Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

માયાવતીને PM બનાવવા સપા - બસપાના ધમપછાડા

સપા - બસપાને વિશ્વાસ છે કે યુપીમાં તેમને વધુ બેઠકો મળશે

લખનૌ તા. ૧૦ : જેમ જેમ રાજકીય સમર અંજામ સુધી પહોંચી રહ્યો છે. યુપીથી વડાપ્રધાન પદ માટે જાળી પાથરવાનું જોર પકડાઈ રહ્યું છે. બસપા પ્રમુખ માયાવતીને આગળ કરવાની રણનીતિ નિર્માણ કરવામાં આવી છે. સપ-બસપા ગઠબંધન તેના માટે સંપૂર્ણ રીતે એકત્રિત થયું છે. ગઠબંધનના નેતાઓના નિવેદનથી એ સ્પષ્ટ છે કે તેમને વિશ્વાસ થઇ ગયો છે કે પરિણામો બાદ આ તાકાતવર ગઢજોડના રૂપે ઉભરી શકે છે. પરિણામોઙ્ગ આવ્યા બાદ એ સમય જ જણાવ્યું કે સપા-બસપની આ મુહિમ પર પ્રજા મહોર લાગે છે અને તે કેટલી સફળ હોય છે.

 

સપા પ્રમુખ અખિલેશ યાદવ હંમેશાથી કહેતા આવ્યા છે કે દેશ નવા વડાપ્રધાનની ચૂંટણી કરશે. તેનો દાવો એ પણ છે કે નવા વડાપ્રધાન યુપીના જ હશે.અખિલેશે હવે સપા-બસપા ગઠબંધનના રાજ ખોલીને એ ઈચ્છા વ્યકત કરી છે કે તે માયાવતીને વડાપ્રધાન બનતા જોવા માંગે છે. બન્ને દળોમાં આ મુદ્દા પર સંમતિ પણ છે. તે ખુદ યુપિમાં મુખ્યમંત્રી બનવા માંગે છે. અને માયાવતી પણ તેના માટે કામ કરવા રાજી પણ છે. હાલના રાજકીય નિવેદનો અને કેટલાક નિર્ણય પર નજર રાખવામાં આવે તો વડાપ્રધાન પદ નાગે રાજકીય કવાયત સાફ દેખાય રહી છે.

સપા-બસપાની આ મુહિમ અથવા અથવા એમ કહીએ તો રાજકીય ભાગીદારીની ફાળવણીને રાજનૈતિક વિશ્લેષક ધ્યાનથી જોઈ રહ્યા છે.

(11:57 am IST)