Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

એકધારા પ્રવચનો કરી મોદીનું ગળુ બેસી ગયુ છતાં ૨૦ મિનિટ બોલ્યા

ગઇકાલે એકસાથે ૫-૫ સભાઓ યોજી

નવી દિલ્હી તા. ૧૦ : દેશમાં લોકસભા ચૂંટણીનું વાતાવરણ સર્જાતા જ વડાપ્રધાન મોદીની તાબડતોડ રેલીઓ શરૂ થઈ ગઈ છે. પીએમ મોદીની ઉર્જા પણ ઘણીવખત ચર્ચાનો વિષય રહી છે. મોદી દરરોજ બેથી પાંચ જનસભાઓને સંબોધિત કરી રહ્યા છે. ગઇકાલે પીએમ મોદીની પાંચ રેલીઓ હતી.

આ સભાઓના કારણે તેમનું ગળું બેસી ગયું. સાંજે જયારે તેઓ પ્રયાગરાજમાં જનતાને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમનું ગળું બેસી ગયું હતું. છતાં તેમણે ઉપસ્થિત જનસમૂહને નિરાશ કર્યા વિના ૨૦ મિનિટ ભાષણ આપ્યું. તેઓ સરેરાશ ૪૦ મિનિટનું ભાષણ આપતા જોવા મળ્યા છે.

પીએમ મોદી ઘણીવખત એક દિવસમાં ૨ રાજયોમાં રેલી કરે છે. ગઇકાલે છઠ્ઠા તબક્કાના મતદાન માટે તેમણે ઉત્તરપ્રદેશ અને બંગાળમાં પાંચ જનસભાઓ કરી. પીએમ મોદીની ઓફિશિયલ વેબસાઈટના માધ્યમથી મળેલી માહિતી અનુસાર ૨૫ ડિસેમ્બર બાદ તેઓ ૨૦૦ કરતા વધારે કાર્યક્રમોમાં સામેલ થઈ ચૂકયા છે. જાણકારી મુજબ આ પૈકી મોટાભાગના ચૂંટણી કાર્યક્રમો હતા. ચૂંટણીની ઘોષણા થઈ તે પહેલા પીએમ મોદી ૧૦૦ કરતા વધારે લોકસભા સીટ કવર કરી ચૂકયા હતા.

(10:05 am IST)