Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

1999 પછીના સૌથી ભયંકર વાવાઝોડા 'ફાની'ને કારણે વીજ સપ્લાયમાં નુક્શાનની તસવીરો નાસા દ્વારા જાહેર

વાવાઝોડાના કારણે વીજળી અને ટેલીફોન સેવા સહિત સંપત્તિને ઘણું નુકસાન

 

નવી દિલ્હી : ઓડિશામાં ત્રાટકેલા સૌથી ભયંકર વાવાઝોડા ફનીની તસવીરો જાહેર કરવામાં આવી છે. અમેરિકાની અવકાશ એજન્સી નાસાએ ફાની વાવાઝોડાના કારણે વીજ સપ્લાઇને થયેલા નુકસાનની બે તસ્વીર જાહેર કરી છે.

  1999 બાદ સૌથી તાકાતવર વાવાઝોડા ફાનીએ તાજેતરમાં ઓડિશાને ઘમરોળ્યું હતુ. ત્યારે વાવાઝોડાના કારણે વીજળી અને ટેલીફોન સેવા સહિત સંપત્તિને ઘણું નુકસાન થયું હતુ. જે તસવીરમાં એક તસ્વીર 30 એપ્રિલ એટલે કે ફાની વાવાઝોડુ આવ્યું તે પહેલાની છે. જ્યારે કે બીજી તસ્વીર પાંચ મેની છે. જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળી સપ્લાઇ ઠપ્પ થઇ ગઇ છે. નાસાએ શેર કરેલી તસવીર ભુવનેશ્વરની છે.

--- 

(12:00 am IST)