Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ગોવામાં ભારત - ફ્રાન્સની સૌથી મોટી નેવી ડ્રિલ : અભ્યાસમાં બંને દેશોનાં 11 જહાજ સામેલ

બંને દેશોની સેનાઓએ સમુદ્રમાં સબમરિન્સથી અભ્યાસ કર્યો

નવી દિલ્હી :ભારત અને ફ્રાન્સ વચ્ચે ચાલી રહેલા સૌથી મોટા નૌકાદળના યુદ્ધાભ્યાસ 'વરુણ'માં ગોવા તટે ગુરુવારે બંને દેશોની સેનાઓએ સમુદ્રમાં સબમરિન્સથી અભ્યાસ કર્યો. તેમાં બંને દેશોનાં યુદ્ધવિમાનોએ પણ ભાગ લીધો. અભ્યાસ 10 મે સુધી ચાલશે. ડ્રિલમાં કુલ 11 જહાજ સામેલ થયાં, જેમાં ફ્રાન્સિસિ વિમાનવાહક જહાજ 'ચાર્લ્સ ધ ગોલ' બે વિધ્વંશક જહાજ અને એક પરમાણુ સબમરીન ઉપરાંત ભારતના આઇએનએસ વિક્રમાદિત્ય, આઇએનએસ તરકશ સહિત અન્ય જહાજ હતાં.

 આ અભ્યાસનો બીજો તબક્કો આફ્રિકી દેશ જિબૂતીમાં મેના અંતમાં યોજાશે. નૌકાદળની તાકાતના હિસાબે ફ્રાન્સ વિશ્વમાં 6ઠા નંબરનો સૌથી શક્તિશાળી દેશ છે. તેના પછી ભારત આવે છે. પહેલા નંબરે અમેરિકા છે.

અમેરિકા, ભારત, જાપાન અને ફિલિપાઇન્સે દક્ષિણ ચીન સાગરમાં ચીનના દાવાવાળા જળમાર્ગ ક્ષેત્રમાં સંયુક્ત અભ્યાસ કરી પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું.હતું 

 આ અભ્યાસમાં અમેરિકાના વિધ્વંશક જહાજ, ભારતનાં બે યુદ્ધજહાજ., જાપાનનાં જહાજ અને ફિલિપાઇન્સનાં જહાજે ભાગ લીધો. ચારે દેશો આ પ્રકારનો સૈન્ય અભ્યાસ આ ક્ષેત્રમાં અગાઉ પણ કરી ચૂક્યા છે. જેની સામે ચીને નારાજગી દર્શાવી હતી

(12:55 pm IST)