Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

નૌસેના સેર કરવા માટે નથી : સ્વ,રાજીવ ગાંધીએ વિરાટનો ઉપયોગ સરકારી મુલાકાત માટે કર્યો :ફેમિલી ટ્રીપ માટે નહીં :એડમિરલ રામદાસ

અમે લોકો લાડુ-પેંડા વહેંચવા નહોતા ગયા. આ તો સેનાને બદનામ કરી રહ્યા છે

નવી દિલ્હી : દિલ્હીનાં રામલીલા મેદાનમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પૂર્વ વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીની રજાઓને લઇને અનેક સવાલ ઉઠાવ્યાહતા પીએમ મોદીએ કહ્યું કે દેશની રક્ષા કરવા વાળાને કોણ પોતાની જાગીર સમજી રહ્યું છે. કોંગ્રેસનાં નામદાર પરિવારે INS-વિરાટનો ઉપયોગ વ્યક્તિગ એડમિરલ એલ રામદાસ વેસ્ટર્ન ફ્લિટના કમાન્ડર ઇન ચીફ હતા અને ત્યારે તેઓ રાજીવ ગાંધી સાથે હતા.

એડમિરલ રામદાસનું પણ કહેવું છે કે રાજીવ ગાંધીએ વિરાટનો ઉપયોગ સરકારી મુલાકાત માટે કર્યો હતો, નહીં કે ફૅમિલી ટ્રિપ માટે.

એડમિરલ રામદાસે સમગ્ર વિવાદ અંગે એનડીટીવીને કહ્યું, "નૌસેના સેર કરવા માટે નથી, ન તો અમે એવું કરીએ છીએ. અમારી આદત છે કે જે પણ મહેમાન આવે તેમનું ધ્યાન રાખીએ છીએ."

"આપણા વડા પ્રધાન લક્ષદ્વીપમાં આઇલેન્ડ ડેવલપમૅન્ટ ઑથૉરિટીની બેઠક માટે આવ્યા હતા. અમારા વેસ્ટર્ન ફ્લિટ પહેલાંથી જ એ વિસ્તારમાં હતાં."

"જ્યારે વિક્રમદિત્ય આવ્યું તો વર્તમાન વડા પ્રધાન ગયા હતા. તેમની સાથે અનેક લોકો હતા. રાજીવ ગાંધીની મુલાકાત પણ સરકારી હતી. અમે લોકો લાડુ-પેંડા વહેંચવા નહોતા ગયા. આ તો સેનાને બદનામ કરી રહ્યા છે."

"તેઓ યુદ્ધજહાજનો ટૅક્સી તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવે છે. મને તો લાગે છે કે હમણાં જ એવું કરાતું હશે. અમે રાજીવ ગાંધીને ત્રિવેન્દ્રમથી સાથે લીધા હતા અને અમે ચારથી પાંચ દ્વીપોની મુલાકાત લીધી હતી

(12:00 am IST)