Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

રાજીવ ગાંધીએ ત્રણ દ્વીપોનું નિરીક્ષણ હેલિકૉપ્ટરથી કર્યું હતું

રાજીવ ગાંધી સિવાય સોનિયા, રાહુલ અને બે આઈએએસ અધિકારી હતાં.

નવી દિલ્હી :વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીના રામલીલા મેદાનમાં એક ચૂંટણીલક્ષી સભામાં દાવો કર્યો હતો કે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ યુદ્ધજહાજનો અંગત ટૅક્સી તરીકે ઉપયોગ કર્યો' રાજીવ ગાંધીની સાથે તેમનાં સાસુ અને અમિતાભ બચ્ચન પણ હતાં.

રિટાયર્ડ વાઇસ એડમિરલ વિનોદ પસરિચાનું કહેવું છે કે રાજીવ ગાંધી સિવાય સોનિયા, રાહુલ અને બે આઈએએસ અધિકારી હતાં. તેઓ સેનાના રાજકીયકરણને દુર્ભાગ્યપૂર્ણ અને અસ્વીકાર્ય ગણાવે છે.

પસરિચાનું કહેવું છે, "અમે ત્રિવેન્દ્રમથી નીકળ્યા હતા. ત્યારે ઘણા દ્વીપો પર રાજીવ ગાંધી બેઠકો માટે ગયા હતા. રાજીવ ગાંધીએ ત્રણ દ્વીપોનું નિરીક્ષણ હેલિકૉપ્ટરથી કર્યું હતું."

(12:00 am IST)