Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

" ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલચરલ રિલેશન ( ICCR ) : યુ.એસ.ના એટલાન્ટા જ્યોર્જિયા મુકામે 1950 ની સાલમાં સ્થપાયેલા ICCR ના વાર્ષિક દિવસની ઉજવણી કરાઈ : કોન્સ્યુલેટ જનરલના ઉપક્રમે 9 એપ્રિલ 2019 ના રોજ કરાયેલી ઉજવણીમાં ભારતના ઐતિહાસિક વારસાનું નિદર્શન કરાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા: આગામી 23 જૂનના રોજ ઉજ્વાનારા વિશ્વ યોગ દિવસને પ્રોત્સાહિત કરતો વિડીઓ દર્શાવાયો

એટલાન્ટા જ્યોર્જિયા : યુ.એસ.ના એટલાન્ટા જ્યોર્જિયા મુકામે ભારતીય કોન્સ્યુલેટ જનરલના ઉપક્રમે  9 એપ્રિલ  2019 ના રોજ " ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલચરલ રિલેશન ( ICCR ) નો વાર્ષિક દિન ઉજવાઈ ગયો.જેના અધ્યક્ષ સ્થાને ભારતના કોન્સ્યુલ ફોર કોમ્યુનિટી  અફેર્સ શ્રી શૈલેષ લખતરીયાએ હાજરી આપી હતી.

કોન્સ્યુલ જનરલના નિવાસ સ્થાને સાંજે યોજાયેલા આ પ્રોગ્રામમાં ભારતનો ઐતિહાસિક વારસો દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.વૈદિક મંત્રોના ગાન કરાયા હતા.તેમજ પ્રાચીન ભરતનાટ્યમ ડાન્સ તેમજ ભારતની મહારાણીઓ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ,મહારાણી ગાયત્રીદેવી ,રાણી જોધાબાઈ ,રઝિયા સુલતાના ,રાણી પદમીની ,સહિતના પાત્રોની વેશભૂષા રજુ કરાઈ હતી.

ઉપરાંત આગામી 23 જૂનના રોજ ઉજ્વાનારા વર્લ્ડ યોગા દિન નો વિડીયો દર્શાવાયો હતો.તથા જીવનમાં યોગનું મહત્વ પ્રોત્સાહિત કરાયું હતું તેમજ  ICCR  ની 9 એપ્રિલ 1950 ના રોજ કરાયેલી સ્થાપના તેમજ હેતુઓ દર્શાવતી ડોક્યુમેન્ટરી રજુ કરાઈ હતી.રઘુપતિ રાઘવ રાજારામ સહિતના ગીતો ,ભજનો ,ડાન્સ ,મ્યુઝિક ,ફોટોગ્રાફી ,સહીત વિવિધ કાર્યક્રમોના આયોજનમાં અનેક બાળકો તથા યુવાનો જોડાયા હતા.તેવું સમાચાર સૂત્ર દ્વારા જાણવા મળે છે.

(12:30 pm IST)