Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

હવે અમેરિકાના ફલોરિડાની સ્કૂલોમાં ભણાવતા શિક્ષકો ગન રાખી શકશેઃ ગયા વર્ષે પાર્કલેન્ડ હાઇસ્કૂલમાં પૂર્વ સ્ટુડન્ટએ અંધાધૂંધ ગોળીબાર કરી ૧૭ લોકોના મોત નિપજાવ્યા હતાઃ વિદ્યાર્થીઓની સલામતિ માટે ગાર્ડીઅન પ્રોગ્રામ હેઠળ ગવર્નર દ્વારા પ્રસ્તાવને મંજુરી

ફલોરિડાઃ ફેબ્રુ.૨૦૧૮માં ફલોરિડાની હાઇસ્કૂલમાં પૂર્વ સ્ટુડન્ટએ અંધાધૂંધ ગોળીબાર કરી ૧૭ લોકોના મોત નિપજાવ્યા હતા. જેના અનુસંધાને સ્કુલોમાં સ્ટુડન્ટસની સુરક્ષા માટે શિક્ષકો પાસે ગન હોવી જોઇએ તેવી ચર્ચા તથા લોકમત બાદ આખરે રિપબ્લીકન ગવર્નર રોન ડીસેન્ટીસએ ગાર્ડીઅન પ્રોગ્રામ હેઠળ આ બાબતને સંમતિ આપી છે. તથા કલાસરૂમમાં ભણાવતા તમામ શિક્ષકોને ગન રાખવાનો અધિકાર આપતા બિલમાં સહી કરી દીધી છે. તથા તેનો તાત્કાલિક અમલ થાય તેવી ભલામણ પણ કરી છે. તેમજ શિક્ષકો આ માટે ટ્રેનીંગ મેળવે તથા પોતાના માનસિક સંતુલનની ચકાસણી કરાવે તેમ પણ જણાવ્યું છે.

ડેમોક્રેટ અગ્રણીઓએ આ સગવડનો દુરૂપયોગ થવાની શકયતા દર્શાવતા ગવર્નરએ ઉપરોકત જોગવાઇ મરજીયાત એટલે કે સ્વૈચ્છિક હોવાનું જણાવ્યું છે. જો કે ગયા વર્ષે જે સ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર થયો હતો તે પાર્કલેન્ડ સ્કૂલના સત્તાવાળાઓએ આ જોગવાઇ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે તથા ગન વાયોલન્સ અટકાવવા ગન સેન્સ જાગૃત કરવા અનુરોધ કર્યો છે. તથા ગન કલ્ચરનો વિરોધ નોંધાવ્યો છે.

(8:28 pm IST)