Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

૨૪૫ કરોડ કિંમત નક્કી થઇ

HDFC બેંકે વસુલાત માટે જેટની મુંબઇની ઓફિસની કરશે ઇ-હરાજી

નવી દિલ્હી તા. ૧૦ : હોમ લોન, શોપ લોન, જમીન ખરીદવા માટે લોન આપતી એચડીએફસી બેંક સંકટમાં ફસાયેલ જેટ એરવેઝની મુંબઈ ઓફિસનું વેચાણ કરશે. આ માટે આરક્ષિત કિંમત ૨૪૫ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. કંપનીએ બાકી રહેલી લોનની રકમ વસૂલવા માટે આ નિર્ણય લીધો છે.

જેટ એરવેઝની કામગીરી ગત ૧૭ એપ્રિલથી અસ્થાઈ રૂપે બંધ થઈ ગઈ છે. એરલાઈન ઉપર એચડીએફસી બેંકનું ૪૧૪ કરોડ રૂપિયાનું દેવુ છે. બેંકે જાહેર નોટિસમાં કહ્યું કે, કર્જદાર (જેટ એરવેઝ) ૪૧૪.૮૦ કરોડ રૂપિયાની બાકી લેણા ચૂકવવામાં નિષ્ફળ રહી છે તેથી એચડીએફસી લિ. ગીરવે મુકેલી અચલ સંપત્તિ રિડીમ કરવાનો અધિકાર છે.

મુંબઈના ઉપનગરી ફાઈનાન્સિયલ સેન્ટર બાન્દ્રા કુર્લા કોમ્પ્લેકસમાં ૫૨,૭૭૫ ચોરસ ફીટ (કારપેટ એરિયા)માં આ ઓફિસનું નિર્માણ થયેલુ છે. જાહેર નોટિસ અનુસાર કાર્યાલય માટે આરક્ષિત કિંમત ૨૪૫ કરોડ રૂપિયા છે, અને આ ઓફિસની ઈ-હરાજી ૧૫ મે ના રોજ થશે. જેટ એરવેઝ હાલમાં આર્થિક સંકટનો સામનો કરી રહી છે. કંપનીએ કર્મચારીઓને પગાર સહિતની કેટલુક ચૂકવણું  નથી કર્યું. સમાધાન યોજના સહિત ભારતીય સ્ટેટ બેંકની આગેવાની ધરાવતા બેંકોના સમૂહે એરલાઈનમાં ભાગીદારી વેચાણ માટે ટેન્ડર બહાર પાડ્યું છે.

(10:04 am IST)