Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ભારતના ભાગલા પાડનાર વ્યકિત છે મોદી

અમેરિકાના મશહુર 'ટાઇમ' મેગેઝીને કવર પેજ સાથે સ્ટોરી પ્રસિધ્ધ કરી વિવાદ જગાવ્યો : કાર્યકાળ દરમિયાન મોદીએ સાંપ્રદાયિક માહોલ બગાડવાનો પ્રયાસ કર્યો : ૨૦૦૨ના રમખાણો દરમિયાન મોદી પોતાના મૌન થકી 'ઉન્માદી ભીડના મિત્ર' સાબિત થયા : આર્થિક ચમત્કારના વાયદા ફેલ થયા : દેશમાં ઝેરીલો ધાર્મિક રાષ્ટ્રવાદ ઉભો થયો : ગાયના નામે હિંસા થઇ

નવી દિલ્હી તા. ૧૦ : આ વર્ષના સામાન્ય ચૂંટણીના અંતિમ બે તબક્કા બચ્યા છે પરંતુ સત્તારૂઢ બીજેપી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભવતઃ એકવાર પણ પોતાના કાર્યકાળના આધાર પર લોકો પાસેથી મત માગ્યા નથી. બીજેપી અને મોદીના ભાષણોનો સાર વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસને નિશાન બનાવી રહી છે. એવા સમયે આંતરરાષ્ટ્રીય મેગેઝીન 'ટાઇમ'ને તેમના લેટેસ્ટ અંકમાં પીએમ મોદી અને તેમના પાંચ વર્ષના કાર્યકાળનો ઉલ્લેખ કરીને કવર સ્ટોરી પ્રકાશિત કરી છે. જેમાં પત્રકારે મોદીને ભારતના ભાગલા પાડનાર વ્યકિત તરીકે ઓળખાવ્યા છે. ચૂંટણીનો માહોલ ગરમ છે ત્યારે આ પ્રકારના અહેવાલથી રાજકીય ગરમાગરમી સર્જાય તેવા સ્પષ્ટ એંધાણ મળી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય મેગેઝીન ટાઈમમાં ૨૦મી મે નવી આવૃત્ત્િ।માં કવરપેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સ્થાન અપાયું છે. જો કે આ આવૃત્ત્િ।એ પીએમ મોદીને ફરી વિવાદોમાં ઘેરી લીધા છે. આ ઉપરાંત તેમને કેન ધ વર્લ્ડસ લાર્જેસ્ટ ડેમોક્રેસી એન્ડયૂર અનધર ફાઇવ યર્સ ઓફ મોદી ગવર્નમેન્ટ ? એટલે કે વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર મોદી સરકારના પાંચ વર્ષ સહન કરી શકશે ?ઙ્ગએટલે કે ભારતમાં મુખ્યરૂપે ભાગલા પાડનારા ગણાવ્યા છે.

ટાઈમ મેગેઝિનના એશિયા એડિશને લોકસભા ચૂંટણી ૨૦૧૯ અને ગત પાંચ વર્ષોમાં નરેન્દ્ર મોદી સરકારના કાર્યો અને વિકાસ પર લીડ સ્ટોરી કરી છે. જેને “Can the World’s Largest Democracy Endure Another Five Years of a Modi Government?”નામ આપવામાં આવ્યું છે.ઙ્ગ

વડાપ્રધાન મોદીની ટીકા કરતા આવૃત્તિમાં નહેરુના સમાજવાદ અને ભારતની હાલની સામાજિક પરિસ્થિતીની તુલના કરી છે. આ ઉપરાંત આ લેખમાં પીએમ મોદીએ મુસલમાનો અને હિન્દુઓ વચ્ચે ભાઈચારાની ભાવનાઓને વધારે સારી અને તેને વધારવા માટેની કોઈ ઈચ્છા વ્યકત ન કરી હોવાની વાત કરી છે.

પીએમ મોદી હંમેશા કોંગ્રેસમુકત ભારતની વાતો કરતા હોય છે, શું તેમણે કયારેય હિન્દુ-મુસલમાનો વચ્ચે ભાઈચારો વધારવાના પ્રયાસો કરવાની ઈચ્છા વ્યકત કરી છે. પીએમ મોદી હંમેશા વિપક્ષ પર જ હાવી થતા હોય છે અને દેશની મહાન શકિતઓ પર રાજકીય હુમલા કરતા રહે છે. વધુમાં આ લેખમાં કહેવામાં આવ્યું છે કે, નરેન્દ્ર મોદીનું સત્તામાં આવવું એ ભારતમાં ધાર્મિક રાષ્ટ્રવાદ, મુસલમાનો સામે ભાવનાઓ અને જાતિવાદની કટ્ટરતા હોવાની સાબિતી છે.

