Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા : ISJKનો કમાન્ડર ઇશફાક સોફી ઠાર

સોપિયામાં એન્કાઉન્ટરમાં માર્યો ગયો કમાન્ડર

શ્રીનગર, તા. ૧૦ : જમ્મુ-કાશ્મીરના સોપિયામાં સલામતી દળોએ આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ જમ્મુ એન્ડ કાશ્મીરના કમાન્ડર ઇશફાક અહમદ સોફીને ઠાર કર્યો છે. જાકીર મુસા ઉપરાંત ઇશફાક અહમદ સોફી કાશ્મીરમાં આ સંગઠનનો મોટો કમાન્ડર હતો. જાકીર મુસા હજુ સલામતી દળોથી દૂર છે તે પંજાબમાં છુપાયો હોવાનું કહેવાય છે.  ઇશફાક સોફી સોપોરનો રહીશ છે. તેને શોપિયામાં જ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે તેની પાસેથી શસ્ત્રો-દારૂગોળો પણ મળ્યા છે.  તે ઠાર મરાતા સોપોરમાં આજે શાળા-કોલેજો બંધનું ફરમાન તંત્રએ આપ્યું છે.

(11:51 am IST)