ધમકી આપી છે. બે આખલાની લડાઇમાં નિર્દોષનો ખો નીકળે તેમ વિશ્વના તમામ અર્થતંત્ર સામે ટ્રેડવોરનું જોખમ સર્જાયું છે. આ જોખમમાંથી ભારત પણ બાકાત નથી.

જો કે આજે વૈશ્વિક આખલાની વાત નથી કરવી, લોકલ આખલા મુદ્દે ચિંતન કરીએ. ગુજરાતમાં ચૂંટણી-મતદાન પૂરા થઇ ગયા છે. નજીકના ભવિષ્યમાં કોઇ ચૂંટણી નથી, પરંતુ ભાજપ-કોંગ્રેસના મગજમાંથી ચૂંટણીનો વા ઉતર્યો નથી. અતિ મહત્વના મુદ્દે ચૂંટણી જેવા નિવેદનો ચાલી રહ્યા છે, જેને બકવાસ કહી શકાય.

ગઇકાલે ધો.૧ર સાયન્સનું પરિણામ આવ્યું. કંગાળ રહ્યું. કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાત સરકારની ઝાટકણી કાઢી. સામે ભાજપી પ્રવકતાઓએ કોંગ્રેસને 'ઢ' કહી. શિક્ષણ કથળ્યું છે એ હકીકત છે. આખું ગુજરાત જાણે છે કે, ભાજપ-કોંગ્રેસના નેતા-નેતી શૈક્ષણિક અડ્ડા ખોલીને બેસી ગયા છે. બાકીની મોટા ભાગની શૈક્ષણિક સંસ્થા ભાજપ-કોંગ્રેસની દાતા છે. કથળેલા શિક્ષણ અંગે બધા મનમાની કરે છે, આ સામે સરકાર-વિપક્ષની બોલતી બંધ છે. માત્ર રાજનીતિ કરવા આ બે આખલા શિક્ષણના નામે નાટક કરે છે, જેમાં છાત્રો-વાલીઓનો ખો નીકળે છે.

બીજી બાજુ ગુજરાતમાં ક્રુર ગુન્હા ખૂબ વધ્યા છે. હત્યાના બનાવો ગામે-ગામ થયા છે. માત્ર ભાવનગર પંથકમાં જ ૧પ દિવસમાં છ હત્યાઓ થઇ. આ અતિ ગંભીર પ્રશ્ને ભાજપ-કોંગ્રેસની બોલતી બંધ છે. શા માટે ? અલ્પેશ ઠાકોરના મકાના વાસ્તામાં પ્રદીપસિંહ જાય તે મામલે કોંગ્રેસ ગોકીરા કરે છે, પરંતુ ગૃહ પ્રધાન ગુજરાતની ગુન્હાખોરી સામે કંઇ કરતા નથી, માત્ર પલાઠોવાળીને બેસી રહે છે, તે સામે વિપક્ષ કેમ ઉકળતો નથી ? પ્રદીપસિંહને પણ અલ્પેશ પ્રત્યે પ્રેમ ઉભરાય છે, પરંતુ ભાજપે એ ન ભૂલવું જોઇએ કે ગુજરાતીઓના મતથી સત્તા મળી છે.

ગુજરાતના નેતાઓ સાવ ફાલતુ મુદ્દે પ્રસિદ્ધિ લઇને મીડિયાના મોટાભા બને છે, પણ વાસ્તવમાં કામ શૂન્ય છે. તાજેતરમાં ગુજરાતમાં જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ મૂકાયો. આ પગલું સરાહનીય છે, પણ અમલ થાય તો..

આ પૂર્વે જાહેરમાં ધુમ્રપાન પર પ્રતિબંધ મૂકાયો છે, અમલ શૂન્ય છે. ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ ગામેગામ દરેક શેરીમાં દારૂ અને દારૂડિયા ઉપલબ્ધ છે. જે નિર્ણયોના અમલ જ નથી કરવા એ નિર્ણયોનો અર્થ શું  ? આવા મામલે ગુજરાત સરકાર સંપૂર્ણ નાટક કરે છે, આશ્ચર્ય એ છે કે કોંગ્રેસના બક-બક નેતાઓને આવા મુદ્દે બક-બક કરવાનું સૂજતું નથી.

મતદાન થઇ ગયું છે. ચૂંટણીનું ભૂત મગજમાંથી કાઢો. બંને પક્ષો લોકપ્રશ્ને સકારાત્મક બનીને લોકસેવામાં લાગી જાય. આખલા જેવી લડાઇમાં ગુજરાતીઓનો ખો નીકળે છે. કોંગ્રેસે પણ રાજયના મહત્વના પ્રશ્નો અંગે નિવેદનો કરવાને બદલે પરિણામલક્ષી લડત આપવી જરૂરી છે. કોંગ્રેસ લડત કરે તે પૂર્વે ભાજપે પ્રશ્નો ઉકેલવા જરૂરી છે. લોકસેવાની સ્પર્ધા કરો તો ચૂંટણી સમયે ઉંઘ હરામ નહિ થાય. (૮.ર)

 

ગોરધનભાઇ ગલચરની સુપુત્રીના શુભલગ્ન : ચિ.અસ્મિતા - ચિ. રાકેશ

રાજકોટ નિવાસી અ.સૌ. વિજયાબેન તથા શ્રી ગોરધનભાઇ ગલચરની સુપુત્રી ચિ. અસ્મિતાના શુભલગ્ન રાજકોટ નિવાસી અ.સૌ. કંચનબેન તથા શ્રી મનુભાઇ હરીભાઇ ભટ્ટીના સુપુત્ર ચિ. રાકેશ સાથે તા. ૧૪ ના મંગળવારે રાજકોટ મુકામે નિરધારેલ છે. (૧૬.૧)

 

સુપ્રિમકોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણી ટળી : મધ્યસ્થી પેનલને ૧૫ ઓગસ્ટ સુધીનો કોર્ટે આપ્યો સમય

 

વાંકાનેર પાસે પરપ્રાંતીય મુન્ના ચોબેની ક્રુર હત્યા તિક્ષણ હથિયારના ઘા ઝીંકી ઘડથી માથુ અલગ કરી દેવાયું !

મજુરી કામ કરતા બિહારી યુવાનની હત્યાના કારણ અને હત્યારાઓ અંગે તપાસનો ધમધમાટ : પોલીસ કાફલો ઘટના સ્થળે

ક્રૂરતાપૂર્વક હત્યા :  વાંકાનેર પાસે બિહારી યુવાનની અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી ઘડથી માથુ અલગ કરી દેવાયું હતું તે દ્રશ્યમાન થાય છે. (૯.૬)

 મોરબી તા. ૧૦ : વાંકાનેર નજીક બિહારી શ્રમીક યુવાનની ક્રુર હત્યા કરાયેલ હાલતમાં લાશ મળતાચ ચકચાર જાગી છે. હત્યારાઓએ આ બિહારી યુવાનના ગળાપર અત્યંત ક્રુરતાપૂર્વક તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ધડથી માથું અલગ કરી દેતા ખળભળાટ મચી ગયો છે.

મળતી માહિતી મુજબ વાંકાનેરના સરતાનપર રોડ પરના મંદિર નજીક એક શ્રમિકનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય તેવું પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મૃતક યુવાન મુન્ના ચોબે મૂળ બિહારનો રહેવાસી યુવાન છે જેનું ગળું કાપી અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે જોકે હત્યા કયાં કારણોસર થઇ તે સ્પષ્ટ બન્યું નથી.

 હત્યાના બનાવની સવારમાં જાણ થતા વાંકાનેર તાલુકા પોલીસ ઉપરાંત એલસીબી અને એસઓજી ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને યુવાનના મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યાના બનાવની વધુ તપાસ ચલાવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર મુન્ના ચૌબે મુળ બિહારનો છે અને તે પરણિત છે. તેનો પરિવાર બિહારમાં રહે છે. મૃતક મુન્ના ચૌબે વાંકાનેરના સરતાનપર રોડ પર આવી ફેકટરીમાં મજૂરી કામ કરતો હતો.

પરપ્રાંતીય મુન્નાચૌબેને હત્યારાઓએ ક્રુરતા પૂર્વક રહેસી નાંખી મોતને ઘાટ ઉતારી દિધો છ.ેહત્યારાઓએ તિક્ષણ હથિયારના સંખ્યાબંધ ઘા ઝીંકી મૃતક મુન્ના ચોબેનું માથુ ધડથી અલગ કરી દિધું છે. ઘટના સ્થળે લોહીના ખાબોચીયામાં ધડ અને માથુ અલગ અલગ નજરે પડતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

મૃતક બિહારી મુન્ના ચૌબેની કોણે અનેકયાં હેતુથી હત્યા કરી ? તે અંગે પોલીસે વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છ.ે

શ્રમીક યુવાનની અત્યંત ક્રુરતાપૂર્વક કરાયેલ હત્યાના બનાવે વાંકાનેર-મોરબી પંથકમાં ભારે ચર્ચા/ જગાડી છ.ે(૬.૧૬)

 

૧૨ હજાર હજ્જયાત્રિકોને જ ગ્રીન કેટેગરીનો  લાભ મળશે : ટુંક સમયમાં મુંબઇમાં થનારો ડ્રો

ગુજરાતના ૪૫ હજ્જ યાત્રિકોની VVIP કવોટામાં પસંદગી : એકલી મહિલા હજ્જયાત્રાએ જઇ શકે પણ ગુજરાતમાંથી એકેય અરજી આવી નહીં : સંભવતઃ ૨૦ જુલાઇથી ફલાઇટ

અમદાવાદ તા. ૧૦ : રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને લઘુમતી કલ્યાણ મંત્રીશ્રીએ પોતાના VVIP કવોટામાંથી ગુજરાતના પિસ્તાલીસ ૪૫ જેટલા હાજીઓની અરજીઓ મંજુર કરીછે.નસીબદાર અરજદારોએ તાત્કાલિક ગુજરાત રાજય હજ કમિટીનો સંપર્ક કરી ફી વિગેરે ભરી દેવી. ગુજરાતમાંથી વધારે હાજીઓની પસંદગી કરવા બદલ રાજય હજ કમિટી અને વકફ બોર્ડના પૂર્વ ચેરમેન પ્રિન્સિપાલ મોહમ્મદઅલી કાદરીએ ખુશી વ્યકત કરી ભારત સરકારનો આભાર માન્યો છે

 (ગ્રીન) નાં હાજી માંથી ફકત ૧૨૦૦૦ NCNTZ (Accommodation) મંજુર થયેલ છે, જે હાજીને પોતે NCNTZ (ગ્રીન) માંથી જવા ઇચ્છતા હોય એ હાજીઓએ તારીખ.૧૭-૦૫-૨૦૧૯ સુધીમાં સાથે આપેલ અરજી (અંગ્રેજી માં)ઙ્ગ મુંબઈ મોકલી શકે છે , વધારાના NCNTZ (ગ્રીન) ને પાછલા વર્ષો માં જેમ Green to Azizya  ડ્રો દ્વારા કરતા હતા તે મુજબ કરીને Aziziya માં શિફટ કરવામાં આવશે.

હજ કમિટિ ઓફ ઇન્ડિયા-મુંબઇ તા.૦૯/૦૫/૨૦૧૯ ના સરકયુલર નં.૧૯ મુજબ હરમ શરીફના નજીકમાં મોટા સ્કેલ માં બાંધકામ ચાલતું હોઈ ભારતના NCNTZ કેટેગરી ના ૨૫૧૪૭ હજયાત્રીમાંથી ફકત ૧૨૦૦૦ હજયાત્રીને આ કેટેગરીનો લાભ મળશે. બાકીના ૧૩૧૪૭ હજયાત્રીને અઝીઝીયા કેટેગરીનીઙ્ગ ફાળવણી કરવામાં આવશે.

જે હજયાત્રી NCNTZ કેટેગરીમાં છે અને અઝીઝીયા માં જવા ઇચ્છતા હોય તે સાથે આપેલ ફોર્મ ભરીને તા.૧૭/૦૫/૨૦૧૯ કે તે પહેલા ફોર્મ ભરીને ગુજરાત રાજય હજ કમિટિ-ગાંધીનગર અને હજ કમીટી ઓફ ઇન્ડિયા-મુંબઇ ને મોકલી આપવા.

હજ ગાઈડ અનુસાર ૨૫૧૪૭ હજયાત્રી નો ડ્રો કરવામાં આવશે.તેમાંથી ૧૨૦૦૦ હજયાત્રી ને સિલેકટ કરીને બાકીના હજયાત્રી ને અઝીઝીયા કેટેગરી ફાળવવામાં આવશે.તેમનો ચાર્જ અઝીઝીયા કેટેગરી મુજબ રહેશે.

ગુજરાતના હજયાત્રીઓ માટેની ફલાઇટ સંભવતઃ ૨૦મી જુલાઇથી પ્રારંભ થશે. જે ૨૬મી જુલાઇ સુધી ચાલશે. આ વખતે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપરથી અમદાવાદથી જનારા યાત્રીઓ સાઉદી એરલાઇન્સ નહિ પરંતુ એર ઇન્ડિયા મારફતે જશે તેમ હજ કમિટિના સૂત્રો જણાવી રહ્યા છે.

હજ કમીટિના સૂત્રો કહે છે કે, સંભવતઃ ૨૦મી જુલાઇથી જેદ્દાહ જવા માટે ફલાઇટનો પ્રારંભ થશે, પહેલા દિવસે બે ફલાઇટ ઉડાન ભરશે, જેમાં પહેલીમાં ૩૪૦ અને બીજીમાં ૪૨૦ યાત્રીઓ હશે, કુલ ૨૨ ફલાઇટ અમદાવાદ એરપોર્ટથી જેદ્દાહ જવા રવાના થશે. ૨૬મી જુલાઇએ છેલ્લી ફલાઇટ રહેશે. આ પ્રાથમિક કાર્યક્રમ હાલ તૈયાર થયો છે, જે ફેરફારને આધીન છે. કેલેન્ડર વર્ષ ૨૦૧૯માં ૭,૭૭૭ જેટલા યાત્રીઓ ગુજરાતમાંથી જશે, હજુ આમાં મહેરમના કવોટામાંથી ૧૧૦ યાત્રીઓ ઉમેરાશે. એકલી મહિલા પણ હજયાત્રાએ જઇ શકે છે પરંતુ ગુજરાતમાંથી બીજા વર્ષે પણ આવી એક પણ અરજી આવી નથી.

મહત્વનું છે કે, કેન્દ્ર સરકારે હજ યાત્રા માટે કેલેન્ડર વર્ષ ૨૦૧૮થી સબસિડી નાબૂદ કરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વીવીઆઇપી કવોટામાંથી ગુજરાતના ૪૫ જેટલા હજયાત્રીઓની પસંદગી થઇ હતી, દેશમાં આ માટેનો કુલ કવોટા ૩૦૦નો છે.(૨૧.૧૦)

 

જસદણ-વિંછીયા પંથકમાં પાણી ચોરી કરનારા સામે પોલીસ કેસ : બાવળીયા

પીવાનાં પાણીની મુશ્કેલી દૂર કરવા અધિકારીઓને આદેશ : અનેક પ્રશ્નનો સ્થળ ઉપર નિકાલ

તસ્વીરમાં રાજયમંત્રી કુંવરજીભાઇ બાવળીયાની અધ્યક્ષતામાં પાણી પ્રશ્ન ઉકેલવા બેઠક યોજાઇ હતી. (તસ્વીર : વિજય વસાણી, આટકોટ)

આટકોટ, તા. ૯ :  જસદણ- વિંછીયા તાલુકાના ગામોમાં પીવાના પાણીની મુશ્કેલી નિવારવા વિંછીયાના અમરાપુર ખાતે ગઇકાલે તાલુકાના ઉચ્ચ અધિકારીઓ અને આગેવાનોની હાજરીમાં તાકિદની બેઠક બોલાવી યુધ્ધના ધોરણે પગલા ભર્યા હતાં. આ બેઠકમાં પાણી ચોરી કરતા આસામીઓને પાણી ચોરી બંધ કરવા કુંવરજીભાઇએ ચેતવણી પણ આપી હતી.

જસદણ વિંછીયા વિસ્તારના અમુક ગામોમાં પાણીની બુમો ઉઠતાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ગઇકાલે અચાનક તાકિદની મીટીંગ પોતાના શૈક્ષણિક સંકુલ ખાતે બોલાવી પાણી પ્રશ્નનો સ્થળ ઉપર જ મોટા ભાગે નિકાલ લાવી દીધો હતો.

આ બેઠકમાં જસદણ-વિંછીયા વિસ્તારના જીલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના અમુક સભ્યો, ગ્રામ પંચાયતનાં સરપંચો, આગેવાનો તેમજ જસદણ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જસદણ પાલિકાના ચીફ ઓફિસર, પાણી પુરવઠા વિભાગના સ્થાનિક તેમજ રાજકોટના અધિકારીઓ વિજ વિભાગના અધિકારીઓ સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.  હાલ આચાર-સંહિતા અમલમાં હોય નવા કામોને મંજુરી ન આપી શકાય તેમ હોય પરંતુ પાણીની મુશ્કેલી નિવારવા જરૂરી તમામ મદદ સરકાર તરફથી કરવા કુંવજીભાઇએ અધિકારીઓને સુચના આપી હતી.

મોટા ભાગના પ્રશ્નોનો સ્થળ ઉપર જ નિકાલ કરી દઇ તંત્રને જરૂરી સુચના આપી હતી.

અંતમાં કુંવરજીભાઇએ ઉપસ્થિત આગેવાનો અને ગ્રામજનોને જણાવ્યું હતું કે રાજય સરકાર દ્વારા કોઇપણ ગામમાં પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે યુદ્ધના ધોરણે પગલા લઇ રહી છે ત્યારે અમુક વિસ્તારોમાં પાણીની મુખ્ય લાઇનમાંથી કે ગામની લાઇનોમાંથી પાણી ચોરી થતી હોવાની ફરીયાદો મળી હોય આવા આસામીઓએ તાત્કાલીક પાણી ચોરી બંધ કરી દેવા કહ્યું હતું અને જો પાણી ચોરી બંધ નહીં કરે તો આવા આસામીઓ સામે પોલીસ કેસ કરવામાં આવશે.

આભાર વિધી જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ધીરૂભાઇ રામાણીએ કરી હતી.(૯.૩)

 

સૌરાષ્ટ્ર - ઉ.ગુજરાત - કચ્છમાં માવઠુ - વાવાઝોડાની દહેશત

પાકિસ્તાનમાં ઉભા થયેલા સર્કયુલેશનને કારણે ત્રણ દિવસ રહેશે હવામાનમાં પલ્ટોઃ ખેડૂતો - વેપારીઓમાં ચિંતાનું મોજુ : શુભ પ્રસંગો છે તે પરિવારો પણ ચિંતિત : સાવધાન રહેવા હવામાન ખાતાની સલાહ

અમદાવાદ તા. ૧૦ : પાકિસ્તાનમાં ઉભા થયેલા સકર્યુલેશનને કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, પોરબંદર, કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ સાથે વાવાઝોડાના સંજોગો હોવાનું હવામાન ખાતાએ જણાવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ગુજરાતમાં શુક્રવારથી રવિવાર સુધી વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતો, વેપારીઓની સાથે જેમના ત્યાં લગ્ન સહિત શુભ પ્રસંગો આયોજીત કરવામાં આવ્યા છે તેવા પરિવારોમાં ચિંતા જોવા મળી રહી છે.

ગઇકાલે સવારે આકાશમાં વાદળો જોવા મળ્યાં હતાં. પરંતુ બપોર બાદ વિખેરાઈ ગયા હતાં. વાદળોના કારણે તાપમાનનો પારો ૧થી ૨ ડિગ્રી નીચે ઉતર્યો છે પરંતુ બફારાના કારણે પ્રજા ત્રાહીમામ પોકારી ઉઠી હતી. ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં બપોર દરમિયાન વિજળી ડૂલ થતાં પ્રજા ત્રસ્ત જોવા મળી હતી.

હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. પાકિસ્તાનમાં ઉભા થયેલા સકર્યુલેશનના કારણે ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કમોસમી માવઠું અને વાવાઝોડાની દહેશત ઉભી થઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને પાટણમાં શનિ-રવિવારે વાવાઝોડા સાથે વરસાદ પડશે તેવી સંભાવના છે. આગામી ત્રણ દિવસ વાતાવરણમાં પલ્ટાને લઈને મોડાસા માર્કેટયાર્ડે ખેડૂતોને માલ-મીલકતની તકેદારી રાખવા સલાહ આપી છે અને આ અંગે સરકયુલેશન બહાર પાડી ખેડૂતોને મોકલવામાં આવ્યો છે.

ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં શુક્રવાર અને શનિવારે હળવા વરસાદની આગાહીના પગલે શહેરમાં હળવા પવનો ફૂંકાવાની શકયતા વચ્ચે અમદાવાદીઓને ગરમીથી થોડી રાહત મળી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ, શુક્રવારે અને શનિવારે બનાસકાંઠા, સાંબરકાંઠા, પાટણ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વીજળીના ચમકારા સાથે વાવાઝોડું અને ૩૦થી ૪૦ કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

હવામાન વિભાગના પ્રાદેશિક ડિરેકટર જયંત સરકારે જણાવ્યું કે, રાજસ્થાન અને નોર્થ ગુજરાત વિસ્તારમાં દરિયાઈ સપાટીથી ૨.૧-૩.૧ કિમી ઉપર અપર એર-સાયકલોન સકર્યુલેશન સર્જાવાના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે. તેમણે ઉમેર્યું કે, અમદાવાદ શહેરમાં કદાચ વરસાદ ન પડે પરંતુ વાતાવરણ ઠંડું રહી શકે છે. સોમવાર સુધીમાં વાતાવરણ નોર્મલ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે શહેરમાં ૩૯.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે એવરેજ તાપમાનથી ૧.૬ ડિગ્રી ઓછું હતું. જયારે લઘુતમ તાપમાન ૨૫.૬ ડિગ્રી હતું જે એવરેજથી ૦.૭ ડિગ્રી ઓછું હતું. ગુજરાતના હવામાન ખાતાના સ્ટેશનોમાં એકપણ સ્ટેશનમાં ૩૯.૮ ડિગ્રીથી વધારે તાપમાન નહોતું નોંધાયું. સૌરાષ્ટ્રમાં પણ તાપમાન ૩૧થી ૩૭ ડિગ્રી વચ્ચે રહ્યું હતું.(૨૧.૯)

 

ચૂંટણી હવે અંતિમ પડાવ તરફ

છઠ્ઠા તબક્કાની પ૯ બેઠકો  માટે ૧ર મીએ મતદાનઃ  આજે સાંજથી જાહેર પ્રચાર બંધ

અખિલેશ-દિગ્વિજયસિંહ-સિંધિયા-રાધા મોહન-સાધ્વી પ્રજ્ઞા-ગૌતમ ગંભીર વગેરે મેદાનમાં

નવી દિલ્હી તા. ૧૦ :.. આજે છઠ્ઠા તબક્કાનો ચૂંટણી પ્રચાર સાંજે પ વાગ્યે બંધ થઇ જશે. ૧ર મીએ પ૯ બેઠકો માટે મતદાન થવાનું છે.

આ છઠ્ઠા તબકકાની ચૂંટણીમાં અખિલેશ યાદવ, દિગ્વીજયસિંહ, જયોતિરાદિત્ય સિંધિયા, ગૌતમ ગંભીર, સાધ્વી પ્રજ્ઞા, રાધા મોહન સિંહ વગેરેનું ભાવિ ઇવીએમમાં કેદ થશે.

બિહારની ૮, હરિયાણાની ૧૦, ઝારખંડની ૪, યુપીની ૧૪, મ.પ્રદેશની ૮, પ.બંગાળની ૮ તથા દિલ્હીની ૭ બેઠકો માટે રવિવારે મતદાન થશે. આજે પ્રચારના અંતિમ દિવસે બધા પક્ષોએ પોતાની પુરી તાકાત કામે લગાડી છે. (પ-ર૦)

 

હવે પછીની ચૂંટણી સોશ્યલ મીડિયા ઉપર લડાય તો નવાઇ નહિ

લોકસભાની ચૂંટણીમાં બધા પક્ષોએ સૌથી વધુ ધ્યાન સોશ્યલ મીડિયા પર આપ્યુ છેઃ ૨૦૨૨ સુધીમાં સ્માર્ટફોન ધારકોની સંખ્યા ૮૫.૯ કરોડ થશે : ઇન્ટરનેટ પણ સસ્તુ થઇ ગયું છે

નવી દિલ્હી તા. ૧૦ : ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં બધા પક્ષોએ સોશ્યલ મીડિયા પર પોતાના પ્રચારની રણનીતિ બનાવી છે. આના માટે ખાસ ટીમો બનાવીને પોતાના વિરોધીઓ પર હુમલાઓ કરવામાં આવે છે અને પોતાની સિધ્ધીઓ પ્રજા સુધી પહોંચાડાય રહી છે. રાજકીય પક્ષો સોશ્યલ મીડિયા પર ભાર મુકી રહ્યા હોવાનું એક મુખ્ય કારણ છે. સ્માર્ટફોન ધારકોની વધતી જતી સંખ્યા જો આજ રીતે આ આંકડો વધતો રહેશે તો આવનાર લોકસભાની ચૂંટણી સોશ્યલ મીડિયા પર જ લડાશે તેમ કહેવામાં કોઇ અતિશ્યોકિત નથી.

ભારતમાં ઇન્ટરનેટ સેવા આપતી કંપનીઓ બહુ ઓછી કિંમતે પોતાની સેવાઓ આપી રહી છે. મોબાઇલ ઇન્ટરનેટના ઓછા ભાવે ઇન્ટરનેટના વિસ્તારમાં બહુ મોટી ભૂમિકા ભજવી છે. આની સીધી અસર એ થઇ છે કે દેશમાં સ્માર્ટફોનના ગ્રાહકોની સંખ્યામાં બહુ ઝડપી વધારો થયો છે. એસોચૈમના રિપોર્ટમાં જાહેર થયું છે કે દેશમાં સ્માર્ટફોન ધારકોની સંખ્યા ૨૦૨૨ સુધીમાં ૮૫.૯ કરોડ થઇ જશે. ૨૦૧૭માં આ સંખ્યા ૪૬.૮ કરોડ હતી. સ્માર્ટફોન ધારકોની સંખ્યામાં ૧૨.૯ ટકાના દરે વૃધ્ધિ થશે. આ સાથે સાદાફોન વાપરનારાઓની સંખ્યામાં ૬.૪ ટકાના દરે નેગેટીવ વધારો થશે. ૨૦૧૭માં સામાન્ય ફોન ધારકો ૭૦.૧ કરોડની સરખામણીએ ૨૦૨૨માં તે ૫૦.૪ કરોડ રહી જશે.

એસોચૈમના રિપોર્ટમાં કહેવાયું છે કે, સ્માર્ટફોનના ગ્રાહકોની આ સંખ્યા ઇન્ટરનેટ સેવાઓના ઓછા ભાવના કારણે વધી રહી છે. સ્માર્ટફોન ગ્રાહકોની પસંદમાં વીડીયો જોવો તે મુખ્ય છે. જોકે ટેબ્લેટ વીડીયો જોવા માટે અત્યંત સારૂ સાધન માનવામાં આવે છે, પણ ભારતમાં તેના વિકાસમાં જોઇએ તેટલો વધારો હજી સુધી નથી થયો. ૨૦૧૭માં ટેબ્લેટની ભાગીદારી ૫.૩ ટકા હતી જે ૨૦૨૨ સુધીમાં વધીને ૧૦ ટકાએ પહોંચવાનું અનુમાન છે.

આખી દુનિયામાં ટીવી પર વીડીયો અથવા બીજા કાર્યક્રમ જોવાના ટ્રેન્ડમાં બહુ ઘટાડો થયો છે. આખા વિશ્વમાં હવે તે ફકત ૧.૪ ટકાના દરે વધે છે. જ્યારે ભારતમાં તેનો વૃધ્ધિ દર ૧૦.૬ ટકા જોવા મળે છે. ૨૦૧૭માં મનોરંજન માર્કેટ ૮૬,૬૧૮ કરોડ રૂપિયા હતું જે ૨૦૨૨ સુધીમાં વધીને ૧.૪૩ લાખ કરોડથી પણ વધવાનું અનુમાન છે. ટીવી મનોરંજન ઉદ્યોગમાં આવેલી આ તેજીથી આ ઉદ્યોગમાં નોકરીઓ વધવાની શકયતાઓ છે. એટલે કે આના કારણે મોટી સંખ્યામાં નોકરીઓ વધશે જેનો ફાયદો યુવાઓને મળશે.(૨૧.૬)

 

ડાબેરી પક્ષો માટે અસ્તિત્વનો જંગ

ગત ચૂંટણીમાં ડાબેરીઓનું પ્રતિનિધિત્વ ઘટયું હતું: આ વખતે બેઠકો ઘટશે તો અસ્તિત્વનું સંકટ ઘેરૂ બનશેઃ સંસદની અંદર અને બહાર ડાબેરીઓ આર્થિક નીતિઓ-શ્રમિકોના મુદ ઉઠાવતા હોય છે

નવી દિલ્હી તા. ૧૦ :.. રાષ્ટ્રિય પક્ષો આ ચૂંટણીમાં સત્તા પર આવવા માટે લડી રહ્યા છે ત્યારે ડાબેરીઓ આ ચૂંટણી અસ્તિત્વ માટે લડી રહ્યા છે.

ગઇ લોકસભા ચૂંટણીમાં ડાબેરીઓનું પ્રતિનિધિત્વ લોકસભામાં લઘુતમ સંખ્યામાં પહોંચી ગયું હતું. આ વખતે તેમની સામે પ્રદર્શન સુધારવાનો પડકાર છે. ડાબેરીઓ વિપક્ષી એકતામાં આગળ રહે છે પણ આ વખતે પણ જો તેમની બેઠકો નહીં વધે તો સંસદની બહાર અને અંદર પોતાની ઉપસ્થિતી કાયમ રાખવાનું તેમના માટે મુશ્કેલ બનશે.

ડાબેરીઓમાં મુખ્યત્વે ચાર પક્ષો છે જેને ડાબેરી મોરચા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં માર્કસવાદી કોમ્યુનીસ્ટ પાર્ટી, ભારતીય કોમ્યુનીસ્ટ પાર્ટી, આરએસપી અને ફોર વર્ડ બ્લોક સામેલ છે. ર૦૦૪ ની લોકસભા ચૂંટણીમાં આ ચારે પક્ષોનું પ્રદર્શન અત્યંત સુંદર રહ્યું હતું. ત્યારે તેમને પ૯ બેઠકો મળી હતી. જેમાં માકપા ૪૩, ભાકપા ૧૦ અને બાકીના બેઠકો પક્ષોને ૩-૩ બેઠકો મળી હતી. પણ ર૦૧૪ માં તેમનું પ્રદર્શન એકદમ ખરાબ હતું અને તેમને ફકત ૧૧ બેઠકો જ મળી હતી. છેલ્લી બે ચૂંટણીમાં તેમનો ગ્રાફ ઝડપથી  નીચે ઉતરી ગયો છે. ર૦૦૯ માં ડાબેરીઓની બેઠકો પ૯ થી ઘટીને ર૪ થઇ ગઇ હતી., જે ર૦૧૪ માં અર્ધાથી પણ ઓછી થઇ હતી.

લોકસભા ચૂંટણીમાં પાંચ તબક્કા પુરા થઇ ગયા છે અને બે બાકી છે. અત્યાર સુધીની પરિસ્થિતિ અનુસાર ડાબેરીઓ માટે સ્થિતિ બહુ સારી નથી દેખાતી. ગઇ ચૂંટણીમાં તેમને ત્રિપુરામાં બે બેઠકો મળી હતી પણ ત્યારે ત્યાં તેમની સરકાર હતી. હવે ત્યાં ભાજપાની સરકાર છે. બીજુ બંગાળમાં કોંગ્રેસ સાથે તેમનું જોડાણ નથી થઇ શકયું. ગઇ ચૂંટણીમાં ત્યાં તેમને બે બેઠકો મળી હતી. પણ આ વખતે ત્યાં ભાજપાનું જોર વધ્યું છે એટલે ડાબેરીઓ ત્યાં સ્થિતિ કેટલી સુધારી શકશે તે કહેવું અઘરૃં છે.

કેરલ ડાબેરીઓનો મોટો ગઢ ગણાય છે. ત્યાં તેમની સરકાર પણ છે. ગઇ ચૂંટણી વખતે ત્યાં કોંગ્રેસની સરકાર હતી. એટલે હવે ડાબેરીઓ માટે કેરળ એક જ આશાનું કિરણ દેખાય છે. ગઇ ચૂંટણીમાં ત્યાં તેમને  પાંચ બેઠકો મળી હતી. આ વખતે તે વધી  શકે છે.  પણ રાહુલ વાયનાડથી ચૂંટણી લડીરહ્યા હોવાથી કેરળમાં કોંગ્રેસ પણ મજબૂતીમાં આવી છે. (પ-૧૯)

 

કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા : ISJKનો કમાન્ડર ઇશફાક સોફી ઠાર

સોપિયામાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો કમાન્ડર

શ્રીનગર, તા. ૧૦ : જમ્મુ-કાશ્મીરના સોપિયામાં સલામતી દળોએ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ જમ્મુ એન્ડ કાશ્મીરના કમાન્ડર ઇશફાક અહમદ સોફીને ઠાર કર્યો છે. જાકીર મુસા ઉપરાંત ઇશફાક અહમદ સોફી કાશ્મીરમાં આ સંગઠનનો મોટો કમાન્ડર હતો. જાકીર મુસા હજુ સલામતી દળોથી દૂર છે તે પંજાબમાં છુપાયો હોવાનું કહેવાય છે.  ઇશફાક સોફી સોપોરનો રહીશ છે. તેને શોપિયામાં જ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે તેની પાસેથી શસ્ત્રો-દારૂગોળો પણ મળ્યા છે.  તે ઠાર મરાતા સોપોરમાં આજે શાળા-કોલેજો બંધનું ફરમાન તંત્રએ આપ્યું છે. (૮.૭)

 

આચારસંહિતા ભંગના સૌથી વધુ કેસ યુપીમાં

કુલ પ૦૪ કેસમાંથી ૧૩૯ કેસ યુપીના

નવી દિલ્હી તા. ૧૦ : ચૂંટણી દરમ્યાન ચૂંટણી પંચ અત્યાર સુધીમાં આચાર સંહિતા ભંગના પ૦૪ કેસ દાખલ કરી ચુકયું છે. જેમાંથી રપ૧ એટલે કે લગભગ અર્ધા રદ કરાયા છ.ે ચૂંટણી પંચની વેબસાઇટ અનુસાર સૌથી વધારે કેસ એકલા ઉત્તર પ્રદેશમાંથી નોંધાયા છે જેમાં એક કેસ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો હતો. તેમણે ભારતીય સેનાને મોદીજીની સેના ગણાવી હતી. પંચે યોગીને ભવિષ્યમાં ધ્યાન રાખવા અને સાવધાની વર્તવા કહ્યું હતું.

દેશમાં નોંધાયેલ કુલ કેસમાંથી ૬ર કેસ ફરીયાદ કર્તાઓએ પાછા ખેંચ્યા હતા અથવા કેન્સલ કર્યા હતા. જયારે પ૦૪ કેસમાંથી પ કેસ પંચને કરાયેલ સૂચના અને ભલામણોના હતા. આવા કેસને ફરીયાદની શ્રેણીમાં ન રાખી શકાય એવું કહેવાય રહ્યું છે કે પંચ ૬પ ટકા કેસોને રદ કરી ચુકયું છે આચાર સંહિતા ભંગની ફરીયાદો રાજકીય પક્ષોથી માંડીને ચુંટણી અધિકારીઓ, પોલિસ, વિભીન્ન કંપનીઓ, બેંક અને પોસ્ટ ઓફીસ સામે પણ થઇ છે.(૬.૧૨)

 

વિજયભાઇ કચ્છમાં : અછતગ્રસ્ત કચ્છીમાડુઓ સાથે સંવાદ

કેટલ કેમ્પ - ઢોરવાડાની મુલાકાત લેશે : જિલ્લા - તાલુકાના અધિકારીઓ સાથે બેઠક : પાણી - ઘાસચારાની સ્થિતિની સમીક્ષા કરશે

 ભુજ તા. ૯ : રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે સરહદી ક્ષેત્ર કચ્છ જિલ્લાની એક દિવસીય મુલાકાતે જશે. તેઓ કચ્છ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના ગ્રામજનો સાથે સંવાદ તેમજ કેટલ કેમ્પ-ઢોરવાડાની પ્રત્યક્ષ મુલાકાત કરવાના છે.ઙ્ગ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી જિલ્લા-તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે બેઠક યોજીને આ અસરગ્રસ્ત જિલ્લામાં પાણી, ઘાસચારો, રોજગારી જેવા કાર્યોનો જાયજો મેળવશે.ઙ્ગ

મુખ્યમંત્રી તેમની આ કચ્છ મુલાકાતમાં સવારે ૧૧-૩૦ કલાકે સૌપ્રથમ લખપત તાલુકાના નારાયણ સરોવર પહોચશે અને ગ્રામજનો સાથે સંવાદ-મુલાકાત કરશે.  તેઓ કોટેશ્વરમાં લખપત તાલુકાના અધિકારીઓની બેઠક યોજીને અછત રાહત કાર્યો માટે માર્ગદર્શન કરશે.ઙ્ગ

ઙ્ગ વિજયભાઇ રૂપાણી બપોરે બે વાગ્યે ધોરડોના ગોરેવલીના વોટર વર્કસની મુલાકાત લઇને ધોરડોના ગ્રામજનો સાથે વાર્તાલાપ સંવાદ કરશે.ઙ્ગ

મુખ્યમંત્રી ધોરડો ખાતે ત્યારબાદ જિલ્લા અધિકારીઓની બેઠક પણ યોજવાના છે.ઙ્ગ

અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં હાલ ૪૮૧ ઢોરવાડામાં ર લાખ ૮પ હજાર પશુઓનો નિભાવ કરવામાં આવી રહ્યો છે. રરપ ઘાસ ડેપો અંતર્ગત ૧ લાખ ૧૭ હજાર ઘાસ કાર્ડ ધારકોના કુલ ૩ લાખ ૯૦ હજાર પશુઓને આવરી લેવાયા છે. એટલું જ નહિ, કચ્છ જિલ્લાને ગત વર્ષની તુલનાએ રોજનું વધુ ૧૦ કરોડ લીટર પાણી પુરૃં પાડવામાં આવે છે. નર્મદાની કચ્છ બ્રાન્ચ કેનાલ દ્વારા ટપ્પર ડેમને માર્ચ-ર૦૧૯ સુધીમાં ૧ર૦૦ MCFT ભરવામાં આવ્યો છે.ઙ્ગ

મુખ્યમંત્રી તેમના એક દિવસીય કચ્છ પ્રવાસમાં જિલ્લાની અછતની સ્થિતીના સામના માટે રાજય સરકારના વ્યાપક આયોજનની પણ સમીક્ષા જિલ્લાના અધિકારીઓ સાથે કરશે. તેઓ સાંજે ગાંધીનગર પરત આવશે.ઙ્ગ

કોંગી ધારાસભ્યએ સમય માંગ્યો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના આજનાઙ્ગ કચ્છ પ્રવાસ દરમ્યાનઙ્ગ કચ્છી ધારાસભ્યએ લખેલો પત્ર અત્યારે ચર્ચામાં છે. આ પત્ર અબડાસાના કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ લખ્યો છે, જેમાં મુખ્યમંત્રી અને કલેકટર બન્નેને કચ્છના અછત તેમ જ અત્યારે ખૂબ જ સળગતા એવા લિગ્નાઇટ ખાણ બંધ થવાના મુદ્દે જણાવીને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને રૂબરૂ રજુઆત માટે સમય ફાળવવા માગ કરી છે. લખપત કે જયાં મુખ્યમંત્રી વિજય રૂપાણી આવવાના છે ત્યાં લિગ્નાઈટની ખાણ બંધ કરવાના નિર્ણય પછી માત્ર ૧૫ જેટલા વ્યાપારીઓને કવોટા ફાળવવા જીએમડીસીના કરેલી ફેર વિચારણા પછી પણ કચ્છનો ટ્રક ટ્રાન્સપોર્ટ વ્યવસાય મૃતપાય થઈ જશે. જયાં રોજની ૭૦૦ થી ૮૦૦ ટ્રકો લિગ્નાઇટની ભરાતી ત્યાં હવે નહિવત ધંધો છે. પરિણામે, આજે ૭૦૦૦ ટ્રક માલિકો અને તેને સંલગ્ન ૫૦ હજાર જેટલા નાના મોટા ધંધાર્થીઓ બેકાર થઈ ગયા છે. અછતને પગલે કચ્છના ગ્રામીણ લોકો મુશ્કેલીમાં તો છે જ, પણ હવે ટ્રક ઉદ્યોગ પણ ભાંગી પડતા 'પડયા ઉપર પાટુ' જેવો તાલ સર્જાયો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છના ટ્રક ટ્રાન્સપોર્ટના વ્યવસાયીઓને રૂબરૂ મળી તેમની વ્યથા જાણે એવી વિનંતી ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ કરી છે.

