Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ચૂંટણીમાં IAFના વિમાનનો ટેક્સીની જેમ ઉપયોગ કરી રહ્યાં છે વડાપ્રધાન મોદી: કોંગ્રેસનો પલટવાર

એરફોર્સના વિમાનનો પર્સનલ જેટ વિમાનની જેમ ઉપયોગ:માત્ર 744 ભાડું ચુકવે છે.:કોંગ્રેસનો આરોપ

નવી દિલ્હી :દિલ્હીમાં યોજાયેલી એક રેલીમાં વડાપ્રધાન મોદીએ આક્ષેપ કર્યો હતો કે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી આઈએનએસ વિરાટનો ઉપયોગ ટેક્સીની જેમ કર્યો હતો. પીએમ મોદીના આક્ષેપના જવાબમાં કોગ્રેસે પલટવાર કર્યો છે

  કોંગ્રેસે નિવેદન કર્યુ છે કે વડાપ્રધાન મોદી ભારતીય વાયુસેનાના વિમાનનો ઉપયોગ પર્સનલ ટેક્સીની જેમ કર્યો છે. કોંગ્રેસેનું કહેવું છે કે વડાપ્રધાન મોદી ચૂંટણી કાર્યક્રમમાં એરફોર્સના વિમાનોનો ઉપયોગ પર્સનલ જેટની જેમ કરે છે અને બદલામાં માત્ર રૂપિયા 744 ભાડુ ચુકવે છે
    કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ વડાપ્રધાન મોદી પર હુમલો કરતા એક મીડિયા અહેવાલને ટાંક્યો હતો. સુરજેવાલાએ કહ્યું કે લોકોનું ધ્યાન ભટકાવવા માટે અને ખોટું બોલવા માટે વડાપ્રધાન મોદી ટેવાયેલા છે. વડાપ્રધાન મોદી પોતાના ચૂંટણી પ્રચારો માટે એરફોર્સના વિમાનોનો ઉપયોગ પર્સલન જેટ પ્લેનની જેમ કરે છે અને બદલામાં રૂપિયા 744 ભાડુ ચુકવ્યું છે.

(8:35 pm IST)