Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

અવિસ્મરણીય ક્ષણો તસ્વીરોમાં થઇ કેદ

 'અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ'ના આરંભ માટેના કાર્યક્રમમાં જુદા-જુદા ક્ષેત્રોના મહાનુભાવો, કલાકારો, રાજનેતાઓ, આગેવાનો, અધિકારીઓ અને અકિલા પરિવાર સાથે વર્ષોથી જોડાયેલા આમંત્રિતો હોંશે-હોંશે ઉપસ્થિત રહ્યા હતાં અને સંપુર્ણ કાર્યક્રમ માણ્યો હતો. 'અકિલા'ના મોભીઓ શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી અજીતભાઇ ગણાત્રા, શ્રી નિમીષભાઇ ગણાત્રાએ આ તમામ મહાનુભાવોને હૃદયથી આવકાર્યા હતાં. એ અવિસ્મરણીય ક્ષણોને કેમેરામેન સંદિપ બગથરીયાએ કલીક કરી હતી.સોૈ પ્રથમ જાણીતા ગાયક-સંગીતકાર ઓસમાણ મીર, કટાર લેખક જય વસાવડા, પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવીને આવકારતા- હસ્તધનૂન કરતાં શ્રી કિરીટભાઇ ગણાત્રા, શ્રી નિમિષભાઇ ગણાત્રા તથા અકિલાના એડિટર શ્રી અજીતભાઇ ગણાત્રા તેમના પરમ મિત્ર રાહુલભાઇ વ્યાસ સાથે જોઇ શકાય છે. નીચેની પ્રથમ તસ્વીરમાં શ્રી કિરીટભાઇ, શ્રી અજીતભાઇ અને શ્રી નિમીષભાઇ સાથે કવિ મિલિન્દ ગઢવી અને કવિ સંજુ વાળા તથા વચ્ચેની તસ્વીરમાં કિરણભાઇ કતીરા સાથે શ્રી કિરીટભાઇ ગણાત્રા, બાજુની તસ્વીરમાં શ્રી નિમિષભાઇ તેમના જીગરી દોસ્તો કવિ હિરેન સુબા અને કોૈશિક ચાવડા સાથે તથા ત્યાર પછીની નીચેની તસ્વીરમાં પૂર્વ મેયર શ્રી જનકભાઇ કોટક, એ પછી શહેરના બે બંને ઝોનના ડીસીપી શ્રી રવિકુમાર સૈની તથા શ્રી મનોહરસિંહ જાડેજા અને અકિલાના જગદીશભાઇ ગણાત્રા શ્રી કિરીટભાઇ સાથે ચર્ચા કરતાં જોઇ શકાય છે. એ પછીની તસ્વીરમાં સરગમ કલબના કર્તાહર્તા ગુણવંતભાઇ ડેલાવાળા સાથે અકિલાના શ્રી કિરીટભાઇ અને શ્રી અજીતભાઇ તથા સોૈથી નીચે પ્રથમ તસ્વીરમાં ભાજપના રાજુભાઇ ધ્રુવ અને ગુણવંતભાઇ ડેલાવાળા સાથે શ્રી નિમીષભાઇ અને બાજુમાં હાસ્યકલાકાર સાઇરામ દવે તથા મહેમાનોને આવકારતાં શ્રી નિમીષભાઇ ગણાત્રા જોઇ શકાય છે.

 

 

 

(1:04 pm IST)