ટ્રાન્સપોર્ટ અગ્રણીના રાજ્યમંત્રી વાસણભાઇ આહિરને સવાલો

કચ્છ જિલ્લા ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પૂર્વ મંત્રી એચ.એસ. આહીરે પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી કચ્છના ટ્રક ટ્રાન્સપોર્ટ ક્ષેત્રના વ્યવસાયકારોને મળે તે માટે સમય માંગ્યો છે. તો, જીએમડીસીની વર્તમાનઙ્ગ લિગ્નાઈટની નીતિ થી કચ્છના ૭૦૦૦ ટ્રક માલિકો અને ૫૦,૦૦૦ લોકો બેકાર થશે અને આ બધું અદાણીના કોલસાના વ્યવસાયને ફાયદો કરાવવા થઈ રહ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. એચ.એસ આહીરે રાજયમંત્રી વાસણભાઈ આહીર દ્વારા પણ કચ્છના ટ્રક માલિકોને માત્ર લોલીપોપ અપાઈ હોવાનો આક્ષેપ કરીને લિગ્નાઈટની ખાણ ફરી શરૂ કરાવવામાં તેઓ નિષફળ રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. કચ્છના ટ્રક માલિકોના હિત માટે અવાજ ઉઠાવવા જણાવ્યું છે.(૨૧.૭)

 

ભાવનગર પાસે અકસ્માતમાં માતા-પુત્રીના મોતઃ ર ને ઇજા

બાઇક અને ડમ્પર ટકરાતા કરૂણ દુર્ઘટનાઃ વાડીમાં ''ભાગીયા'' તરીકે કામ કરતા પરિવારમા કલ્યાંત

 ભાવનગર તા.૯: ભાવનગર નજીક બાઇક અને ડમ્પર અથડાતા સર્જાયેલા અકસ્માતમાં માતા-પુત્રીના મોત નિપજ્યા છે. જયારે પિતા અને બહેનને ઇજા પહોંચી હતી.

ભાવનગર નજીક વરતેજ રેલ્વે સ્ટેશન પાસે આવેલી વાડીમાં ભાગીયુ રાખી રહેતા મહેશભાઇ સામતભાઇ રાઠોડ ઉ.વ.૨૫માં પત્ની કાજલબેન મહેશભાઇ રાઠોડ ઉ.વ.૨૪ પુત્રી કિષ્ણા મહેશભાઇ ઉ.વ.૨ અને મહેશભાઇના ભાઇની પુત્રી નિશા અશોકભાઇ ઉ.વ.૬ને મોટર સાઇકલ નં.જીજે ૪ ડી.એચ.૫૯૧૫ ઉપર નિશાની દવા લેવા સીદસર ગામે જઇ રહ્યા હતા.

ત્યારે સિદસર નજીક પુર ઝડપે ઘસી આવેલા ડમ્પર નં-૪૬૫૦ સાથે બાઇક અથડાતા સર્જાયેલા અકસ્માતમાં કાજલબેન અશોકભાઇ રાઠોડ ઉ.વ.૨૭નું અને તેની પુત્રી ક્રિષ્ના અશોકભાઇ ઉ.વ.૨નું ગંભીર ઇજા થતા બનાવ સ્થળેજ કરૂણ મોત નિપજ્યુ હતુ.

જયારે અશોકભાઇ અને તેની ભત્રીજી નિશાને ઇજા થતાં હોસ્પીટલ ખસેડાયેલ છે આ બનાવ અંગે વરતેજ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.(૧.૨)

 

લાઠીમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડતાં રાજુભાઇ વાઘેલાને છરીના ઘા

પડોશી રાકેશ દેવીપૂજક અને તેના પિતા પ્રકાશભાઇ તૂટી પડ્યાઃ રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૦: લાઠીમાં મહાવીરનગર ખોડિયારપરામાં રહેતાં રાજેશભાઇ બાબુભાઇ વાઘેલા (ઉ.૪૫) નામના દેવીપૂજક આધેડ પર પડોશમાં રહેતાં દેવીપૂજક રાકેશ તથા તેના પિતા પ્રકાશભાઇએ છરીથી હુમલો કરી પેટમાં ઘા ઝીંકી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

રાજેશભાઇને પેટમાં ગંભીર ઇજા પહોંચી હોઇ રાત્રે જ ઓપરેશનમાં લઇ જવાયા હતાં. તે ચાર બહેન અને ત્રણ ભાઇમાં ત્રીજા છે. સંતાનમાં એક પુત્રી અને ત્રણ પુત્ર છે. પોતે ભંગારની ફેરી કરી ગુજરાન ચલાવે છે.

પરિવારજનોના કહેવા મુજબ સાંજે આઠેક વાગ્યે રાકેશ ઘર પાસે ગાળો બોલતો હોઇ તેને દૂર જવાનું કહેતાં ઝઘડો થયા બાદ તે અને તેના પિતાધસી આવ્યા હતાં અને છરીથી હુમલો કર્યો હતો. હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે અમરેલી લાઠી પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)

 

અમેઠીમાં ઈવીએમ ટ્રકમાં ભરી બહાર લઈ જવાતા વિડીયોથી ખળભળાટ મચ્યો

અમેઠીના સ્ટ્રોંગરૂમમાંથી ઈવીએમ બહાર લઈ જવાતા વિડીયોના કારણે પાર્ટીઓમાં ગભરાટ

નવી દિલ્હી,તા. ૧૦ : ઉત્ત્।રપ્રદેશના અમેઠીમાંથી ઈવીએમના મશીનો બહાર કાઢીને ટ્રકમાં મુકાઈ રહેલા એક વીડિયોએ આ વિસ્તારમાં કોંગ્રેસમાં ગભરાટનો માહોલ પેદા કર્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ મતક્ષેત્રમાં ફેરચૂંટણીની માંગ કરી રહ્યા છે કે જયાં તેમની સામે ભાજપની ઉમેદવાર સ્મૃતિ ઈરાની મેદાનમાં હતી.

વાયરલ થયેલા વીડિયો કે જેની નોંધ  ઘણા સમાચાર પત્રો અને સમાચાર ચેનલોએ લીધી છે. એક શખ્સ સ્ટ્રોંગરૂમમાંથી ઈવીએમના મશીનો બહાર કાઢીને નજીકમાં મૂકેલા ટ્રક તરફ લઈ જઈ રહ્યો છે. એક અન્ય વ્યકિત કે જેને કોંગ્રેસનો કાર્યકર્તા માનવામાં આવી રહ્યો છે. કેમેરાની સામે દેખાય છે, જે આ પ્રવૃત્ત્િ।ની ખૂબ શંકાસ્પદ ગણાવે છે કારણ કે સત્ત્।ાવાળાઓએ આ ઈવીએમની હેરાફેરીની જાણ વિવિધ પક્ષોના કોઈ સભ્યોને કરી ન હતી.

જે સ્ટ્રોંગરૂમ પર સવાલો ઉઠ્યા છે, સૂત્રો મુજબ, તે અમેઠીના ગૌરીગંજ વિસ્તારની માનશી ગર્લ્સ સ્કૂલની અંદર આવેલ છે. કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ યોગેન્દ્ર મિશ્રાને ટાંકતા અહેવાલમાં જણાવાયું કે કોંગ્રેસની તાત્કાલિક મધ્યસ્થીના કારણે આ ઈવીએમની હેરફેર અટકાવી દેવામાં આવી હતી. એક કોંગ્રેસ અધિકારીએ આક્ષેપ કર્યો હતો કે તેમણે જિલ્લા અધિકારીઓનો સંપર્ક કરવાનો વારંવાર પ્રયાસ કર્યો હતો છતાં તેમની ફરિયાદોનો કોઈ જવાબ મળ્યો ન હતો. પાછળથી આ ગર્લ્સ સ્કૂલમાં આવી પહોંચેલા એસડીએમ વંદિતા શ્રીવાસ્તવે સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે ૧ર મેએ છઠ્ઠા તબક્કાની ચૂંટણીઓ માટે જે મતક્ષેત્રોમાં મશીનોની અછત છે ત્યાં આ મશીનો લઈ જવાઈ રહ્યા હતા. અમેઠીમાં ૬ મેએ મતદાન થઈ ગયું હતું અને ર૩મીએ મત ગણતરી શરૂ થશે.(૩૭.૫)

 

અમેરિકાના સુપ્રસિધ્ધ ટાઇમ મેગેઝીનના કવર પર મોદીને ગણાવાયા ડીવાઇડર ઇન ચીફ રીફરમર

નવી દિલ્હી : અમેરિકાના ટોચના મેગેઝીન (ટાઇમ)ના કવર પર પીએમ મોદીનો ફોટો પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે અને મથાળુ આપવામાં આવ્યું છે કે ડીવાઇડર ઇન ચીફ 'રીફરમર'૨૦મી મે ના આ વિવાદીત ટીપ્પણી કરતા ટાઇમ મેગેઝીને પાંચ વર્ષની  મોદીની કામગીરીના લેખાઝોખા, ૧૯૮૪ના શીખ રમખાણો અને ર૦૦રના ગુજરાત રમખાણોનો ઉલ્લેખ કર્યો છે : મોદીના કામકાજ પર આકરી ટીપ્પણી કરતા મેગેઝીને નહેરૂના સમાજવાદ અને ભારતની વર્તમાન સામાજિક પરિસ્થિતિની તુલના કરી છે : મેગેઝીનમાં જણાવાયું છે કે મોદીએ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે ભાઇચારાની ભાવનાને વધારવા માટે ઇચ્છા દર્શાવી કે પગલા લીધા નથી. આ અહેવાલમાં લીંગચીંગ અને ગાયના નામે થયેલી હિંસાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ગાયને લઇને મુસ્લિમો પર વારંવાર હુમલા થયા છે અને તેમને મારવામાં આવેલ છે  : ર૦૧૭મા યુપીમાં ભાજપ જીત્યુ ત્યારે ભગવા કપડા પહેરતા અને નફરત ફેલાવનાર એક મહંતને મુખ્યમંત્રી બનાવી દીધા : જો કે લેખમાં મોદીની આર્થિક નીતીના વખાણ કરવામાં આવ્યા છે.

 

માયાવતીને PM બનાવવા સપા - બસપાના ધમપછાડા

સપા - બસપાને વિશ્વાસ છે કે યુપીમાં તેમને વધુ બેઠકો મળશે

ઙ્ગલખનૌ તા. ૧૦ : જેમ જેમ રાજકીય સમર અંજામ સુધી પહોંચી રહ્યો છે. યુપીથી વડાપ્રધાન પદ માટે જાળી પાથરવાનું જોર પકડાઈ રહ્યું છે. બસપા પ્રમુખ માયાવતીને આગળ કરવાની રણનીતિ નિર્માણ કરવામાં આવી છે. સપ-બસપા ગઠબંધન તેના માટે સંપૂર્ણ રીતે એકત્રિત થયું છે. ગઠબંધનના નેતાઓના નિવેદનથી એ સ્પષ્ટ છે કે તેમને વિશ્વાસ થઇ ગયો છે કે પરિણામો બાદ આ તાકાતવર ગઢજોડના રૂપે ઉભરી શકે છે. પરિણામોઙ્ગ આવ્યા બાદ એ સમય જ જણાવ્યું કે સપા-બસપની આ મુહિમ પર પ્રજા મહોર લાગે છે અને તે કેટલી સફળ હોય છે.

સપા પ્રમુખ અખિલેશ યાદવ હંમેશાથી કહેતા આવ્યા છે કે દેશ નવા વડાપ્રધાનની ચૂંટણી કરશે. તેનો દાવો એ પણ છે કે નવા વડાપ્રધાન યુપીના જ હશે.અખિલેશે હવે સપા-બસપા ગઠબંધનના રાજ ખોલીને એ ઈચ્છા વ્યકત કરી છે કે તે માયાવતીને વડાપ્રધાન બનતા જોવા માંગે છે. બન્ને દળોમાં આ મુદ્દા પર સંમતિ પણ છે. તે ખુદ યુપિમાં મુખ્યમંત્રી બનવા માંગે છે. અને માયાવતી પણ તેના માટે કામ કરવા રાજી પણ છે. હાલના રાજકીય નિવેદનો અને કેટલાક નિર્ણય પર નજર રાખવામાં આવે તો વડાપ્રધાન પદ નાગે રાજકીય કવાયત સાફ દેખાય રહી છે.

સપા-બસપાની આ મુહિમ અથવા અથવા એમ કહીએ તો રાજકીય ભાગીદારીની ફાળવણીને રાજનૈતિક વિશ્લેષક ધ્યાનથી જોઈ રહ્યા છે.(૨૧.૧૧)

 

૨૬ મે, ૨૦૧૪થી જ બીજી વખત વડાપ્રધાન બનવા માટે આશ્વસ્ત છું : મોદી

શપથ લીધા હતા ત્યારેજ મને વિશ્વાસ હતો હું બીજા કાર્યકાળ માટે પરત ફરીશ

નવી દિલ્હી તા. ૧૦ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યુ કે તેમને લોકસભાની ચૂંટણીમાં બીજેપીની જીત પર પૂરો વિશ્વાસ છે. પીએમ મોદીએ કહ્યું કે, '૨૬મી મે ૨૦૧૪ના રોજ જયારે મેં વડાપ્રધાન પદના શપથ લીધા હતા ત્યારેજ મને વિશ્વાસ હતો હું બીજા કાર્યકાળ માટે પરત ફરીશ. જયારે મોદીને પૂછવામાં આવ્યું કે શું તેઓ બીજા કાર્યકાળ માટે આશ્વસ્ત છે તો તેમણે કહ્યું કે, 'બિલકુલ. ૨૬મી મે, ૨૦૧૪ના પ્રથમ દિવસથી જ મને આ અંગે વિશ્વાસ હતો.'

૨૦૧૪માં જયારે એક વિદ્યાર્થીએ પૂછ્યું હતું કે વડાપ્રધાન બનવા માટે તેણે શું કરવું જોઈએ ત્યારે પીએમ મોદીએ જવાબ આપ્યો હતો કે, '૨૦૨૪ની ચૂંટણીની તૈયારી શરૂ કરો, ત્યાં સુધી તો હું જ સુરક્ષિત છું.' વડાપ્રધાન મોદીએ એ વાતનો પણ ઇન્કાર કર્યો હતો કે ૨૦૧૯ની ચૂંટણીમાં આવી ધારણા નબળી પડી છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી પોતાની દરેક ચૂંટણી રેલીમાં એવું કહે છે કે જો તમે સ્થાનિક બીજેપી નેતાને વોટ આપશો તો તે મત મને આપ્યા બરાબર ગણાશે. આ વાકય સાથે રેલીનો અંત કરતા વડાપ્રધાન પોતાનો બચાવ કરતા કહ્યુ કે આ લોકસભા ચૂંટણી પ્રદર્શન અને ધારણ પર લડવામાં આવી રહી છે.

પીએમ મોદીએ કહ્યુ, 'પ્રદર્શનનો મારો મતલબ ભારત સરકારીની વિવિધ યોજનાઓથી છે, અને સ્થાનિક સાંસદો નીચે સુધી આ યોજનાઓને કાર્યાન્વિક કરવામાં સામેલ છે. આ ચૂંટણીમાં ફકત એક નામ જ કામ કરી રહ્યું છે તેવી કહેવું બિલકુલ યોગ્ય નથી. નામ પણ ચાલી રહ્યું છે અને કામ પણ.'

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ કહ્યુ હતુ કે બીજેપી ૨૦૧૪ની સરખામણીમાં મોટા જનાદેશ સાથે સરકાર બનાવશે. તેમણે કહ્યુ કે આ ચૂંટણીમાં એનડીએના સાથી દળો પણ પહેલા કરતા વધારે બેઠકો જીતશે.(૨૧.૧૧)

 

EWS માટે ૧૦% અનામત અંગે થયો નવો સુધારા ઠરાવ

મહેસૂલી અને પંચાયતના અધિકારીઓ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે જાન્યુઆરી ૨૦૧૯માં જાહેર : કરેલી ૭૮ બિન અનામત જ્ઞાતિઓની યાદીમાં તમારી જ્ઞાતિ ન હોય તો EWSનું સર્ટીફિકેટ આપતા ન હતા

નવી દિલ્હી તા. ૧૦ : કેન્દ્ર સરકારે આર્થિક નબળા વર્ગો EWS (Economically Backward Class) માટે ૧૦ ટકા અનામત દાખલ કર્યા પછી બિન અનામત વર્ગોને જાતિનું પ્રમાણપત્ર મેળવવામાં ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. મહેસૂલી અને પંચાયતના અધિકારીઓ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે જાન્યુઆરી ૨૦૧૯માં જાહેર કરેલી ૭૮ બિન અનામત જ્ઞાતિઓની યાદીમાં તમારી જ્ઞાતિ ન હોય તો EWSનું સર્ટિફિકેટ આપતા ન હતા. જેના કારણે વિભાગે બુધવારે નવો સુધારા ઠરાવ દ્વારા જે જ્ઞાતિઓ SC, ST, SCBCમાં નથી અને તેઓ આ લાભ લેવા પાત્ર છે તેવી જ્ઞાતિઓને EWS સર્ટિ આપવા આદેશો કર્યા છે.

આ ઉપરાંત બિન અનામત વર્ગો માટે જાહેર ૭૮ જ્ઞાતિઓની યાદી આખરી નથી. આ યાદી સરળતા માટે બનાવવામાં આવી છે તેવું પણ સુધારા ઠરાવમાં જણાવી જનસેવા કેન્દ્રોથી સક્ષમ અધિકારીઓએ નિર્ધારિત સમય મર્યાદામાં જ EWS સર્ટિફિકેટ કાઢી આપવા આદેશ કર્યો છે.

