Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

અમેઠીમાં ઈવીએમ ટ્રકમાં ભરી બહાર લઈ જવાતા વિડીયોથી ખળભળાટ મચ્યો

અમેઠીના સ્ટ્રોંગરૂમમાંથી ઈવીએમ બહાર લઈ જવાતા વિડીયોના કારણે પાર્ટીઓમાં ગભરાટ

નવી દિલ્હી,તા. ૧૦ : ઉત્ત્।રપ્રદેશના અમેઠીમાંથી ઈવીએમના મશીનો બહાર કાઢીને ટ્રકમાં મુકાઈ રહેલા એક વીડિયોએ આ વિસ્તારમાં કોંગ્રેસમાં ગભરાટનો માહોલ પેદા કર્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ મતક્ષેત્રમાં ફેરચૂંટણીની માંગ કરી રહ્યા છે કે જયાં તેમની સામે ભાજપની ઉમેદવાર સ્મૃતિ ઈરાની મેદાનમાં હતી.

વાયરલ થયેલા વીડિયો કે જેની નોંધ  ઘણા સમાચાર પત્રો અને સમાચાર ચેનલોએ લીધી છે. એક શખ્સ સ્ટ્રોંગરૂમમાંથી ઈવીએમના મશીનો બહાર કાઢીને નજીકમાં મૂકેલા ટ્રક તરફ લઈ જઈ રહ્યો છે. એક અન્ય વ્યકિત કે જેને કોંગ્રેસનો કાર્યકર્તા માનવામાં આવી રહ્યો છે. કેમેરાની સામે દેખાય છે, જે આ પ્રવૃત્ત્િ।ની ખૂબ શંકાસ્પદ ગણાવે છે કારણ કે સત્ત્।ાવાળાઓએ આ ઈવીએમની હેરાફેરીની જાણ વિવિધ પક્ષોના કોઈ સભ્યોને કરી ન હતી.

જે સ્ટ્રોંગરૂમ પર સવાલો ઉઠ્યા છે, સૂત્રો મુજબ, તે અમેઠીના ગૌરીગંજ વિસ્તારની માનશી ગર્લ્સ સ્કૂલની અંદર આવેલ છે. કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષ યોગેન્દ્ર મિશ્રાને ટાંકતા અહેવાલમાં જણાવાયું કે કોંગ્રેસની તાત્કાલિક મધ્યસ્થીના કારણે આ ઈવીએમની હેરફેર અટકાવી દેવામાં આવી હતી. એક કોંગ્રેસ અધિકારીએ આક્ષેપ કર્યો હતો કે તેમણે જિલ્લા અધિકારીઓનો સંપર્ક કરવાનો વારંવાર પ્રયાસ કર્યો હતો છતાં તેમની ફરિયાદોનો કોઈ જવાબ મળ્યો ન હતો. પાછળથી આ ગર્લ્સ સ્કૂલમાં આવી પહોંચેલા એસડીએમ વંદિતા શ્રીવાસ્તવે સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે ૧ર મેએ છઠ્ઠા તબક્કાની ચૂંટણીઓ માટે જે મતક્ષેત્રોમાં મશીનોની અછત છે ત્યાં આ મશીનો લઈ જવાઈ રહ્યા હતા. અમેઠીમાં ૬ મેએ મતદાન થઈ ગયું હતું અને ર૩મીએ મત ગણતરી શરૂ થશે.

(3:46 pm IST)
  • વડાપ્રધાનને આપેલ ૫૬ ગાળો ૫૬ ભોગ સમાનઃ ગડકરી : કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કોંગ્રેસ ઉપર હલ્લાબોલ કરતા જણાવેલ કે વડાપ્રધાન મોદીને કોંગ્રેસે અત્યાર સુધીમાં ૫૬ ગાળો આપી છે, પણ એ અમારા માટે ૫૬ ભોગની જેમ છે. અમે અમારા પ્રદર્શનના આધારે ચૂંટણી લડી રહયા છીએ access_time 3:42 pm IST

  • ૧૨૦૦ આઇપીએસ પોલીસ અફસરો ગૃહખાતાના સ્કેનરમાં : દેશના ૧૨૦૦ જેટલા આઇપીએસ-પોલીસ ઓફીસરો, ગૃહ મંત્રાલયના સ્કેનરમાં હોવાનું જાણવા મળે છેઃ આ ઓફીસરો બિનકાર્યક્ષમતા સબબ ગૃહ ખાતાના નિશાન ઉપર હોવાનું પણ ચર્ચાય છે access_time 4:01 pm IST

  • રાજકોટના મવડી રોડ પર અંબિકા જવેલર્સમાં બીઆઇએસ દ્વારા ચેકીંગ : સુવર્ણકારોમાં ઘેરા પડઘા : હોલમાર્કના કાયદા અને ધારાધોરણ વિરુદ્ધ કાર્યવાહી થયાના આરોપ : સોનીઓની તમામ દુકાનો બંધ કરવા આહવાન : સોની સમાજના આગેવાનો પહોંચ્યા : માલ જપ્ત કરવાની કાર્યવાહી સામે સુવર્ણકરોમાં ભારે આક્રોશ access_time 1:11 pm IST