આ લેખમાં લિંચિંગ અને ગાયના નામે થયેલી હિંસાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગાય અંગે મુસલમાનો પર વારંવાર હુમલાઓ કરાયા અને તેમને ઢોરમાર મારવામાં આવ્યો હતો. એક પણ એવો મહિનો પસાર ન થયો, જેમાં લોકોના સ્માર્ટફોન પર હિન્દુઓની ભીડે એક મુસલમાન સાથે મારઝુડ ન કરી હોય તેવો વીડિયો ન આવ્યો હોય.ઙ્ગ

ટાઈમના આ લેખમાં ૧૯૮૪ના શીખ હુલ્લડો અને ૨૦૦૨ના ગુજરાત રમખાણોનો પણ ઉલ્લેખ કરાયો છે.જો કે આ રમખાણોમાં કોંગ્રેસ પણ આરોપમુકતો નથી જ, પરંતુ હુલ્લડો દરમિયાન ભીડને પોતાનાથી જ દુર જ રાખી હતી. ૨૦૦૨ના રમખાણો દરમિયાન પીએમ મોદીનું મૌન હુલ્લડખોરોના મિત્ર હોવાના વાતની સાબિતી આપે છે.ઙ્ગ

૨૦૧૪માં લોકોના ગુસ્સાને મોદીએ આર્થિક વાયદાઓમાં બદલી નાખ્યો હતો. તેમને નોકરી અને વિકાસની વાત કરી, પરંતુ હવે વિશ્વાસ કરવો પણ મુશ્કેલ છે કે તે આશાઓની ચૂંટણી હતી. લેખમાં કહેવામાં આવ્યું છે કે, મોદીએ કરેલા આર્થિક ક્ષેત્રે ચમત્કાર કરવાના વાયદાઓ નિષ્ફળ સાબિત થયા છે, આટલું જ નહીં તેમને દેશમાં ઝેરી ધાર્મિક રાષ્ટ્રવાદનો માહોલ ફેલાવવામાં પણ પુરતો ફાળો આપ્યો છે.ઙ્ગ

૨૦૧૭માં ઉત્તરપ્રદેશમાં જયારે ભાજપ ચૂંટણી જીતી તો ભગવા કપડા પહેનારા અને નફરત ફેલાવનારા એક મહંતને મુખ્યમંત્રી બનાવી દેવાયા હતા. પીએમ મોદી અંગે ટાઈમ પત્રિકાની નીતિમાં પરિવર્તન આવતું રહ્યું છે. ટાઈમ પત્રિકા વર્ષ ૨૦૧૪-૧૫માં નરેન્દ્ર મોદીનો દુનિયાના ૧૦૦ પ્રભાવશાળી વ્યકિતઓમાં સમાવેશ કર્યો હતો.

(3:32 pm IST)
  • મેટ્રો પ્રોજેકટની કામગીરી સામે હાઇકોર્ટમાં પીટીશન : શાહપુરના વેપારીઓએ હાઇકોર્ટમાં કરી અરજીઃ મેટ્રો ટ્રેનને કારણે રસ્તો બંધ થતાં ધંધા પર અસરની રજુઆતઃ ધંધાના નુકશાન બદલ વળતર અને રસ્તો કરવા માંગઃ હાઇકોર્ટે રાજય સરકાર અને મેગા કંપનીને નોટીસ ફટકારી access_time 3:42 pm IST

  • સુપ્રિમકોર્ટમાં અયોધ્યા મામલે સુનાવણી ટળી : મધ્યસ્થી પેનલને ૧૫ ઓગસ્ટ સુધીનો કોર્ટે આપ્યો સમય access_time 11:42 am IST

  • સુરતમાં પણ ખાતરની બોરીઓનું વજન અંગે ચેકીંગ : સુરતમાં તોલમાપ વિભાગ દ્વારા જહાંગીરપુરા સ્થિત મંડળીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ છે અને સરદાર બ્રાન્ડની ખાતરની બોરીઓનું વજન બરાબર છે કે નહીં ? તેનુ ચેકીંગ હાથ ધરાયુ છે access_time 2:42 pm IST