ગુજરાત સરકારે SCBCમાં ૧૪૬ જ્ઞાતિઓને સમાવી છે. ભારત સરકારની ઓબીસીની યાદીમાં ૧૦૬ જ્ઞાતિઓ પૈકી ગુજરાતની કેટલીક SCBC જ્ઞાતિઓ નથી. આથી, રાજયમાં SCBC હોય તેવી જ્ઞાતિઓને કેન્દ્રની ભરતી, એડમિશન માટે ૧૦ ટકા અનામતના લાભ લેવા માટે ચ્ષ્લ્ પ્રમાણપત્ર આપવા પણ આ ઠરાવમાં કહેવામાં આવ્યું છે. દિલ્હીમાં UPSC,રાજયમાં SCBCની તૈયારી કરતા યુવકોએ ગુજરાતમાં ૧૦ ટકા અનામત માટે EWS સર્ટિફિકેટ નથી મળતું. જૂન-જૂલાઈથી મેડિકલ સહિતના નવા એડમિશન સમયે વહીવટીતંત્રને ઓનલાઈન સિસ્ટમમાં ઉપલબ્ધ નથી તેવી જ્ઞાતિઓને પણ હાથેથી (મેન્યુઅલી) પ્રમાણપત્રો આપવા ઠરાવને સુધારવામા આવ્યો છે.

કોને મળી શકે છે EWS સર્ટી

૧. જે લોકો EWS કેટેગરી (ગરીબ)માં આવે છે.

૨. જે સવર્ણ પરિવારોની વાર્ષિક આવક ૮ લાખ રૂપિયાથી ઓછી છે.

૩. જે સવર્ણ ખેડૂતોની પાસે ૫ હેકટરથી ઓછી જમીન છે.

૪. ૧૦૦ સ્કવેર ફુટથી ઓછી જમીનવાળું ઘર હોય.

૫. શહેર(મ્યુનિસિપાલિટી)માં ૧૦૯ યાર્ડથી નાનો રેસિડેન્ટલ પ્લોટ હોય

૬. ગામ કે નાના શહેર (મ્યુનિસિપાલિટી એરિયા)માં ૨૦૯ યાર્ડથી નાનો પ્લોટ હોય. (૨૧.૮)

 

ચૂંટણી પંચે કરી સ્પષ્ટતા

ર૦ લાખ EVM ગાયબ થવાની બાબત ખોટી

જયપુર તા. ૧૦ :.. ભારતના ચૂંટણી  પંચે ગઇકાલે એવા અહેવાલોને ફગાવી દીધા છે કે રપ વર્ષના ગાળામાં ર૦ લાખ ઇવીએમ ગુમ થઇ ગયા છે આ વિવાદમાં કોઇ સચ્ચાઇ નથી કે બોમ્બે હાઇકોર્ટમાં આરટીઆઇ આધારિત જનહિત અરજી એ કહે છે કે ર૦ લાખ ઇવીએમ કે નિર્માતા વિતરીત કરવાની પુષ્ટી કરે છે કે ચૂંટણી પંચના કબ્જામાંથી ગાયબ છે. એવા અહેવાલ પ્રસિધ્ધ થયા હતા કે ૧૯૮૯-૯૦ અને ર૦૧૪ વચ્ચે ભારત ઇલેકટ્રોનિકસ લી. થી ૧૦,૦પ,૬૬ર ઇવીએમ મળ્યા  હતાં.

જયારે ઇવીએમ મશીન બનાવનાર અન્ય કંપની ઇસીઆઇએલ પાસેથી ૧૯૮૯-૯૦ અને ર૦૧૬-૧૭ દરમિયાન ૧૦,૧૪,૬૪૪ ઇવીએમ મશીન મળ્યા હતાં. જયારે એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બેંગલુરૂ સ્થિત કંપની બીઇએલે જણાવ્યું કે ૧૯૮૯-૯૦ અને ર૦૧૪-૧પ દરમિયાન કંપની દ્વારા ચૂંટણી પંચને ૧૯,૬૯,૯૩ર ઇવીએમ મશીનો પુરા પાડવામાં આવ્યા હતાં. જયારે હૈદરાબાદ સ્થિત ઇલેકટ્રોનિકસ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લીમીટેડ દ્વારા આપવામાં આવેલા આરટીઆઇના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીએ ચૂંટણી પંચને ૧૯,૪૪,પ૯૩ ઇવીએમ મશીન આપ્યા હતાં.

ફ્રન્ટલાઇનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૧પ વર્ષના સમયગાળામાં ચૂંટણી પંચને ૯,૬૪,ર૭૦ ઇવીએમ મશીનો બીઇએલ પાસેથી મળ્યા નથી. બીઇએલે ઇવીએમ મશીનો આપી દીધી છે. જયારે ઇસીઆઇએલે પણ ૯,ર૯,૯૪૯ ઇવીએમ ચૂંટણી પંચને આપ્યા હોવા અંગે કંપની અડગ છે. મનોરંજન રોયે એવો પ્રશ્ન કર્યો છે કે આ વધારાની ઇવીએમ મશીનો કયાં ગઇ ? આ ઇવીએમ મશીનો સાથે શું થઇ રહ્યું છે. ? તેમણે એવું પણ કહ્યું કે આ સંગઠનો વચ્ચે કંઇક બહુ જ શંકાસ્પદ થઇ રહ્યું છે. (પ-૧૭)

 

બ્રોકરેજ ફર્મ એકબીટનું તારણ

યુપીમાં ભાજપને ફટકો પડશેઃ માત્ર ૩૦થી ૩૫ બેઠકો મળશેઃ NDAને ૨૨૦-૨૪૦ મળશે

ગ્રામીણ વિસ્તારોમાં મોદી સરકારની લોકપ્રિયતા ઘટી છે જેનાથી ભાજપને નુકસાન

નવીદિલ્હી, તા.૧૦: બ્રોકરેજ ફર્મ એમ્બીટના મતે આગામી ૨૦૧૯ની ચૂંટણીમાં ભાજપને યુપીમાં મોટો ઝટકો લાગશે. ફર્મએ ગોરખપુરમાં નાના વેપારીઓ, નેતાઓ અને શિક્ષણવિદો સાથે વાતચીતના આધારે આ અનુમાન લગાવ્યું છે કે, ભાજપ યુપીમાં આ વખતે ૩૦થી ૩૫ બેઠકોમાં સમેટાઇ જશે. આ આધારે અનુમાન લગાવ્યું છે કે, દેશમાં ભાજપને કેટલી બેઠકો મળશે. હાલત એવી છે કે, NDAને બહુમત જેટલી પણ બેઠકો નહીં મળે.

એમ્બીટના અનુમાનની મુખ્ય વાતો નીચે મુજબ છે.

ભાજપ માત્ર ૧૯૦થી ૨૧૦ બેઠકો પર સમેટાઇ શકે છે. ગ્રામીણ લોકોમાં મોદીની ઘટતી જતી લોકપ્રિયતાના કારણે ભાજપને નુકશાન થશે.

NDAને સરકાર બનાવવા ઓછોમાં ઓછી ૪ પ્રાદેશિક પાર્ટીઓની મદદની જરૂર પડશે.

ચુંટણી બાદ ભાજપ યુપીમાં ૩૦થી૩૫ બેઠકો વચ્ચે સમેટાઇ જવાનું કારણએ છે કે બસપા-સપા-રાષ્ટ્રીય લોકદળના મહાગઠબંધનથી ભાજપને નુકશાન થશે. ૨૦૦૯માં સપા-બસપાનો વોટશેર ૫૧% હતો. ગઇ ચુંટણીમાં ૪૨% હતો. હવે મોદી લહેર નથી તેથી સપા-બસપાનો વોટશેર ૪૫%થઇ શકે છે.

વોટશેર અને સીટોનું ગણિત

ભાજપને ૨૦૧૪માં ૪૩% મત મળ્યા. ત્યારે ૭૧ બેઠકો મળી.

આ વખતે ૩૪% વોટ સાથે ૩૦થી ૩૫ બેઠકોનું અનુમાન છે.

સપા ૨૨% વોટ સાથે ૨૦૧૪માં ૫ બેઠકો મળી હતી.

બસપાને ૨૦% મત સાથે ૨૦૧૪માં એક પણ બેઠક મળી ન હતી.

ભાજપને મોદી નહીં યોગીથી નુકશાન ફર્મનું માનવું છે કે, ભાજપને મોદીના કારણે નુકસાન થશે. ગૌવધ પર રોક, કતલખાનાને નુકશાન, જેના માલિકો હિન્દુ પણ છે. દરમિયાન ઘરડા પશુઓની સંખ્યા વધતા ખેતીને વ્યાપક નુકસાન થાય છે. તે માટે યોગીને જવાબદાર મનાય છે. જો કે શહેરોના નામ બદલવાથી હિન્દુ મતદારો એકજૂથ થયા છે.(૨૨.૪)

 

ર૧મીએ વિપક્ષોની મહત્વની બેઠક

પરિણામ પહેલા એકતા કેળવવા પ્રયાસ થશે : ગઠબંધનનું એલાન થશે

નવી દિલ્હી, તા. ૧૦ : ૧૯ મેએ ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન પુરૂ થયા પછી ચૂંટણીનો શોરબકોર તો પૂરો થઇ જશે, પણ પડદા પાછળની રાજકીય ગતિવિધીઓ બરાબર ગરમી પકડે તેવા સંકેતો જોવા મળી રહ્યા છે. ર૧ મેના વિપક્ષ દળોની પ્રસ્તાવિત મીટીંગ પહેલા તેનો એજન્ડા નક્કી કરવાની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ટીડીપી સુપ્રિમો ચંદ્રાબાબુ નાયડુની પહેલથી ર૧ મેના રોજ દિલ્હીમાં વિપક્ષી દળો એક મંચ પર ભેગા થઇ શકે છે.

સુત્રો અનુસાર, આ મીટીંગમાં વિપક્ષી દળો આપસમાં ગઠબંધનની જાહેરાત કરી શકે છે. ચૂંટણી દરમ્યાન કેટલાય પક્ષો સામસામે લડી ચૂકયા છે. ટીડીપી પોતે આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ સામે તો મમતા બેનર્જી બંગાળમાં કોંગ્રેસ સામે લડી ચૂકયા છે. જયારે યુપીમાં સપા-બસપા પણ કોંગ્રેસ સામે લડી ચૂકયા છે, પણ ચૂંટણી પછી સમાન વિચારધારાના નામે આ બધા એક મંચ પર આવીને સરકાર બનાવવાની કોશિષ કરશે. આ મીટીંગનો એજન્ડા નક્કી કરવામાં લાગેલા એક સીનીયર વિપક્ષી નેતાએ કહ્યું  કે જો મતગણત્રી પહેલા વિરોધપક્ષોનું એક મોટું ગઠબંધન બને તો સરકાર બનાવવાનો તેમનો દાવો પ્રભાવશાળી બની શકે, તેમનું રાજકીય ગણીત એવું છે કે જો એનડીએ અથવા યુપીએ બન્નેમાંથી કોઇને સ્પષ્ટ બહુમતિ ન મળે તો રાષ્ટ્રપતિ સૌથી મોટા પક્ષને સરકાર બનાવવા આમંત્રણ આપશે. મોટા ભાગના વિપક્ષોનો અંદાજ છે કે ભાજપા જ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવશે. આ પરિસ્થિતિમાં તેમની પાસે એવી એક આશા રહેશે કે તેઓ બધા ભેગા મળીને પરિણામ પછી તરત જ ર૭રથી વધારે સાંસદોને એક સાથે રજૂ કરે. (૮.૬)

 

મહાગઠબંધનને વોટ આપવાથી  દેશમાં અસુરક્ષા,  અસ્થાયિત્વ અને અરાજકતા વધી શકેઃ નરેન્દ્રભાઈ

આઝમગઢ આતંકનો પર્યાય બની ચુકયું; પ્રયાગરાજમાં સભા સંબોધતા વડાપ્રધાન

નવી દિલ્હી : વિપક્ષ પર હુમલો કરતા વડાપ્રધાન મોદીએ મતદારોને અપીલ કરી હતી કે ખિચડી સરકાર માટે વોટ ન નાંખતા. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં એક સભાને સંબોધી હતી. તેમણે કહ્યું કે વિપક્ષને વોટ આપવાથી દેશની સુરક્ષા જોખમાઈ શકે છે. મહાગઠબંધનને વોટ આપવાથી દેશમાં અસુરક્ષા, અસ્થાયિત્વ અને અરાજકતા વધી શકે છે.

પીએમ મોદીએ કહ્યું કે આઝમગઢ આતંકનો પર્યાય બની ચુકયું છે. જોકે, કેન્દ્રમાં ભાજપની સરકાર બનતાની સાથે જ વર્ષ ૨૦૧૪માં પરિસ્થિતીમાં બદલાવ આવ્યો હતો. વર્ષ ૨૦૧૪માં સ્થિતિ ઘણી બદલાઈ ગઈ હતી તેમણે કહ્યું, ''અગાઉ તમામ ગતિવિધિઓનો આઝમગઢ સાથે સંબંધ હતો જોકે, વર્ષ ૨૦૧૪ બાદ શું થયું તે સૌ કોઈ જાણી શકે છે.''(૩૦.૨)

 

આઇઆઇટી મદ્રાસની પરીક્ષામાં પૂછાયું : ધોની  ટોસ જીતે તો પહેલા બેટીંગ લેવી કે ફિલ્ડીંગ?

ચેન્નાઇ તા. ૧૦ : ક્રિકેટની સીઝન ચાલી રહી છે ત્યારે માત્ર રમતના મેદાનમાં જ નહીં, કોલેજના એકઝામ-પેપરમાં પણ ક્રિકેટનો રંગ છવાયેલો દેખાય છે. આઇઆઇટી-મદ્રાસની એક સેમિસ્ટર પરીક્ષામાં પુછાયું હતું કે 'ચેન્નઈ સુપરકિંગ્સનો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જો મેચમાં ટોસ જીતે તો તેણે શું કરવું જોઈએ?'

આવો સવાલ કઈ રીતે કોલેજના પ્રશ્નપત્રમાં પુછાઈ શકે એ વિશે પ્રોફેસર વિજ્ઞેશ મુથુવિજયે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે આવો સવાલ પરીક્ષામાં સવાલને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે હતો, બાકી મૂળ સવાલ તો ટેકિનકલ જ હતો.

પ્રશ્નપત્રમાં સવાલ પુછાયો છે કે 'ક્રિકેટની ડે-નાઇટ રમતમાં ભેજની ભૂમિકા મહત્ત્વની હોય છે. મેદાનમાં ભેજ બોલને ભીનો કરી દે છે એને કારણે સ્પિનરો માટે ભીનો બોલ પકડવો અને સ્પિન કરવો મુશ્કેલ બની જાય છે. ફાસ્ટ બોલરો માટે પણ લેન્ગ્થ પર બોલિંગ કરવી મુશ્કેલ બની જાય છે. ઇપીએલમાં સાતમી મેએ ચેન્નઈ અને મુંબઈની કવોલિફાયર મેચ છે. એ મેચ વખતે ચેન્નઈમાં ૭૦ ટકા ભેજ તેમ જ રમત શરૂઆતમાં ૩૯ ડિગ્રી સેલ્સિયસ રહેવાનો અંદાજ છે. બીજી ઇનિંગ્સ શરૂ થશે ત્યારે તાપમાન ૨૭ ડિગ્રી સેલ્સિયસ તાપમાન હશે. એ માહિતીના આધારે કહો કે ધોની ટોસ જીતે તો તેણે બેટિંગ લેવી જોઈએ કે ફીલ્ડિંગ? વિગતવાર તથ્ય સમજાવીને જવાબ આપો.'

ક્રિકેટ બોર્ડે ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ-અકાઉન્ટ પર આ સવાલનો સ્ક્રીન-શોટ પણ શેર કર્યો છે. વળી, એની સાથે કેપ્શનમાં લખ્યું છે, 'ટોસ જીત્યા બાદ નિર્ણય લેવામાં કોઈ ધોનીને મદદ કરી શકશે?' (૨૧.૫)

 

આકાશવાણીના આસીસ્ટન્ટ એન્જીનીયર ઉમેશ મહેતાનો જન્મ દિવસ : ૬૦ માં પ્રવેશ

રાજકોટ તા. ૧૦ : આકાશવાણી રાજકોટના આસીસ્ટન્ટ એન્જીનીયર અને જનકલ્યાણ સાર્વજનીક ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન ઉમેશ મહેતાનો આજે જન્મ દિવસ છે. અભ્યાસકાળ દરમિયાન બુક બેન્ક ચલાવવાથી માંડીને અનેકવિધ પ્રવૃત્તિઓ આરંભેલ. ૧૯૭૮ થી વિવિધ આરોગ્ય કેમ્પમાં સેવા આપે છે. માતાના મઢ કચ્છ જતા યાત્રીકો માટેના સેવા કેમ્પમાં દરવર્ષે સેવા આપે છે. રકતદાનના હીમાયતી છે અને અત્યાર સુધીમાં ૩૦ વખત રકતદાન કરી ચુકયા છે. છેલ્લા ત્રણેક વર્ષથી ઉનાળુ છાશ કેન્દ્રમાં સમય આપે છે. નાથળીયા ઉનેવાળ બ્રહ્મસમાજ ટ્રસ્ટમાં માનદમંત્રી તરીકે ૧૬ વર્ષથી કાર્યરત છે. ચક્ષુદાન - દેહદાન માટે જનજાગૃતિ અભિયાન ચલાવે છે. સફળ જીવનના ૬૦ માં વર્ષમાં પ્રવેશી રહેલ ઉમેશભાઇએ ૬૦ જેટલા ચક્ષુદાન કરાવી વિશેષ સિધ્ધી હાંસલ કરી છે. આજે તેમના જન્મ દિવસ નિમિતે મો.૯૪૨૮૫ ૦૬૦૧૧ ઉપર ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે. (૧૬.૧)

 

જીવતો ઓકટોપસ ખાવાની કોશિષમાં મહિલાએ પ્રાણીને મોઢા  પાસે લાવતાં એણે નાક-ગાલ પર બટકું ભરી લીધું

બીજીંગ તા. ૧૦ : ચીનમાં એક બ્લોગર મહિલા લોકલ ફોટો શેરિંગ એપ પર લાઇવ સ્ટ્રીમિંગ કરી રહી હતી જેમાં તે જીવતો ઓકટોપસ ખાવાની કોશિશ કરી રહી હતી. જોકે મહિલાએ હાથમાં પકડેલા ઓકટોપસને જેવો મોઢા પાસે લઈને ચાવવાની કોશિશ કરી કે તરત ઓકટોપસે બીજા ટેન્ટેકલ્સ અને મોઢાથી મહિલાનું નાક અને ગાલ પકડી લીધાં. એની પકડ એટલી મજબૂત હતી કે નાક અને ગાલ ખેંચાઈ ગયાં પણ પકડ ન છૂટી. મહિલા દર્દથી તડપી ઊઠી અને ખૂબ ખેંચ્યા છતાં ઓકટોપસનું બટકું છૂટ્યું નહીં. ખાસ્સી એક મિનિટ પછી જયારે મહિલાએ બેઉ હાથે ઓકટોપસ ખેંચ્યો ત્યારે પકડ છૂટી, પણ ગાલ અને નાક પર લોહી નીકળી આવ્યું. મહિલાને હતું કે તે ઓકટોપસ ખાઈને ફેમસ બની જશે, પરંતુ થયું ઊલટું જ. ઓકટોપસના બટકાને લીધે તેનો વિડિયો લાખો વાર જોવાઈ ચૂકયો છે અને સોશ્યલ મીડિયા પર તેની ભરપૂર આલોચના થઈ રહી છે. (૨૧.૫)

 

એસબીઆઇ ક્રેડીટ ડિપાર્ટમેન્ટના નામે છેતરપીંડી કરતી દિલ્હીની ગેંગનો પર્દાફાશ

ઓનલાઇન નોકરી આપવાના બ્હાને યુવા-યુવતીઓને ફસાવતી ગેંગ પણ દિલ્હીની જ નિકળીઃ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ ટીમને  દેશભરમાં છેતરપીંડી કરતા આરોપીઓને દિલ્હીથી ઝડપી લીધીઃ બે મોટી સફળતા સાંપડી

રાજકોટ, તા., ૧૦: એસબીઆઇ  ક્રેડીટ કાર્ડ વિભાગના નામે તમારૂ ક્રેડીટ કાર્ડ અપગ્રેડ કરવાનું છે તેવા બ્હાના હેઠળ ગુજરાત સહિત દેશભરમાં ફ્રોડ કરનાર દિલ્હીની એક સુવ્યવસ્થિત ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કરી ર૬ લોકોની અટક કર્યાનું સુત્રો જણાવે છે. અમદાવાદના પિનાકીન જગદીશચંદ્ર અમીન નામના રેડીમેઇડ ગારમેન્ટના વેપારી સાથે થયેલી છેતરપીંડીની તપાસ દરમિયાન આખુ કાવત્રુ  ખુલવા પામેલ છે.

