Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

વિદેશી નાગરિકતાના મામલે અક્ષયકુમારનો નેશનલ એવોર્ડ પરત લેવાશે? સોશ્યલ મીડિયામાં જબરી ચર્ચા

નકલી રાષ્ટ્રવાદની આડમાં ટેલેન્ટની બલી ચડાવી દેવામાં આવી

 

મુંબઈ : બોલિવૂડ અભિનેતા અક્ષયકુમાર અભિનય ક્ષેત્રની સાથે સારા કામો મામલે પણ જાણિતા છે બીજી તરફ હાલ તેમની નાગરિકતા મુદ્દે આંગળીઓ ચિંધાઈ રહી છે. અક્ષયકુમારે પહેલા પીએમ મોદી સાથે નોન-પોલીટીકલ ઇન્ટરવ્યૂને લઇને ચર્ચા શરૂ થઇ. ત્યારબાદ લોકસભા ચૂંટણીનાં ચોથા તબક્કાનાં મતદાન દરમિયાન અક્ષય કુમારની ગેરહાજરીને લઇને અનેક સવાલો ઉઠ્યા હતા. અક્ષયકુમારનું કેનેડા કનેક્શન અને નાગરિકતાને લઇને વિવાદ શરૂ થઈ ગયો. ત્યારબાદ અભિનેતાએ ટ્વિટ કરીને ચોખવટ કરી દિધી કે, તેમની પાસે કેનેડાનો પાસપોર્ટ છે.

અક્ષયને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો વર્ષ 2016માં ફિલ્મ રૂસ્તમ માટે અક્ષય કુમારને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. ફિલ્મમાં તેમણે ઇન્ડિયન નેવી ઓફિસરની ભૂમિકા નિભાવી હતી.

 અક્ષય કુમારનાં ટ્વિટ બાદ સોશ્યલ મીડિયા ઘણું એક્ટિવ થયું અને એક્ટરની નાગરિકતાને લઇને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઇ જેમ કે શું કોઇ વિદેશી નાગરિક પણ ભારતનો નેશનલ એવોર્ડ જીતી શકે છે. જો કોઇ ભારતનો નાગરિક નથી તો પછી તેને ભારતનો રાષ્ટ્રીય પુરસ્કાર કેવી રીતે મળી શકે છે. પ્રિયદર્શનના કારણે અક્ષયને એવોર્ડ મળ્યો હોવાની અફવાઉડી છે

(12:00 am IST)