Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ચૂંટણી પંચે કરી સ્પષ્ટતા

ર૦ લાખ EVM ગાયબ થવાની બાબત ખોટી

જયપુર તા. ૧૦ :.. ભારતના ચૂંટણી  પંચે ગઇકાલે એવા અહેવાલોને ફગાવી દીધા છે કે રપ વર્ષના ગાળામાં ર૦ લાખ ઇવીએમ ગુમ થઇ ગયા છે આ વિવાદમાં કોઇ સચ્ચાઇ નથી કે બોમ્બે હાઇકોર્ટમાં આરટીઆઇ આધારિત જનહિત અરજી એ કહે છે કે ર૦ લાખ ઇવીએમ કે નિર્માતા વિતરીત કરવાની પુષ્ટી કરે છે કે ચૂંટણી પંચના કબ્જામાંથી ગાયબ છે. એવા અહેવાલ પ્રસિધ્ધ થયા હતા કે ૧૯૮૯-૯૦ અને ર૦૧૪ વચ્ચે ભારત ઇલેકટ્રોનિકસ લી. થી ૧૦,૦પ,૬૬ર ઇવીએમ મળ્યા  હતાં.

જયારે ઇવીએમ મશીન બનાવનાર અન્ય કંપની ઇસીઆઇએલ પાસેથી ૧૯૮૯-૯૦ અને ર૦૧૬-૧૭ દરમિયાન ૧૦,૧૪,૬૪૪ ઇવીએમ મશીન મળ્યા હતાં. જયારે એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બેંગલુરૂ સ્થિત કંપની બીઇએલે જણાવ્યું કે ૧૯૮૯-૯૦ અને ર૦૧૪-૧પ દરમિયાન કંપની દ્વારા ચૂંટણી પંચને ૧૯,૬૯,૯૩ર ઇવીએમ મશીનો પુરા પાડવામાં આવ્યા હતાં. જયારે હૈદરાબાદ સ્થિત ઇલેકટ્રોનિકસ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લીમીટેડ દ્વારા આપવામાં આવેલા આરટીઆઇના જવાબમાં જણાવવામાં આવ્યું છે કે કંપનીએ ચૂંટણી પંચને ૧૯,૪૪,પ૯૩ ઇવીએમ મશીન આપ્યા હતાં.

ફ્રન્ટલાઇનના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ૧પ વર્ષના સમયગાળામાં ચૂંટણી પંચને ૯,૬૪,ર૭૦ ઇવીએમ મશીનો બીઇએલ પાસેથી મળ્યા નથી. બીઇએલે ઇવીએમ મશીનો આપી દીધી છે. જયારે ઇસીઆઇએલે પણ ૯,ર૯,૯૪૯ ઇવીએમ ચૂંટણી પંચને આપ્યા હોવા અંગે કંપની અડગ છે. મનોરંજન રોયે એવો પ્રશ્ન કર્યો છે કે આ વધારાની ઇવીએમ મશીનો કયાં ગઇ ? આ ઇવીએમ મશીનો સાથે શું થઇ રહ્યું છે. ? તેમણે એવું પણ કહ્યું કે આ સંગઠનો વચ્ચે કંઇક બહુ જ શંકાસ્પદ થઇ રહ્યું છે.

(11:58 am IST)