પિનાકીન અમીનની ફરીયાદ આધારે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સંયુકત પોલીસ કમિશ્નર જે.આર.મોથલીયા, સાયબર ક્રાઇમ બ્રાન્ચના નાયબ પોલીસ કમિશ્રર ડો.રાજદીપસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશ્નર જે.એમ.યાદવના માર્ગદર્શનમાં સાયબર ક્રાઇમના પીઆઇ વી.બી.બારડ તથા તેમની ટીમે ટેકનીકલ એનાલીસીસના આધારે આરોપીને નવી દિલ્હીના મોહન ગાર્ડન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપી લીધા હતા. પોલીસે જેમને ઝડપ્યા છે તેમાં સંદીપસિંહ, મૂળ ઓરીસ્સાના ચંદનકુમાર, રવીકુમાર તથા સુષ્મા, નેહા, સોનીયા, મુસ્કાન જેવી યુવતીઓનો સમાવેશ છે. આ યુવતીઓ જ એસબીઆઇ ક્રેડીટ વિભાગના નામે ફોન કરતી હોવાનું સુત્રો જણાવે છે.

આરોપીઓ દ્વારા ગુજરાત, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છતીસગઢ, રાજસ્થાન વિ. સ્થળે કોલ થયાનું ખુલ્યું છે. આરોપીઓ પાસેથી સીપીયુ, ૬પ મોબાઇલ, વિવિધ ફાઇલો મુદામાલ તરીકે કબ્જે કરેલ છે. મુખ્ય આરોપી દિપક મેમગન, મોહીતકુમાર, શહનશા આલમ હોવાનું બહાર આવ્યું છે. પોતાની ટોળકીમાં કોલર તરીકે કામ કરતી યુવતીઓને મોબાઇલ ડેટા, સીમકાર્ડ, વોલેટ અને ૧૦ હજાર પગાર ઉપરાંત બેથીત્રણ હજાર સારી કામગીરી માટે અપાતા. આરોપીઓ આ રીતે દર માસે લાખો રૂપીયાનું કલેકશન  છેતરપીંડીથી મેળવી લેતા.

આજ રીતે સાયબર ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરે ઓનલાઇન નોકરી ઇચ્છુક યુવા-યુવતીઓને વિશ્વાસમાં લઇ બનાવટી જોઇન્ટ લેટર મોકલી છેતરપીંડી કરનાર ગેંગનો પણ દિલ્હી જઇ પર્દાફાશ કરવામાં આવ્યો છે. નીતીન, અર્જુન, મદનપાલ સીંગ સહીતના આરોપીઓની અટક કરવામાં આવી છે. આરોપીઓ દ્વારા ગુજરાત, આંધ્રપ્રદેશ, એમપી, છતીસગઢ, અને રાજસ્થાનમાં ગુન્હાઓ આચરવામાં આવ્યાનું ખુલ્યું છે. ઉકત આરોપીઓ પાસેથી બે લેપટોપ, ૧૦ મોબાઇલ, વાઇફાઇ રાઉટર, વિઝાકાર્ડ વિગેરે દસ્તાવેજો કબ્જે કરેલ છે.  મધ્યપ્રદેશના મનીષ ઉર્ફે મોનુ તથા રૂષભ  ઉર્ફ બંટી (મધ્યપ્રદેશ)ને વોન્ટેડ જાહેર કરાયા છે. (૪.૩)

 

કેવી કરૂણતા, જેના ર૬મીએ રાજકોટમાં લગ્ન થવાના હતા તેવી યુવતીની ધરાર પ્રેમી દ્વારા હત્યા

બાવળાની ચકચારી હત્યા મામલે પરિવારને આપેલું વચન અંતે આરોપીને તુર્તમાં સુરેન્દ્રનગરથી ઝડપી લઇ આર.વી.અસારીએ પાળી બતાવ્યું

રાજકોટ, તા., ૧૦: અમદાવાદ જીલ્લાના બાવળામાં એક પ્રેમીએ પોતાની એકતરફી પ્રેમીકાને રસ્તા પર જ છરીના ઘા મારી હત્યા કરી નાખવાના ચકચારી મામલામાં અમદાવાદ રૂરલના એસપી આર.વી. અસારીના માર્ગદર્શનમાં પોલીસ ટીમે આરોપીને સુરેન્દ્રનગરથી આબાદ ઝડપી હત્યા પામેલ યુવતીના પરીવારને આપેલ વચન અમદાવાદ જીલ્લા પોલીસ વડાએ પાડી બતાવ્યું હતું.

આરોપી કેતન એકતરફી પ્રેમમાં પડી તેને પોતાની પ્રેમીકા તરીકે માનતો તેવી મિતલ જાદવને પાણીપુરીની લારી પાસે પ્રથમ બાઇક પર બેસી જવા જણાવેલ. એ યુવતીએ ઇન્કાર કરતા છરીથી હુમલો કરી ફરાર થઇ ગયેલ. ગંભીર હાલતમાં યુવતીને સ્થાનીક હોસ્પીટલે લઇ જઇ સારવાર આપવામાં આવેલ પરંતુ તેની હાલત ગંભીર હોવાથી અમદાવાદ ખસેડાયેલ. જયાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજયું હતું.

 અત્રે યાદ રહે કે યુવતીના પરીવાર આ ઘટના બાદ ખુબ રોષે ભરાયેલ અને આરોપીઓ પકડાઇ નહિ ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા મામલો ગુચવાયો હતો. અમદાવાદ રૂરલ એસપી આર.વી.અંસારીએ  એ યુવતીના પરીવારને ગણત્રીના દિવસોમાં આરોપીને ઝડપી લેવા વચન આપી અને આરોપીને કોઇ પણ ભોગે ઝડપી લેવા પાંચ ટીમો બનાવી હતી.

પોલીસ સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ જેની હત્યા કરી નાખવામાં આવી છે તેવી મિતલ જાદવ નામની યુવતીના આગામી તા. ર૬ના રોજ રાજકોટ ખાતે લગ્ન થવાા હતા. આનંદ ઉલ્લાસના સ્થાને યુવતીની હત્યા થતા સમગ્ર પરીવાર શોકમાં ડુબ્યો હતો. (૪.૪)

 

'ચક્રમ-ચંદન' મેગેઝીનના શિલ્પી અને

૫૧ ગૌરવવંતા ગુજરાતીઓમાં સ્થાન પામનાર યુનુસ ગોલીબારને વિશિષ્ઠ સન્માનથી બિરદાવાયા

૧૭૩ નવલકથાઓ લખી, હોરર નવલકથાઓની નોંધ લિમ્કા બુક ઓફ રેકોડ્ર્ઝમાં લેવાઈ

રાજકોટ : ગુજરાતી મેગેઝીનની જયારે પણ ચર્ચા થાય ત્યારે વર્ષોથી એક નામ કાયમ અગ્રક્રમે હોય છે અને એ નામ છે 'ચક્રમ', જે આજે 'ચક્રમ-ચંદન'ના નામે  મેગેઝિનના ક્ષેત્રમાં અડિખમ ઊભું રહ્યું છે. આ મેગેઝિનની શરૂઆત નૂરમોહમ્મદ જુસબ ગોલીબારે (એન.જે.ગોલીબાર) કરી હતી. જેની બાગડોર આજે તેમના પુત્ર યુનુસ એન. ગોલીબારના હાથમાં છે. વાત કરીએ યુનુસ ગોલીબારની તો જેમ 'ચક્રમ' કહેતાં જ એક મેગેઝિન એવી ઓળખ સામે આવે છે એવી જ રીતે યુનુસ ગોલીબાર બોલતાં જ એક ઓળખ સામે આવે છે અને એ છે 'એટમ અંકલ', જેમણે ગુજરાતી મેગેઝિનને ઘણું જ આપ્યું છે એવા યુનુસ ગોલીબારને તાજેતરમાં અમદાવાદ ખાતે હાલાઈ મેમન મોટી જમાત દ્વારા આયોજિત ઓલ ઈન્ડિયા મેમણ જમાત, ફેડરેશનના એમજીએમ અને કન્વેશનમાં તેમની વિશિષ્ટ સિદ્ઘિઓ તેમજ દેશ અને દુનિયામાં સમાજનું નામ ગુંજતું કરવા બદલ વિશિષ્ટ એવોર્ડથી સન્માનતિ કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં રહી મેગેઝિન ક્ષેત્રે અદભુત અને અદ્વિતીય કામગીરી કરનાર યુનુસ ગોલીબાર અનેક વિષયો પર જબરદસ્ત પક્કડ ધરાવે છે. ગુજરાતી, અંગ્રેજી, ફારસી, સંસ્કૃત, હિન્દી, અરબી, ઉર્દૂ સહિતની અનેક ભાષાઓ પર સરળ પ્રભુત્વ ધરાવતા યુનુસભાઈને તેમની લેખન કામગીરી બદલ અનેક એવોર્ડ અને સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતભરમાંથી સાહિત્ય અને પત્રકારત્વ ક્ષેત્રે જે પ૧ શ્રેષ્ઠ ગુજરાતીઓની પસંદગી કરવામાં આવી છે તેમાં યુનુસ ગોલીબાર સ્થાન પામ્યા છે, જે સમગ્ર મેમન અને મુસ્લિમ સમાજ માટે ગૌરવની વાત છે.

આ અગાઉ મુંબઈના ભાભા ઓડિટોરિયમમાં ર૬ માર્ચ-૨૦૦૫ના રોજ વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન તરફથી કેન્દ્રિય પ્રધાન ઈ. અહેમદના હસ્તે આઉટ સ્ટેન્ડિગ એચિવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

યુનુસભાઈએ અત્યાર સુધી ૧૭૩ નવલકથાઓ લખી છે કે જેમાં જુદા-જુદા વિષયોને વણી લેવાયા છે. તેમાંય હોરર નવલકથાઓ લખવા બદલ તેમની નોંધ 'લિમ્કા બુક ઓફ રેકોર્ડસ'માં પણ લેવાઈ છે. તેવા યુનુસ ગોલીબારનો પ૧ ગૌરવવંતા ગુજરાતીઓમાં સમાવેશ થતાં તેમનું ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનના પ્રમુખ ઈકબાલભાઈ ઓફિસરના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

યુનુસ ગોલીબારે જાહેરાત વિના મેગેઝિન કેવી રીતે ચલાવી શકાય ? તે ઊંડી સૂઝબૂઝથી સાબિત કરી બતાવ્યું છે. તાજેતરમાં અમદાવાદ ખાતે ઓલ ઈન્ડિયા મેમણ જમાત ફેડરેશનના કાર્યક્રમમાં યુનુસભાઈને તેમની વિશિષ્ટ સિદ્ઘિઓ બદલ એવોર્ડથી સન્માનિત કરાતા સમગ્ર મેમણ જમાત અને તેમના ચાહકવર્ગના લોકોએ ગર્વની લાગણી અનુભવી હતી. વળી યુનુસભાઈની 'ચક્રમ-ચંદન' સાથેની સફળતાની જે યાત્રા છે તે ઘણું શીખવી જાય છે. આજે જયાં ચોપાનિયું ચલાવવામાં પણ ચાર દિવસમાં નાકે દમ આવી જાય છે ત્યારે તેમણે છેલ્લા ૭૩ વર્ષથી જાહેરાત વિના મેગેઝિન ચલાવી સતત સફળતા હાંસલ કરી એક તરફ વિરોધીઓની બોલતી બંધ કરી છે તો બીજી તરફ અનેક માટે પ્રેરણારૂપ બન્યા છે.(૩૭.૩)

 

અમદાવાદ જીલ્લામાં પાણીની પૂરતી વ્યવસ્થાઃ તોમર

જીલ્લા પ્રભારી સચિવ સૂનયના તોમર-કલેકટર ડો. વિક્રાંત પાંડે દ્વારા ખાસ સમીક્ષા બેઠક

અમદાવાદમાં જીલ્લામાં પીવાના પાણી અંગે માહિતી આપતા પ્રભારી સચિવ સૂનયના તોમરે-જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે નજરે પડે છે

રાજકોટ, તા. ૧૦ :. અમદાવાદમા જીલ્લામાં પીવાના પાણીની પુરતી વ્યવસ્થા છે અને હાલના સમયમાં જીલ્લાના એક પણ ગામમાં પાણીની ટેન્કરની જરૂરત નથી તેમ જીલ્લાના અધિકારીઓ સાથેની બેઠક બાદ પ્રભારી સચિવ શ્રી સૂનયના તોમરે જણાવ્યુ હતું.

તેમણે ઉમેર્યુ હતુ કે ધંધુકા, રંગપુર, લાલસર આ ત્રણેય ગામમાં પાણીની પુરતી વ્યવસ્થા છે. બેઠકમાં જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે તથા અન્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જીલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડેએ ઉમેર્યુ હતું કે, મે ના અંત સુધીમાં પાણીની જરૂર પડશે તો ટેન્કરો દોડાવાશે. જીલ્લામાં જળ અભિયાન અંતર્ગત ૪૫૦થી કામોનું આયોજન છે. જેમાંથી ૩૯ પુરા કરી લેવાયા છે, ૧૬૭ ચાલી રહ્યા છે. જીલ્લામાં ૬ ઘાસ ડેપો બનાવાયા છે. જેમાં આજ સુધી ૭૪૪ લાખ ટન ઘાસ અપાયુ છે.(૨-૭)

 

અગાઉ પકડાયેલા શખ્સોનો વધુ એક ગુનો ખુલ્યોઃ પંચાયત ચોકમાં  ૪૫ હજારની માળાની ઝોંટ મારી'તી

મારવાડી કોલેજના છાત્રને 'તારું એકટીવા અડી ગયું છે' કહી ચિલઝડપ કરી'તી

રાજકોટ તા. ૧૦: પોલીસે અગાઉ પકડેલા ચિલઝડપકારનો વધુ એક ગુનો સામે આવ્યો છે. યુનિવર્સિટી રોડ પર મારવાડી કોલેજના છાત્ર પટેલ યુવાનને 'તારું એકટીવા અમારા બાઇકને અડી ગયું છે' કહી બાઇક પર આવેલા બે શખ્સે અટકાવી ગળામાંથી ૪૫ હજારની સોનાની રૂદ્રાક્ષવાળી માળાની ઝોંટ મારી લેતાં અને ભાગી જતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. છાત્રોને ડરાવી ધમકાવી પૈસા-દાગીના પડાવતી ટોળકી પૈકીના બે શખ્સોની આ ગુનામાં સંડોવણી હોઇ પોલીસે તે અંગે તપાસ હાથ ધરી છે.

બનાવ અંગે પોલીસે યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક જલારામ-૪ દ્વારકાધીશ કોમ્પલેક્ષ બીજા માળે બી-૧માં રહેતાં અને મારવાડી કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયર તરીકે અભ્યાસ કરતાં હિત હરસુખભાઇ રતનપરા (પટેલ) (ઉ.૧૯)ની ફરિયાદ પરથી બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૫૬,૩૭૯, ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે.

હિતના કહેવા મુજબ હું તા. ૬-૪ના સાંજે સવા સાતેક વાગ્યે મારા મિત્ર કુશ પટેલ સાથે રેસકોર્ષ વોકિંગ કરવા ગયો હતો. ત્યાંથી એકટીવા પર હું એકલો પરત ઘરે આવતો હતો ત્યારે યુનિવર્સિટી રોડ ચંદારાણા ટાવર્સ પાસે પહોંચતા મારી બાજુમાં એક બાઇક આવ્યું હતું. જેમાં બે શખ્સ હતાં. તેમજ નંબર પ્લેટ નહોતી. ચાલકે પીળા કલરનો શર્ટ અને જીન્સ પહેર્યા હતાં. જ્યારે પાછળ બેઠેલા શખ્સે આખી બાંહનું ટી-શર્ટ અને જન્સ પહેર્યા હતાં. તેણે નજીક આવ્યા બાદ કહ્યું હતું કે 'તારું એકટીવા અમારી સાથે અડી ગયું છે'...હું તેને કંઇ કહું એ પહેલા જ ચાલકે મારા ગળા પર ઝોંટ મારી રૂદ્રાક્ષની માળા દોઢ તોલાની રૂ. ૪૫ હજારની ઝોંટ મારી ખેંચી લીધી હતી અને બંને ભાગી ગયા હતાં.

મેં ઘરે પહોંચી મારા પિતાને વાત કરી હતી. હું પરિક્ષા આપવા માટે પિતા સાથે રાજુલા ગયો હોઇ જેથી જે તે વખતે ફરિયાદ નોંધાવી નહોતી. હવે ફરિયાદ નોંધાવી છે.  યુનિવર્સિટીના પીએસઆઇ જે .એન. ચાવડાએ હિતની ફરિયાદ નોંધી છે. આગળની તપાસ પંચાયત ચોકીના હેડકોન્સ. એસ.એસ. ગોસાઇએ હાથ ધરી છે. (૧૪.૬)

 

વોકહાર્ટ હોસ્પિટલ પાછળથી મયુર સોની દારૂ સાથે પકડાયો

ગાંધીગ્રામ પોલીસે પાંચ બોટલ સાથે પકડ્યો

રાજકોટ તા. ૧૦: ગાંધીગ્રામ પોલીસે કોટેચા ચોકથી યુનિવસ્ર્ટિી રોડ પર વોકહાર્ટ હોસ્પિટલ પાછળથી એકસેસ ટુવ્હીલર નં. જીજે૩એચબી-૨૬૪૨માં દારૂની પાંચ બોટલ સાથે નીકળેલા ગાયત્રીનગર-૩/૭ના ખુણે રહેતાં મયુર નરેશભાઇ વૈઠા (સોની) (ઉ.૨૭)ને પકડી લઇ બોટલો તથા વાહન મળી રૂ. ૨૪ હજારના મુદ્દામાલ  સાથે પકડી લીધો છે.

