Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

જેડીયુના નેતા બલિયાવીએ કહ્યું એનડીએને બહુમતી નહીં મળે : નીતીશકુમારને પીએમ તરીકે જનતા સમક્ષ રજુ કરવા પડશે

રસુલ બલિયાવીએ કહ્યું એનડીએને રાજ્યમાં નીતીશ કુમારને કારણે મત મળી રહ્યાં છ પીએમ મોદીને કારણે નહીં

 

નવી દિલ્હી :જનતા દળ યુનાઇટેડના એમએલસી રસૂલ બલિયાવીએ કહ્યું કે 23 મે બાદ એનડીએને બહુમત નહીં મળે અને જો તેઓ સરકાર બનાવવા ઇચ્છે છે તો તેણે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારને વડાપ્રધાનના ઉમેદવાર તરીકે જનતા સમક્ષ રજૂ કરવા પડશે.

બલિયાવી જેડીયુમાં એક જાણીતા મુસ્લિમ નેતા છે. તેઓએ  જણાવ્યું કે એનડીએને રાજ્યમાં મુખ્યમંત્રી નીતીશ કુમારને કારણે મત મળી રહ્યાં છે, કે પીએમ મોદીને કારણે.
 
જેડીયુ નેતાના નિવેદન બાદ નીતીશ કુમારને પીએમ બનાવવા પર ચર્ચા ફરીથી છેડાઇ છે  ફેબ્રુઆરીમાં જેડીયુના પ્રશાંત કિશોરે કહ્યું હતું કે મોદી ફરી પીએમ બનશે અને ભલે નીતીશ કુમાર એનડીએમાં એક મોટા નેતા છે પરંતુ તેઓને પદના દાવેદાવ ગણવા યોગ્ય નથી. વાત સાચી કે જે બિહાર જેવા મોટા રાજ્યની સત્તા પર 15 વર્ષથી છે, તેમનું કદ મોટું હોવું જોઇએ પરંતુ તેને પીએમ પદના દાવેદાર માનવા યોગ્ય નથી.

(12:00 am IST)