પી.આઇ. વી.વી. ઓડેદરાની રાહબરીમાં એએસઆઇ એમ. વી. લુવા, કોન્સ. દિવ્યરાજસ્િંહ જાડેજા, ટ્રાફિક બ્રિગેડ વિમલસિંહ પરમાર પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમી પરથી વોચ રાખી આ શખ્સને પકડી લેવાયો હતો. આ શખ્સ ઇમિટેશનનું કામ કરે છે. દારૂ કયાંથી લાવ્યો? તે અંગે વિશેષ પુછતાછ થઇ રહી છે. (૧૪.૬)

 

અકસ્માતમાં પુત્રને ગુમાવનાર માતા-પિતા અને પત્નિ બાળકોને ૩૮ લાખ ૮૨ હજારનો કલેઇમ ચુકવવા હુકમ

માતા-પિતાને અલગથી મળેલ ૧૧ લાખ ૫૦ હજાર મૃતકની વિધવા પુત્રવધુ અને તેના બાળકોને આપી  દઇને ઉમદા ઉદાહરણ પુરૂ પાડ્યુઃ વિમા કંપનીએ લાખોની રકમ વ્યાજ-ખર્ચ સાથે ચુકવવી પડશે

રાજકોટ તા.૧૦: રૂ.૩૮,૮૨,૩૦૦ અંકે રૂપિયા આડત્રીસ લાખ બયાસી હજાર ત્રણસોનું એ.ડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજશ્રી અને મોટર એકસીડન્ટ કલેઇમ ટ્રીબ્યુનલ જજશ્રી ટી.એસ.બ્રહ્મભટ્ટે ચુકાદો આપી યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યું. કાું.લી.રાજકોટ તથા આઇ.સી.આઇ.સી.આઇ. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યું.કાું.રાજકોટ સામે વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

આ બનાવ અંગેની વિગત છે કે તા.૬-૮-૨૦૧૬ના રોજ રોજ ગુજરનાર મોહંમદ રફીક ઇસ્માઇલ ઉવ.આ. ૨૯, ભરૂચ જીલ્લાના રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં રોડનું કામ કાજ હતું અને કોન્ટ્રાકટર કામ રાખતા હતા અને કામનું સુપરવીઝન પણ કરતા હતા અને રાહદારી તરીકે રસ્તાની તદન ડાબી બાજુએ ઉભા હતા. તે દરમ્યાન ટ્રક નં. GJ-16W-8778 તથા ટ્રક નં. GJ-16X-7949 દ્વારા એકસીડન્ટ થયેલ હતું. જેમાં રાહદારીનું મૃત્યુ થયેલ હતું. બન્ને ટ્રકોના ડ્રાઇવરોએ બેદરકારી પુરઝડપે ગફલતભરી રીતે ચલાવીને રસ્તામાં ઉભેલા રાહદારીને એકસ્માત કરતા ભરૂચ પોલીસ સ્ટેશનમાં ગુન્હાથી વાહન ડ્રાઇવર સામે ફોજદારી ફરીયાદ દાખલ કરવામાં આવેલ હતી.

ગુજરનારનું પી.એમ.ભરૂચ સરકારી હોસ્પિટલમાં કરવામાં આવેલ હતું અને ગુજરનારના પત્ની મહેસુસબેન મોહંમદ રફીકભાઇ બબ્બર બાળકો તથા માતા પિતા વિગેરેએ રાજકોટના એમ.એસ.સી.ટી. કોર્ટમાં વળતરનો દાવો દાખલ કરેલ હતો.

આ કલેઇમ કેસ રાજકોટ કોર્ટમાં ચાલી જતા ખુબજ ટુંકા ગાળામાં કોર્ટે ગુજરનાર ઉમર, આવક વિગેરે દસ્તાવેજો વિગેરે ધ્યાનમાં લેતા એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ એમ.એ.સી.ટી.કોર્ટના જસ્ટીસ શ્રી ટી.એસ.બ્રહ્મભટ્ટે આ કલેઇમ કેસમાં યુનાઇટેડ ઇન્ડીયા ઇન્સ્યું.કાું. રાજકોટ  તથા આઇ.સી.આઇ.સી.આઇ. લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યું.કાું. રાજકોટ સામે રૂ.૩૮,૮૨,૩૦૦નું વ્યાજ ખર્ચ સહીત હુકમ નામું કરી આપેલ છે.

આ કામે ગુજરનારના પત્ની રાજકોટમાં અલગ રહેતા હતા ગુજ.ના માતા પિતા પણ અલગ રહેતા હતા. ગુજ.ના માતા પિતાનો કોર્ટ રૂ.૧૧,૫૦,૦૦૦ આપેલ હતા. તે રકમ તેઓએ ગુજરનારના પત્ની તથા બાળકોને તમામ રકમ આપી દઇને ઉમદા ઉદાહરણ પુરૂ પાડેલ છે પોતે કોઇ જાતની વળતરની રકમ લીધેલ નથી. માતા પિતા સાધારણ ગરીબ માણસ છે. તેમના આ નિર્ણયને વકીલોએ આવકાર્યો હતો.

 આ કલેઇમ કેસમાં રાજકોટના કલેઇમના એસોસીએટેડ વકીલશ્રી એ.જી.મોદન,એફ.એ.મોદન તથા એન.એ.મોદન રોકાયેલ હતા.(૧.૩)   

 

સુરેન્દ્રનગરના વિપ્ર યુવાનને પોલીસે માર મારતા  મોત : લાશનું રાજકોટ ખાતે થયેલ પી.એમ.

વઢવાણ, તા. ૧૦ : સુરેન્દ્રનગરના વિપ્ર યુવકને ચીટીંગ બાબતે મળેલ અરજીના સંદર્ભમાં બી-ડીવીઝન પોલીસે બુધવારે મોડી સાંજે ઉઠાવી લાવી હતી. ત્યારબાદ પોલીસે ગુરૂવારે સવારે વિપ્ર યુવકને કોઇ અગમ્ય કારણોસર સરકારી ગાંધી હોસ્પિટલે ખસેડયો હતો. જયાં સારવાર કારગત ન નિવડતા મોત નિપજયાનું ખૂલવા પામ્યું છે.

આ લાશને આજે સવારે પી.એમ. માટે રાજકોટ ખસેડવામાં આવી છે.

સુરેન્દ્રનગરના વિપ્ર યુવક કશ્યપ હિમાંશુભાઇ રાવલ (ઉ.વી.આ. ૩૮) (રે. સુરેન્દ્રનગર)ની વિરૂદ્ધમાં બે દિવસ પૂર્વે ચીટીંગ સંદર્ભે બી-ડીવીઝન પોલીસને અરજી મળી હતી. આથી ડીવાયએસપી એ.બી. વાળંદની સૂચના બાદ મોબાઇલ લોકેશનના આધારે બુધવારે કશ્યપ રાવલને ઝડપી લીધો હતો. બી-ડીવીઝન પોલીસ મથકમાં ગુરૂવારે સવારે તબીયત લથડયાનું જણાવતા પોલીસે ગાંધી હોસ્પિટલે સારવાર માટે ખસેડયો હતો, પરંતુ સારવાર કારગત ન નિવડતા વિપ્ર યુવક કશ્યપ રાવલનું શંકાસ્પદ મોત નિપજયાના બનાવથી દોડધામ મચી જવા પામી હતી.

બનાવના પગલે મૃતક યુવકના પરિવારજનો, બ્રહ્મસમાજના આગેવાનો વિરેન્દ્રભાઇ આચાર્ય, કશ્યપ શુકલ અને ભાસ્કરભાઇ દવે સહિતનાઓ હોસ્પિટલે દોડી ગયા હતા. યુવકને પોલીસે માર મારતા યુવકનું મોત નિપજયાનો મૃતક યુવકના દાદા મનહરભાઇ રાવલ અને પિતા હિમાંશુભાઇ રાવલે આક્ષેપો કરતા સનસન્નાટી મચી જવા પામી છે. તેમજ મરણજનાર યુવકના બરડામાં લોહી જામી જવાના નિશાનો જોવા મળ્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. ત્યારબાદ બ્રહ્મ સમાજના આગેવાનોએ પેનલ પી.એમ. કરાવવાનો આગ્રહ રાખતા મૃતક યુવકની લાશને રાજકોટ પી.એમ. અર્થે લાવવામાં આવી હતી.

પોલીસના મારથી કસ્ટડીયન ડેથ થયાના સમાચારના પગલે બ્રહ્મ સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. આ બનાવના પગલે વઢવાણ મામલતદારે હોસ્પિટલે દોડી જઇ ઇનકેસ કાર્યવાહી આટોપી હતી. (૮.૧૧)

 

ખાતર કૌભાંડ બાદ ખાતરનું વેચાણ બંધ કરી દેવાયું

જેતપુર, જૂનાગઢ, વિસાવદર, અમરેલી સહિતના ખાતરના ડેપોમાં ઓછું વજનવાળા બાચકાનું વેચાણ કરાયા બાદ તાત્કાલીક નિર્ણય

રાજકોટ, તા. ૧૦ :. ટેકાના ભાવે મગફળીની ખરીદી બાદ તેમા કૌભાંડ ખુલ્યા બાદ તુવેર દાળમાં પણ કૌભાંડ ખુલ્યાની ઘટના સર્જાયા બાદ ગઈકાલે જીએસએફસીના ડીએપી ખાતરમાં વજનનું કૌભાંડ ખુલ્યા બાદ દેકારો મચી ગયો છે. ખેડૂતોને ખાતરમાં ઓછુ વજન હોવાનું ખુલ્યા બાદ સૌરાષ્ટ્રમાં ખાતરના ડેપો દ્વારા ઓછા વજનવાળી ખાતરની બોરીઓનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યુ છે.

જેતપુરના પ્રતિનિધિ કેતન ઓઝાના અહેવાલમાં જણાવાયુ છે કે, આ કૌભાંડ ખુલ્યા બાદ જેતપુરમાં આજે સવારથી ખાતરનું વેચાણ બંધ કરી દેવામાં આવ્યુ છે.

દરમિયાન જીએસએફસી દ્વારા જણાવાયુ છે કે, ખાતરની બોરીઓ ઉપર લખેલ વજન કરતા ઓછા વજનવાળી બોરીઓ જે ખેડૂતો લઈ ગયા છે તેઓને ખાતર બદલાવી અપાશે અને પુરતા પ્રમાણમાં વજનવાળી બોરીઓ આપવામાં આવશે.

દરમિયાન ખંભાળિયાના કોંગ્રેસના અગ્રણી પાલભાઈ આંબલીયાએ જણાવ્યુ હતુ કે, ખાતરની બોરીઓમાં ૨૦૦થી ૪૦૦ ગ્રામ જેટલુ વજન ઓછુ નિકળતા સરકારી સબસીડી લઈને ખાતરની ખરીદી કરનાર ખેડૂતો દુઃખી થયા છે. તોલમાપના કાયદા મુજબ જીએસએફસી સામે કાર્યવાહી કરવી જોઈએ અને આવુ કૌભાંડ કરનારા સામે પગલા ભરવા જોઈએ.  રાજ્યના કૃષિમંત્રી આર.સી. ફળદુએ પણ ખાતર પ્રકરણમાં તપાસના આદેશો આપીને વહેલી તકે તપાસ કરી તેનો રીપોર્ટ સોંપવા આદેશ કર્યો છે.

 

વિદેશી દારૂના ગુનામાં છ વર્ષથી ફરાર ભીખુ ટાકોદરા ઝડપાયો

વાંકાનેર પોલીસે જામનગરના શખ્સને દબોચ્યો

મોરબી, તા.૧૦: છેલ્લા છ વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા જામનગરના આરોપી ભીખુ ટાંકોદરાની વાંકાનેર પોલીસે ધરપકડ કરી છે.

આ અંગેની વિગત મુજબ પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાની સૂચના હેઠળ અને નાયબ પોલીસ અધિક્ષક બનો જોષીના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સૂચના આપવામાં આવી હતી.

દરમ્યાન પોલીસે બાતમીના આધારે આરોપી ભીખુભાઈ ગોરધનભાઈ ટાકોદરા( રહેવાસી જામનગર) ની ધરપકડ કરી હતી. આરોપીની કાર (કાર નંબર ઞ્થ્ ૦૩ ખ્ગ્ ૯૦૦૭) માંથી બનાવટી ઈંગ્લીશ દારૂની અલગ-અલગ કુલ ૮૮૬ બોટલ જેની કિંમત ૫૫૮૦૦ ની મળી આવી હતી. જેથી પોલીસે તમામ જથ્થો જપ્ત કરી તપાસ હાથ ધરી હતી.

પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે આ દારૂનો જથ્થો રામદાસ ભીખુદાન ગઢવી પાસેથી લાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે રામદાસ ભીખુદાન નામનો આરોપી છેલ્લા દ્યણા સમયથી નાસતો ફરતો હતો અને બાતમી મળી હતી કે આ નાસ્તો ફરતો આરોપી રામદાન પ્રભુદાન ગઢવી રાજકોટ મધ્યસ્થ જેલમાં પાસાના કામેથી મુકત થવાનો હતો. જેથી પોલીસે વોચ ગોઠવી નાસતા-ફરતા આરોપી રામદાન પ્રભુદાન ગઢવીને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન લઈ પૂછપરછ શરૂ કરી હતી આરોપીના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી.(૨૩.૧૦)

 

ટંકારા પંથકના બાબુ ડોન અને તેના સાગ્રીતોએ મોરબીના જીવણ ભરવાડનું કારમાં અપહરણ કરી ખૂની હુમલો કર્યો

ઇજાગ્રસ્ત જીવણ ભરવાડના લતા પાસે અગાઉ બાબુએ પડાવેલ રૂ.૧.૨ કરોડ કોર્ટમાંથી મળી જાય તે માટે પોતાના તરફી જુબાની અપાવવા અપહરણ કરી હુમલો કર્યોઃ ૪ સામે ફરીયાદ

મોરબી તા.૧૦: મોરબીના વાવડી રોડ પર આવેલ કારીયા સોસાયટીમાં રહેતા જીવણભાઇ દુધાભાઇ મેવાડા-ભરવાડ (ઉ.વ.૨૪)એ ટંકારા તાલુકાના જબલપુર ગામે રહેતા બાબુ ઉર્ફે બાબુડોન હિરાભાઇ ઝાપડ ભરવાડ, બાબુની સાથે રહેતા સુનિલ અમદાવાદી, મોહનભાઇ દલિત તેમજ એક અજાણ્યા કુલ મળી ચાર આરોપીઓ સામે પોતાનું અપહરણ કરી જીવલેણ હુમલો કરી, પોતાને તેમજ પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ફરિયાદ ટંકારા પોલીસ મથકે નોંધાવી છે.

જાણવા મળતી વિગત મુજબ ફરિયાદી જીવણ ભરવાડના પિતા પાસેથી બાબુડોન સહિતનાઓએ પેનકેન પ્રકારે રૂ.૧.૨ કરોડ પડાવી લીધા હતા. આ બાબતે ફરિયાદ બાદ સમગ્ર મામલો ઉજાગર થયો હતો. અને પોલીસ કાર્યવાહી બાદ કોર્ટમાં ચાલી રહ્યો છે. અને પૈસા કોર્ટમાં જમા છઠે દરમિયાનમાં ગઇકાલે ફરિયાદી જીવણ ભરવાડ રાજકોટ જઇ રહ્યા હતા ત્યારે બાબુડોન સહિતના કુલ ચાર આરોપીઓ વેગનઆર કારમાં આવ્યા હતા અને ફરિયાદીને આંતરીકારમાં તેનું અપહરણ કરી ગયા હતા. અને બાબુડોને ફરિયાદી પાસે ડીમાડ કરી હતી કે જે તારા પિતાએ મારા પર કેસ કર્યો છે તેના બાબતના રૂ.૧.૨ કરોડ હાલમાં કોર્ટની તિજોરીમાં પડ્યા છે. તે રૂ.મને મળી જાય તે બાબતની મારે કોર્ટમાં જુબાની આપી સહમતિ આપવાની છે. આ બાબતે ફરિયાદીએ આના કાનીકરતા વેગન આર ટકારા-લતીપર રોડ પર આવેલ ધરતી ટ્રાવેલ્સની ઓફીસ પાસે રોકી હતી અને કાર નીચે ઉતરી ચારેય આરોપીઓ લોખંડના મારી નાખવાના ઇરાદે પાઇપ સાથે આરોપી પર હુમલો કર્યો હતો.

ફરિયાદીએ સ્વબચાવમાં પોતાનો જમણો હાથ આગળ ધરતા, તેમાં પાઇપ ફટકારતા ફરિયાદીને હાથના ભાગે ફેકચર જેવી ઇજા થઇ હતી. બાદમાં ચારેય આરોપીઓએ મારીનાખવાના ઇરાદે ફરિયાદીના બન્ને પગ પર લોખંડના પાઇપના ઉપરાછાપરી આડેધડ ઘા ઝીંકતા ફરિના બન્ને પગે ફેકચરની ઇજાઓ થઇ હતી. અને જો ફરિયાદી પોતાના કહ્યા મુજબ કોર્ટતિજોરીમાં પડેલ રૂ.૧.૨ કરોડ જો આરોપી બાબુડોનને નહીં અપાવે તો ફરિયાદીના આખા પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ટંકારા પોલીસે અપહરણ જીવલેણ હુમલા સહિતની કલમો લગાતી આગળની તપાસ આદરી છે.(૧.૫) 

 

લાંચ કેસમાં ગોંડલના સેલટેક્ષ કમિશ્નરને ત્રણ વર્ષની સજા

જીનીંગ ફેકટરીના ટીન નંબર મેળવવા રૂ. પ૦ હજારની લાંચ માંગી હતીઃ બાદમાં ર૦ હજાર લેતા એ.સી.બી.ના છટકામાં સેલટેક્ષ કમિશ્નર મહેશદાન ગઢવી ઝડપાઇ ગયા હતાઃ સરકાર પક્ષનો કેસ સાબીત થતાં કોર્ટે સજા ફટકારી

રાજકોટ તા. ૧૦ :.. લાંચના ગુનામાં સેલ-ટેક્ષ કમીશ્નરને ત્રણ વર્ષની સજા ગોંડલની સેશન્સ અદાલતે ફરમાવી હતી.

આ કેસની ટૂંકી હકિકત એવી છે કે, તા. ૧૮-૧ર-ર૦૦૮ ના અરસામાં ગોંડલમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતાં એડવોકેટ હીતેશ ગોવિંદભાઇ સાવલીયાએ પોતાના અશીલ એટલે કે ગોંડલમાં આવેલ વ્હાઇટ ગોલ જીનીંગ ફેકટરીના ટીન નંબર મેળવવા માટે ગોંડલની અંદર આવેલ સહાયક વાણીજયક વેરા કમીશ્નરશ્રી તરીકેની ફરજ બજાવતા મહેશદાન નટવરદાન ગઢવી પાસે ટીન નંબર મેળવવા માટે અરજી કરેલ હતી અને મહેશનદાન નટવરદાન ગઢવીએ ફરીયાદી હીતેશભાઇને કહેલ કે તમારે ટીન નંબર મેળવવા માટે વધુ દસ્તાવેજી પુરાવા રજૂ કરવા પડશે અને જો વધુ દસ્તાવેજી પુરાવા રજૂ ન કરવા હોય તો તમારે મોટી રકમની જામીનગીરી આપવી પડશે જેથી ફરીયાદીએ એવું કહેલ કે મોટી રકમની જામીનગીરી આપવાની હોતી નથી જેથી કમીશ્નર ગઢવી એ કહેલ કે જો જામીનગીરી રજુ ન કરવી હોય તો વ્યવહાર કરવો પડશે સબબ ફરીયાદી પાસેથી કમીશ્નર ગઢવીએ જામીનગીરી રજૂ ન કરવી પડે તે હેતુસર લાંચ પેટે લાંચના વ્યવહારના રૂપિયા પ૦,૦૦૦ ની માંગણી કરેલ હતી જેથી ફરીયાદી હીતેશભાઇએ જણાવેલ કે મારે મારા અસીલ વ્હાઇટ ગોલ્ડ જીનીંગ ફેકટરીના માલીકોને લાંચ બાબતે વાત કરવી પડે.

ત્યારબાદ ફરીયાદી હીતેશભાઇ અને આ કામના આરોપી મહેશદાન ગઢવી વચ્ચે વાત થયેલ અને કમીશ્નર ગઢવીએ જણાવેલ કે વચ્ચેનો રસ્તો કાઢો અને વાતચીત ના અંતમાં છેલ્લે કમીશ્નર ગઢવીએ લાંચની રકમ પેટે રૂ. ર૦,૦૦૦ આપવા પડશે અને જણાવેલ કે જો મને  રૂ. ર૦,૦૦૦ નહીં આપવામાં આવે તો હું તમારી અરજી દફતરે કરી દઇશ સબબ પછી ફરીયાદી હીતેશભાઇએ લાંચ રૂશ્વત પોલીસ સ્ટેશન રાજકોટનો સંપર્ક કરેલ અને વેચાણ વેરા કમીશ્નર ગઢવી પાસે રૂ. ર૦,૦૦૦ ની લાંચ માંગણી અંગેની ફરીયાદ આપેલ હતી. જે ફરીયાદ અનુસંધાને લાંચ રૂશ્વતના અધિકારીઓ દ્વારા લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને તા. ૧૮-૧ર-૧૮ ના દિવસે હીતેશભાઇ પાસેથી રૂ. ર૦,૦૦૦ ની લાંચ લેતા વેચાણ વેરા કમીશ્નર મહેશદાન ગઢવીનાઓને રંગેહાથે પકડી પાડેલ અને પોલીસ દ્વારા ગોઠવવામાં આવેલ લાંચનું છટકુ સફળતાપૂર્વક પાર પડેલ અને સજા પામેલ આરોપી વિરૂધ્ધ લાંચ રૂશ્વત ધારા અંતર્ગત ૧૩ (૧) (ઘ) તથા ૧૩ (ર) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.

સદર ગંભીર બનાવનો ગુન્હો દાખલ થયા બાદ આ કામના આરોપી મહેશદાન ગઢવી સામે લાંચ રૂશ્વત ધારાના ગુનાહીત કૃત્ય અંગેનું ચાર્જશીટ કરવામાં આવેલ. સબબ ઉપરોકત કેસ સેશન્સ અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલ શ્રી ઘનશ્યામભાઇ કેશવજીભાઇ ડોબરીયા તેમજ જીલ્લા સરકારી વકીલ શ્રી એસ. કે. વોરા દ્વારા સરકારશ્રી તરફે દસ્તાવેજી પુરાવો રજૂ કરવામાં આવેલ અને ત્યારબાદ સરકારશ્રી તરફે ઉપરોકત બંને સરકારી વકીલ શ્રી દ્વારા સાહેદોને તપાસવામાં આવેલ. સબબ એડીશનલ સેશન્સ જજ શ્રી એમ. પી. પુરોહીતે આ કેસમાં ફરીયાદી તથા પંચની જૂબાની ને લક્ષમાં રાખી તથા રાજકોટ ખાતે ફરજ બજાવતા જીલ્લા સરકારી વકીલ શ્રી, શ્રી એસ. કે. વોરા અને ગોંડલ સેશન્સ અદાલત ખાતે ફરજ બજાવતા સરકારી વકીલ શ્રી ઘનશ્યામભાઇ કે. ડોબરીયાની દલીલો ધ્યાને લઇ લાંચ રૂશ્વત ધારાની કલમ ૧૩ (૧) (ઘ) તથા ૧૩ (ર) મુજબના ગંભીર ગુન્હામાં આરોપી મહેશદાન ગઢવીને તકસીરવાન ઠરાવી સેશન્સ જજ શ્રી એમ. પી. પુરોહીત શ્રી એમ. પી. પુરોહીતે શ્રીનાઓએત્રણ વર્ષની સજા ફરમાવવાનો હુકમ કરેલ છે.

આ કામમાં સરકાર તરફે જીલ્લા સરકારી વકીલ શ્રી એસ.કે. વોરા તથા સરકારી વકીલ શ્રી ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયેલા હતાં. (પ-૧૮)

 

સૌરાષ્ટ્ર-કચ્છમાં તાપમાન નીચુ ગયુ

પવન સાથે ગરમીમા સામાન્ય ઘટાડોઃ મિશ્ર હવામાન

રાજકોટ તા.૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમા મહતમ તાપમાનનો પારો નીચે ઉતરતા ગરમીમાં સામાન્ય રાહતનો અનુભવ થઇ રહ્યો છે.

પવન સાથે મિશ્ર વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે.

દક્ષિણ રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાત ઉપર અપર એર સાયકલોનિક સરકર્યુલેશનની સ્થિતિ બની રહી છે. જેના પરિણામ સ્વરૂપે તેની સીધી અસર જોવા મળી શકે છે. આગામી દિવસોમાં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદ પડવાની ચેતવણી સાથે સાથે ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની ચેતવણી પણ જારી થઇ છે.

સૌરાષ્ટ્ર-કચ્છ ખાસ કરીને રાજકોટ પોરબંદર, અમરેલી અને કચ્છમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. પાટણ,સાબરકાંઠામાં પણ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે વરસાદ પડવાની પૂર્ણ શકયતા રહેલી છે. આજે આંશિક વાદળાછાયા વાતાવરણ વચ્ચે તાપમાનનાં ઘટાડો થયો હતો. આજે પારો ૩૯.૮ ડિગ્રી રહ્યો હતો. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના કહેવા મુજબ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં હાલમાં કોઇ વધારે ફેરફારની સ્થિતિ જોવા મળશે  નહીં. હિટવેવને લઇને કોઇપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી.

જામનગર

જામનગરઃ શહેરનુ આજનું હવામાન ૩૪.૬ મહત્તમ,૨૪.૮ લઘુતમ ૭૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૩.૧ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

ભાવનગર

ભાવનગરઃ શહેરના મહતમ તાપમાનમા ઘટાડો થયો છે અને પારો ૩૫ ડિગ્રીએ પહોંચ્યો છે.(૧.૪)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પૂર્વ કલેકટર - કમિશનર જે.જી. હીંગરાજીયાનો જન્મદિન

રાજકોટઃ. મૂળ જામનગરના જામજોધપુર પંથકના વતની અને ૨૦૦૦ની બેચના આઈ.એ.એસ. કેડરના નિવૃત અધિકારી શ્રી જે.જી. હીંગરાજીયાનો જન્મ તા. ૧૦ મે ૧૯૫૪ના દિવસે થયેલ. આજે ૬૬માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં રાજકોટમાં નિવાસી નાયબ કલેકટર, પાટણ અને બનાસકાંઠામાં જિલ્લા કલેકટર, ગાંધીનગરમાં મ્યુનિસિપલ કમિશનર વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે. સરકારે નિવૃતિ પછી તેમને ઈન્ડેક્ષ બી-માં ઓ.એસ.ડી. અને લાઈવલીહુડ પ્રમોશન કંપનીમાં એમ.ડી. તરીકે નિમણૂક આપતા ત્યાં પણ તેમનું મહત્વનું યોગદાન રહ્યુ છે.

મો. ૯૮૨૫૨ ૧૪૮૮૨ - ગાંધીનગર

 

રાજકોટના અધિક કલેકટર પરિમલ પંડયાનો જન્મદિન

રાજકોટઃ. રાજકોટના નિવાસી અધિક કલેકટર શ્રી પરિમલ પંડયાનો જન્મ તા. ૧૦ મે ૧૯૬૯ના દિવસે થયેલ. આજે યશસ્વી જીવનનો વન પ્રવેશ કર્યો છે. તેઓ આણંદ જિલ્લાના પેટલાદના વતની છે.

શ્રી પી.બી. પંડયા ભૂતકાળમાં વીરમગામ (અમદાવાદ) અને ભાવનગરમાં પ્રાંત અધિકારી, અમરેલીમાં નિવાસી નાયબ કલેકટર, પાટણમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, ગિર સોમનાથ જિલ્લામાં નિવાસી અધિક કલેકટર, રૂડામાં મુખ્ય કારોબારી અધિકારી વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે.

ફોન નં. ૦૨૮૧-૨૪૭૬૩૭૪, મો. ૯૯૭૮૪ ૦૫૨૧૮ - રાજકોટ

 

ઝાલાવાડમાં નર્મદા કેનાલમાંથી પાણી ચોરી અટકાવવા તંત્ર સજ્જ

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે પાણી ચોરી રોકવા જાહેરનામુ બહાર પાડયું : પાણી ચોરો કે બગાડ કરનારાઓ સામે થશે શિક્ષાત્મક કાર્યવાહી

વઢવાણ, તા. ૧૦ : સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી નર્મદા કેનાલ અને પાઇપ લાઇનો દ્વારા સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ત્યારે હાલમાં ઉનાળા સિઝનમાં આકરા તાપમાન વચ્ચે લોકોને પીવાના પાણીની ભારે સમસ્યા સર્જાઇ રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના પણ છેવાડાના ગામો સુધી પુરૂ પાણી નહિં પહોંચવાના કારણે હાલ ભારે દેકારો બોલ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં પાણીની પાઇપ લાઇન સાથે પાણી માટે ચેડા કરનાર તત્વોની હવે ખેર નથી અને આ મામલામાં હાલમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ખાસ કરીને એક જાહેરનામુ બહાર પાડવા માટેની ફરજ પડેલ છે. ત્યારે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામુ જાહેર કરાયા બાદ પણ પાણી ચોરી કરતા તત્વો જો ન અટકે તો કાર્યવાહી કરી અને પોલીસ ફરીયાદ કરી ગુનો કર્યો હોવાની ફરીયાદ નોંધાવવામાં આવનાર હોવાનું જાહેરનામામાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્ર દ્વારા પાણી ચોરી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેમાં ખેતરો સુધી, ખેડુતો દ્વારા ગેરકાયદેસરના પંપો મૂકીને પાણી લઇ જવાય છે, પરંતુ હાલમાં જો આ રીતે જોવા મળશે કે ધ્યાન ઉપર આવશે તો તંત્ર દ્વારા ૭/૧રમાં નોંધ સહિત કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવવામાં આવેલ છે.

આ ઉપરાંત પસાર થતી પાણીની પાઇપલાઇન સાથે જો ચેડા કરેલા ધ્યાન ઉપર આવશે તો તેવા વ્યકિતઓ સામે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. આ અંગે પાણી પુરવઠા વિભાગના સુત્રો પાસેથી જાણવા મળી રહેલ વિગતો મુજબમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિભાગ લીમીટેડ સૌરાષ્ટ્ર બ્રાન્ચ કેનાલો આધારીત એન.સી. ર૬/ર૭/ પહોંચાડવા માટેની કામગીરી હાલમાં કાર્યરત છે.

આ પ્રોજેકટની પાઇપલાઇન સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થાય છે જે છેવાડા સુધી પૂરતા પ્રમાણમાં પાણી પીવાનું પહોંચતુ કરે છે. સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાંથી પસાર થતી પાણીની પાઇપ લાઇનના જથ્થાનું પાણી પીવા માટે ન્યાયીક રીતે સમાન ધોરણે વિતરણ કરવાનો ઉમદા હેતુથી લોકહિતને ધ્યાને રાખી પાણી ચોરી અટકાવવા બાબતે ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ જાહેર હિતમાં સુરેન્દ્રનગર જિલ્લા અધિક મેજીસ્ટ્રેટ એન.ડી. ઝાલાએ જાહેરનામુ બહાર પાડીને જીલ્લામાંથી પસાર થતી જી ડબલ્યુ આઇ.એલ. પ્રોજેકટ પીવાના પાણીની ટાંકીથી શરૂ થાય છે ત્યારે આ પીવાના પાણીની પાઇપ લાઇનમાંથી જો સંસ્થા કે ખાતેદાર બિનઅધિકૃત રીતે જો પાઇપલાઇન ઉપર લગાવેલ એર વાલ્વ સુઝ વાલ્વ, સ્કારવાલ્વ જીરોવેલોસીટી વાલ્વ સાથે ચેડા કરીને ખેતરોમાં જો પીયત કરવાની આ કામગીરી કરાવી અથવા પાઇપલાઇનો તોડીને પાણીની ચોરી કરવામાં આવે અથવા તો કોઇ વ્યકિત સંસ્થા કે ખાતેદારના ખેતરમાં આવેલ પાઇપ લાઇન તેમજ એર વાલ્વના સાથે ચેડા કરી ભૂર્ગભ પાઇપલાઇન નેટવર્ક મારફતે અન્ય ખેતરમાં ગેરકાયદેસર રીતે જો પીવાના પાણીની ચોરી કરીને બગાડ કરવામાં જો આવે તો કાર્યવાહી અને સજાની જોગવાઇ આ ઉપરાંત ખેત તલાવડી કરીને ઇલેકટ્રીક કે ડિઝલ મશીનરી મારફતે પણ જો ખેતરોમાં પીયત કરવાની કામગીરી કરવી નહીં પાણીનો દુરઉપયોગ કરનારા બગાડનારા-વેચાણ કરવા વાળા આ નિયમોનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે.(૮.પ)

 

સાઇકોલોજીક થ્રિલર ફિલ્મ માટે પરિણીતી ચોપડા જશે લંડન

અભિનેત્રી પરિણીત ચોપડા બે મહિના માટે ફિલ્મના શુટીંગ માટે ઇંગ્લેન્ડ જઇ રહી છે. તે હોલીવૂડ ફિલ્મ 'ધ ગર્લ ઓન ધ ટ્રેન'ની રિમેકમાં કામ કરી રહી છે. આ ફિલ્મના શુટીંગ માટે તે જુલાઇના મધ્યમાં ઇંગ્લેન્ડ જવા રવાના થશે. પરિણીતીએ કહ્યું હતું કે આ ફિલ્મમાં કામ મળતાં તે અત્યંત ઉત્સાહિત છે. આ પહેલા તેણે કદી આવો રોલ નિભાવ્યો નથી કે આવી સ્ક્રિપ્ટ કદી વાંચી નથી. તે કહે છે દર્શકોએ મને કદી પણ આવા રોલમાં જોઇ નહિ હોય. મારા બીજા પાત્રો કરતાં તદ્દન વિપરીત ભૂમિકા મળી છે. એક કલાકાર તરીકે કંઇક નવું કરવા માટે હું તત્પર હોઉ છું અને મને આવું કરવાની તક મળતાં હું ખુશ છું. નિર્દેશક રીભૂ દાસગુપ્તાની આ ફિલ્મનું પહેલા તબક્કાનું શુટીંગ લંડનમાં થશે. આ ફિલ્મ એક ત્યકતા મહિલા પર આધારીત છે જે એક લાપત્તા શખ્સની તપાસમાં ગુંચવાઇ જાય છે. સાઇકોલોજીકલ થ્રિલર ફિલ્મનું નિર્માણ રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ દ્વારા થઇ રહ્યું છે.

 

અભિનય સાથે અભ્યાસમાં  પણ અવ્વલ અશનૂર

ટીવી અભિનેત્રી અશનૂર કોૈર ટીવી સિરીયલ 'પટિયાલા બેબ્સ'માં મુખ્ય રોલ નિભાવી રહી છે. ગયા સોમવારે જ સીબીએસઇનું દસમા ધોરણનું રીઝલ્ટ જાહેર થયું હતું. જેમાં અશનૂરે ૯૩ પરસન્ટ સાથે પાસ થઇ પોતે અભિનયની સાથોસાથ ભણતરમાં પણ અવ્વલ હોવાનું સાબિત કર્યુ છે.

અશનૂર કાંદીવલીની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણે છે. અશનૂરે કહ્યું હતું કે મને ખબર જ હતી કે મારે નવું ટકા આવશે. પણ ૯૩ ટકા આવતાં હું વધુ ખુશ થઇ છું. હું પરિણામ જોવા ગઇ ત્યારે ખુબ ચિંતામાં હતી, મારી સાથે મારી મા પણ હતી. રિઝલ્ટ સામે આવતાં જ માની આંખમાંથી ખુશીના આંસુ છલકી આવ્યા હતાં. શુટીંગના સેટ પર પણ મને બધાએ શુભકામના પાઠવી હતી. 

 

તબ્બુ સાથે ફરીથી  ફિલ્મ કરવા સૈફ  અલી ખાન આતુર

બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન અને તબ્બુની જોડી વધુ એક વાર જોવા મળશે. આ બંનેએ વીસ વર્ષ અગાઉ તુ ચોર મૈં સિપાહીમાં અને હમ સાથ સાથ હૈ ફિલ્મમાં સાથે કામ કર્યુ હતું. સૈફ અને તબ્બુ હવે કોમેડી ફિલ્મ જવાની જાનેમનમાં સાથે દેખાશે. આ ફિલ્મમાં સૈફ પોતે સહનિર્માતા પણ છે. તબ્બુની અજય દેવગણ અને રકુલ પ્રિતસિંહ સાથેની ફિલ્મ દે દે પ્યાર દે આ મહિને જ રિલીઝ થવાની છે. તબ્બુ સાથે વર્ષો પછી ફરીથી સાથે ફિલ્મ મળતાં સૈફ અલી ખાને ખુશી વ્યકત કરી હતી. તેણે કહ્યું હતું કે તબ્બુ જોરદાર અભિનેત્રી છે. તેનો રોલ આ ફિલ્મમાં ખુબ મજેદાર છે. જવાની જાનેમન ફિલ્મથી પૂજા બેદીની પુત્રી આલિયા ફર્નિચરવાલા બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. ફિલ્મનું પહેલા તબક્કાનું ૪૫ દિવસનું શુટીંગ આવતા મહિને લંડનમાં શરૂ થશે. નિતિન કક્કડ નિર્દેશક છે.

 

ટાઇગર-તારા-અનન્યાની  'સ્ટુડન્ટ ઓફ ધ યર-૨' રિલીઝ

નિર્માતા કરણ જોહર, હિરૂ યશ જોહર, અપૂર્વ મહેતા અને ફોકસ સ્ટાર સ્ટુડિયોઝ તથા નિર્દેશક પુનિત મલ્હોત્રાની ફિલ્મ 'સ્ટુડન્ટ ઓફ ધ યર-૨' આજથી રિલીઝ થઇ છે. ફિલ્મનું લેખન અર્શદ સૈયદે કર્યુ છે. સંગીત વિશાલ શેખર તથા સલિમ-સુલેમાનનું છે. ધર્મા પ્રોડકશનની આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ, તારા સુતારીયા અને અનન્યા પાંડે અનુક્રમે રોહન સેહગલ, મૃદુલા અને શ્રેયાના રોલમાં છે. આ ઉપરાંત ફરીદા જલાલ, આદિત્ય સીલ, સમીર સોની, અભિષેક બજાજ, મનોજ પાહવા, હર્ષ બેનીવાલની મુખ્ય ભૂમિકા છે. આલિયા ભટ્ટ, વિલ સ્મિથ પણ ખાસ ગીતમાં જોવા મળશે. ૨૦૧૨માં આવેલી સ્ટુડન્ટ ઓફ ધ યરની આ સિકવલ છે. તે વખતે કરણ જોહરે આલિયા ભટ્ટ, સિધ્ધાર્થ મલ્હોત્રા અને વરૂણ ધવનને લોન્ચ કર્યા હતાં. જે ત્રણેય આજે બોલીવૂડમાં નામના મેળવી ચુકયા છે.

આ ફિલ્મમાં યે જવાની હૈ દિવાની ગીતનું રિમિકસ વર્ઝન છે. ૧૯૭૨માં આવેલી જવાની દિવાની ફિલ્મનું આ ગીત છે. ફિલ્મમાં છ ગીતો છે. જે વિશાલ ડડલાણી, પાયલ દેવ, નેહા કક્કડ, દેવ નેગી, શેખર રવજાની, સનમ પુરી, નીતી મોહન, અરિજીત સિંઘે સ્વર આપ્યો છે. તારા સુતારીયા અને અનન્યા પાંડે આ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. ફિલ્મના ટ્રેલરે જમાવટ કરી હતી. હવે ફિલ્મ કેવી સફળ નિવડે છે તે બે દિવસમાં ખબર પડી જશે. 

 

 

બોલીવુડની અભિનેત્રી જેવા આ મહિલા  અધિકારી સોશ્યલ મીડિયામાં ધૂમ મચાવે છે

PWDમાં કાર્યરત અધિકારીની સુંદરતા ચર્ચામાં

નવી દિલ્હી તા. ૧૦ : હાલ લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. કુલ ૭ તબક્કામાં મતદાન પ્રક્રિયા યોજાઈ રહી છે. લોકસાહીના પર્વ સમાન આ ચૂંટણીમાં લાખોની સંખ્યામાં પોલીસકર્મીઓ અને ચૂંટણીકર્મીઓ શામેલ થયા છે. ચૂંટણીકર્મીઓ મતદાન અગાઉ મતદાન મથકે ઈવીએમ મસીન નિર્ધારીત સ્થળેથી લઈ જાય છે અને મતદાન પ્રક્રિયા બાદ તેને જમા કરાવે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ એક ચૂંટણી અધિકારી ચર્ચાનો વિષય બન્યા છે.

આ મહિલા અધિકારી પીડબલ્યૂડી વિભાગમાં કાર્યરત છે. તેઓ બંને હાથમાં ઈવીએમ મસીન લઈને જઈ રહ્યાં છે. તેઓ પીળા રંગની સાડી, ચહેરા પર કાળા રંગના ગોગલ્સ, ખુલા રેશમી વાળ અને હાઈ હીલ પહેરીને જઈ રહ્યાં છે. તેમના ગળામાં આઈકાર્ડ છે. મધ્યમ કદનો બાંધો ધરાવતા આ મહિલા અધિકારીની સુંદરતા ખરેખર કોઈ બોલીવુડ અભિનેત્રીને શરમાવે તેવી છે.

આ અધિકારીના ફોટા સોશિયલ મીડિયામાં ભારે ધુમ મચાવી રહ્યાં છે. આ ફોટા ૬ મે એ યોજાયેલા પાંચમા તબક્કાના ચૂંટણી મતદાનના એક દિવસ પહેલાના એટલે કે ૫ તારીખના છે. આ મહિલા અધિકારી રીતસરના સોશિયલ મીડિયામાં છવાઈ ગયાં છે. તેમના આ ફોટો એક ફોટો જર્નાલિસ્ટે ખેંચ્યા છે. આ તસવીરો લખનૌની હોવાનો અંદાજ છે.(૨૧.૩)

 

કાશી વિશ્વનાથ કોરિડોરથી જ્ઞાનવાપી મસ્જીદને લઇને શા માટે ચિંતામાં છે કાશીનાં મુસ્લિમો

બાબરી મસ્જીદ જેવી ઘટનાની દહેશત

વારાણસી તા. ૧૦ : કાશી વિશ્વનાથ મંદિરથી લઈને ગંગા નદીના તટ સુધી બનનારા કોરિડોરથી એક તરફ વારાણસીના લોકો એ વાતથી ખુશ છે કે આનાથી ગંદકી ખત્મ થશે અને મંદિર જનારા લોકોને ફાયદો થશે. જયારે બીજી તરફ શહેરના મુસ્લિમોની વાત કરીએ તો તેમને મંદિરની બાજુમાં આવેલી જ્ઞાનવાપી મસ્જિદને લઈને ચિંતા સતાવી રહી છે. વાત છે ૨૫ ઓકટોબર,૨૦૧૮ના એજાઝ મહોમ્મદ ઈસ્લાહી રાત્રે ૧૦ કલાકે જેવા મસ્જિદથી પરત ફર્યા કે તરત તેમને કોઈનો ફોન આવ્યો. ફોન રિસીવ કરતા જ સામેની તરફથી અવાજ આવ્યો કે, 'મસ્જિદમાં જે ચબૂતરો છે તે તોડી પાડવામાં આવી રહ્યો છે.'

ઈસ્લાહી તરત જ પાછા મસ્જિદ પહોંચ્યા હતા , જયાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જમા થઈ હતી. જેમાંથી મોટા ભાગના મુસ્લિમ હતા. મંદિરના ગેટ નંબર ૪દ્ગક પાસે બનેલી જ્ઞાનવાપી મસ્જિદનો ચબૂતરો કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરના નિર્માણ માટે તોડી પાડવામાં આવી રહ્યો હતો. ૧૭મી સદીની આ મસ્જિદની દેખરેખ રાખતા ૩૦ વર્ષીય ઈસ્લાહીએ જણાવ્યું કે તે સમયે ભીડનો ગુસ્સો જોઈને ચબૂતરાને તોડવાનું કામ બંધ કરાયું હતું અને જિલ્લા પ્રશાસને ફરી એકવાર તેને બનાવી દીધો હતો. જો કે તેને લઈને હજુ સુધી મુસ્લિમોની ચિંતા ખત્મ થઈ નથી. આ મસ્જિદ સુન્ની વકફ બોર્ડની સંપત્તિ છે.

જ્ઞાનવાપી મસ્જિદની એડમિનિસ્ટ્રેટિવ કમિટીના સભ્ય અને અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ (વારાણસી)ના જોઈન્ટ સેક્રેટરી એસ.એમ. યાસીને કહ્યું કે, 'બાબરી મસ્જિદ જેવી જ સ્થિતિ જ્ઞાનવાપી મસ્જિદની પણ થઈ શકે છે.' તેમણે કહ્યું કે, 'મને હજુ પણ તે નારો યાદ છે, જે ૧૯૯૨માં બાબરી મસ્જિદ તોડી પાડ્યા બાદ કાર સેવકોએ લગાવ્યા હતા. તે નારો હતો, અયોધ્યા તો માત્ર એક ઝલક છે, કાશી-મથુરા તો હજુ બાકી છે.'

જો કે જિલ્લા પ્રશાસનનું કહેવું છે કે આ રીતે ડરની વાત નિરાધાર છે. વારાણસીના જિલ્લાધિકારી સુરેન્દ્ર સિંહે કહ્યું કે, 'બેરિકેડ્સની પાછળ મસ્જિદ પૂરી રીતે સુરક્ષિત છે. આગળ પણ સુરક્ષિત રહેશે અને તેને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય.' જો કે તેમણે તેમ પણ કહ્યું કે જે ચબૂતરાને લઈને સવાલ ઉઠાવવામાં આવ્યો છે તે મસ્જિદ પરિસરનો ભાગ નથી. સુન્ની વકફ બોર્ડના કબ્જામાં છે, પરંતુ ધાર્મિક સ્થાન નથી.

તો પછી એવું કયુ કારણ છે કે કાશી વિશ્વનાથ પ્રોજેકટને લઈને મુસ્લિમ સમુદાયના કેટલાક લોકોને આશંકા છે. તેનો જવાબ એ છે કે તેમને મંદિર અને મસ્જિદ તરફ જનારી સાંકડી ગલીઓને પહોળી કરવાને લઈને ચિંતા છે. યાસીને કહ્યું કે, 'અત્યારસુધી આ સાંકડી ગલીઓ દુકાનો અને ઘરોથી ઢંકાયેલી છે. જો તે હટાવી દેવામાં આવશે તો તે મંદિરોથી ઘેરાય જશે.' મસ્જિદના ઈમામ મુફતી અબ્દુલ બાતિન નોમાનીએ કહ્યું કે અમને કોરિડોર સમો કોઈ વાંધો નથી, પરંતુ જે રીતે કામ થઈ રહ્યું છે, તેને લઈને અમે ચિંતિત છીએ.(૨૧.૩)

 

નોંધાવ્યો રેકોર્ડ : બધી સર્જરી ઓબેસીટીની

ઇન્દોરના ડોકટરોની કમાલ : ૧૩ કલાક  ૨૦ મિનિટમાં ૫૩ લોકો ઉપર કર્યુ ઓપરેશન

ઈન્દોર તા. ૧૦ : ડોકટરની ટીમે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં માત્ર ૧૩ કલાકને ૨૦ મિનિટમાં ૫૩ લોકોની મેદસ્વીતા ઘટાડવાની સર્જરી કરવાનો દાવો કર્યો છે. આ ૫૩ લોકોમાં ૧૮૨ KG વજન ધરાવતા દર્દીનો પણ સમાવેશ થાય છે. આ રેકોર્ડને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડસ લંડને માન્યતા આપતા મુખ્ય સર્જન ડોકટરને સર્ટિફિકેટ આપ્યું છે.

સર્જન મોહિત ભંડારીએ જણાવ્યું કે તેમની આગેવાનીમાં ૧૧ સભ્યોની ટીમે ૧ મે સવારે ૬ વાગ્યાથી અલગ-અલગ બેરિયાટ્રિક સર્જરી (મેદસ્વીતા ઘટાડવા માટેનું ઓપરેશન) કરવાની શરૂઆત કરી જે સાંજે સાત વાગ્યાને ૨૦ મિનિટ સુધી ચાલી. આ દરમિયાન ૩૫ મહિલાઓ સહિત કુલ ૫૩ લોકોના ઓપરેશન કરવામાં આવ્યા.

તેમણે જણાવ્યું કે બેરિયાટ્રિક સર્જરી કરાવનારા ૫૩ લોકોમાં બાંગ્લાદેશ અને કેન્યાના એક-એક દર્દીનો પણ સમાવેશ થાય છે. આ દર્દીઓની ઉંમર ૨૩ થી ૮૬ વચ્ચેની છે. ભંડારીએ જણાવ્યું કે, '૧૦૦ કિલોગ્રામથી લઈને ૧૮૨ કિલોગ્રામ સુધી વજન ધરાવતા દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી.'(૨૧.૪)

 

૨૪૫ કરોડ કિંમત નક્કી થઇ

HDFC બેંકે વસુલાત માટે જેટની મુંબઇની ઓફિસની કરશે ઇ-હરાજી

નવી દિલ્હી તા. ૧૦ : હોમ લોન, શોપ લોન, જમીન ખરીદવા માટે લોન આપતી એચડીએફસી બેંક સંકટમાં ફસાયેલ જેટ એરવેઝની મુંબઈ ઓફિસનું વેચાણ કરશે. આ માટે આરક્ષિત કિંમત ૨૪૫ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ બાકી રહેલી લોનની રકમ વસૂલવા માટે આ નિર્ણય લીધો છે.

જેટ એરવેઝની કામગીરી ગત ૧૭ એપ્રિલથી અસ્થાઈ રૂપે બંધ થઈ ગઈ છે. એરલાઈન ઉપર એચડીએફસી બેંકનું ૪૧૪ કરોડ રૂપિયાનું દેવુ છે. બેંકે જાહેર નોટિસમાં કહ્યું કે, કર્જદાર (જેટ એરવેઝ) ૪૧૪.૮૦ કરોડ રૂપિયાની બાકી લેણા ચૂકવવામાં નિષ્ફળ રહી છે તેથી એચડીએફસી લિ. ગીરવે મુકેલી અચલ સંપત્તિ રિડીમ કરવાનો અધિકાર છે.

મુંબઈના ઉપનગરી ફાઈનાન્સિયલ સેન્ટર બાન્દ્રા કુર્લા કોમ્પ્લેકસમાં ૫૨,૭૭૫ ચોરસ ફીટ (કારપેટ એરિયા)માં આ ઓફિસનું નિર્માણ થયેલુ છે. જાહેર નોટિસ અનુસાર કાર્યાલય માટે આરક્ષિત કિંમત ૨૪૫ કરોડ રૂપિયા છે, અને આ ઓફિસની ઈ-હરાજી ૧૫ મે ના રોજ થશે. જેટ એરવેઝ હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહી છે. કંપનીએ કર્મચારીઓને પગાર સહિતની કેટલુક ચૂકવણું  નથી કર્યું. સમાધાન યોજના સહિત ભારતીય સ્ટેટ બેંકની આગેવાની ધરાવતા બેંકોના સમૂહે એરલાઈનમાં ભાગીદારી વેચાણ માટે ટેન્ડર બહાર પાડ્યું છે.(૨૧.૪)

 

આને કહેવાય સાચા વડાપ્રધાન

ભુટાનના વડાપ્રધાન તણાવમુકત રહેવા ડોકટરના  રૂપમાં આપે છે સેવા : સર્જરી પણ કરે છે

થિમ્પૂ તા. ૧૦ : ભાગદોડથી ભરેલી આ જીંદગીમાં પોતાને તણાવમુકત રાખવા માટે લોકો અનેક પ્રકારના પ્રયત્નો કરતા હોય છે. પરંતુ વિશ્વભરમાં ખુશહાલી માટે જાણીતા ભૂટાનના વડાપ્રધાન પાસે પોતાને તણાવમુકત રાખવાની રીત કંઈક જૂદી જ છે. દેશના વડાપ્રધાન લોટે શેરિંગ તણાવમુકત રહેવા માટે ડોકટરના રૂપમાં સેવા આપે છે અને દર્દીઓની સર્જરી પણ કરે છે.

ગત વર્ષે દેશના વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા શેરિંગે કહ્યું કે, મારે માટે આ કામ તણાવ ઓછો કરવાનું એક માધ્યમ છે. ૫૦ વર્ષિય શેરિંગે કહ્યું કે, કેટલાક લોકો તણાવથી મુકત રહેવા માટે ગોલ્ફ રમતા હોય છે તો, કેટલાક તીરંદાજી કરતા હોય છે, મને દર્દીઓના ઓપરેશન કરવાનું કામ સારું લાગે છે. હું મારું વિકેન્ડ હોસ્પિટલમાં વિતાવું છું.

ભૂટાનના જિગમે દોરજી વાંગચુક નેશનલ રેફરલ હોસ્પિટલનો કોઈ કર્મચારી આ હોસ્પિટલમાં દેશના વડાપ્રધાનને જોઈને ચોંકી નથી જતો, અહીં વડાપ્રધાન શેરિંગનું ડોકટર તરીકે સેવા આપવી એક સામાન્ય વાત છે. ભૂટાન કેટલાક મામલે વિશ્વના અન્ય દેશોથી અલગ છે. ભૂટાનમાં આર્થિક વિકાસની બગલે સમૃદ્ઘિ પર વધુ ધ્યાન આપવાને પ્રાથમિકતા આપવામાં આવે છે. ભૂટાનનું સફળ રાષ્ટ્રીય ખુશહાલીનું એક મોટું કારણ પર્યાવરણ જાળવણી છે. આ સમૃદ્ઘ દેશના વડાપ્રધાન દર્દીઓની સેવા કરીને ખુશી અનુભવે છે.

વડાપ્રધાન શેરિંગે સર્જરી કરેલા ૪૦ વર્ષીય દર્દી બમથાપે કહ્યું કે, વડાપ્રધાને મારું ઓપરેશન કર્યું છે. તેમને દેશના સૌથી સારા ડોકટરોમાંથી એક માનવામાં આવે છે. હું ઘણો આરામ અનુભવુ છું.

વડાપ્રધાને કહ્યું છે કે, હોસ્પિટલમાં હું દર્દીઓની તપાસ કરીને તેમની સારવાર કરું છું. સરકારમાં રહીને હું સ્વસ્થ્ય નીતિઓની તપાસ કરીને તેમને યોગ્ય બનાવવાનો પ્રયત્ન કરું છું. હું મારા અંતિમ શ્વાસ સુધી આ સેવા કરતો રહીશ.(૨૧.૪)

 

 

એકધારા પ્રવચનો કરી મોદીનું ગળુ બેસી ગયુ છતાં ૨૦ મિનિટ બોલ્યા

ગઇકાલે એકસાથે ૫-૫ સભાઓ યોજી

નવી દિલ્હી તા. ૧૦ : દેશમાં લોકસભા ચૂંટણીનું વાતાવરણ સર્જાતા જ વડાપ્રધાન મોદીની તાબડતોડ રેલીઓ શરૂ થઈ ગઈ છે. પીએમ મોદીની ઉર્જા પણ ઘણીવખત ચર્ચાનો વિષય રહી છે. મોદી દરરોજ બેથી પાંચ જનસભાઓને સંબોધિત કરી રહ્યા છે. ગઇકાલે પીએમ મોદીની પાંચ રેલીઓ હતી.

આ સભાઓના કારણે તેમનું ગળું બેસી ગયું. સાંજે જયારે તેઓ પ્રયાગરાજમાં જનતાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમનું ગળું બેસી ગયું હતું. છતાં તેમણે ઉપસ્થિત જનસમૂહને નિરાશ કર્યા વિના ૨૦ મિનિટ ભાષણ આપ્યું. તેઓ સરેરાશ ૪૦ મિનિટનું ભાષણ આપતા જોવા મળ્યા છે.

પીએમ મોદી ઘણીવખત એક દિવસમાં ૨ રાજયોમાં રેલી કરે છે. ગઇકાલે છઠ્ઠા તબક્કાના મતદાન માટે તેમણે ઉત્તરપ્રદેશ અને બંગાળમાં પાંચ જનસભાઓ કરી. પીએમ મોદીની ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી મળેલી માહિતી અનુસાર ૨૫ ડિસેમ્બર બાદ તેઓ ૨૦૦ કરતા વધારે કાર્યક્રમોમાં સામેલ થઈ ચૂકયા છે. જાણકારી મુજબ આ પૈકી મોટાભાગના ચૂંટણી કાર્યક્રમો હતા. ચૂંટણીની ઘોષણા થઈ તે પહેલા પીએમ મોદી ૧૦૦ કરતા વધારે લોકસભા સીટ કવર કરી ચૂકયા હતા.(૨૧.૫)

 

જે મનુષ્યને ધર્મ, ધન, કામ, ભોગ, મોક્ષમાંથી

એક પણ વસ્તુ નથી મળતી, તેનો જન્મ

ફકત મૃત્યુ માટે જ થાય છે.

-ચાણકય

વિનુભાઇ જગડા

ઇન્દુબેન જગડા

મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

 

આવતીકાલનું પંચાંગ

        વિક્રમ સંવત-ર૦૭પ

      શાલિવહન શક-૧૯૪૧

વીર સંવત રપ૪પ

ઇસ્વીસન-ર૦૧૯

તા.૧૧-પ-ર૦૧૯ શનિવાર

વૈશાખ સુદ-૭,

ગંગા પૂજન, ગંગોત્પતિ,

ભદ્રા-૧૯-૪૬થી

આજના ગ્રહો

સૂર્ય-મેષ

ચંદ્ર-કર્ક

મંગળ-મિથુનં

બુધ-મેષ

ગુરૂ-વૃશ્ચિક

શુક્ર-મીન

શનિ-ધન

રાહુ-મિથુન

કેતુ-ધન

હર્ષલ-મેષ

નેપ્ચ્યુન-કુંભ

પ્લુટો-ધન

સૂર્યોદય-૬-૧૧,

સૂર્યાસ્ત-૭-૧પ,

જૈન નવકારશી-૬-પ૯

 ચંદ્ર રાશિ-કર્ક (ડ, હ)

નક્ષત્ર-પૃષ્ય

   માંગલિક કાર્યોનો શુભ સમય

૭-૪૯થી શુભ-૯-ર૭ સુધી,

૧ર-૪૪ થી ચલ-લાભ-અમૃત-

૧૭-૩૯ સુધી, ૧૯-૧૭ થી

ર૦-૩૯ સુધી લાભ, રર-૦૦થી

શુભ-અમૃત-૦-૪૪

 શુભ હોરા

૬-૧૬થી ૮-રર સુધી, ૧૦-૩૩ થી ૧૩-૪૯ સુધી, ૧૪-પપ થી ૧૬-૦૦ સુધી, ૧૮-૧૧ થી ર૧-૦૬ સુધી

બ્રહ્માંડના સિતારા

જન્મકુંડલીમાં જો જન્મનો રાહુ ચોથે હોય કે બારમે હોય તો આવી વ્યકિતને પોતાના માતા પિતા તરફથી ખૂબજ સહકાર મલતો હોય છે પણ તેમની ગેરહાજરી થતા જ તેના પરિવારના સભ્યો મિલ્કત કે ભાડુતી જગ્યા પોતાના નામે કરાવી લ્યે છે અને જે બાબત કાનૂની પ્રશ્નો ઉભા થઇ શકે છે. જો જન્મનો ગુરૂ બળવાન હોય અને ચોથા સ્થાન ઉપર અથવા આઠમા સ્થાન ઉપર તેની દૃષ્ટિ હોય તો ભાઇ-બહેનો સાથે બેસીને એક એક પૈસાનો હીસાબ કરીને પુરે પૂરા સરખા ભાગ કરે છે જેથી કોઇને ભવિષ્યમાં પણ આ બાબત ગેર સમજો ન થાય. રોજ ઁ નમઃ શિવાયના જાપ કરવા-સૂર્ય નમસ્કાર કરવા.

www.GandhiAstro.com, www.facebook.com

 

 

(1:15 pm IST)