Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ભોપાલમાં કોંગ્રેસના સમર્થનમાં કોમ્પ્યુટર બાબાનો હઠયોગ શરૂ : સાધુ -સંતોને રૂપિયા આપ્યાનો ભાજપનો આરોપ : ચૂંટણી પંચે નોટિસ ફટકારી

સાધુ સંતોને 11-11 હજાર અપાયા :અંદાજે 50 લાખનો ખર્ચ :યુએમડવારના ચૂંટણી ખર્ચમાં જોડવા ભાજપની માંગ

ભોપાલ :ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાથી નારાજ થઇને કોંગ્રેસના સમર્થનમાં ઉતરેલા ભોપાલના જાણીતા કોમ્પ્યુટર બાબાએ હઠયોગ શરૂ કર્યો છે. તેઓએ ભોપાલ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર દિગ્વિજયસિંહની જીત માટે પોતાના સમર્થકો સાથે અનુષ્ઠાન કર્યા છે. જો કે આ વાતની ભાજપના લોકોએ ચૂંટણી પંચને જાણ કરી હતી, બાદમાં ચૂંટણી પંચે કોમ્પ્યુટર બાબાને નોટિસ પાઠવી છે.

  ગત સપ્તાહે કોમ્પ્યુટર બાબાએ દાવો કર્યો હતો કે ભોપાલમાં ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરની હાર થશે. તેઓ કોંગ્રેસના ઉમેદવાર જીતે તે માટે 7 હજાર સાધુ-સંતોની સાથે અને તાંત્રિક અનુષ્ઠાન કરશે. 7 મેનાં રોજ તેઓએ ન્યૂ સોફિયા કોલેજ ગ્રાઉન્ડ પર દિગ્વિજય સિંહની હાજરીમાં અનુષ્ઠાન કર્યું હતું. 8 મેનાં રોજ કોમ્પ્યુટર બાબએ જૂના ભોપાલમાં દિગ્વિજયના સમર્થનમાં રોડ શો પણ કર્યો હતો

    ભાજપે ફરિયાદ કરી હતીઃ ભાજપે ચૂંટણી પંચને કરેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે બાબાએ અનુષ્ઠાનમાં સાધુઓને 11-11 હજાર રૂપિયા આપ્યાં છે. આ આયોજન પર લગભગ 50 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. જેને કોંગ્રેસના ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં જોડવામાં આવે. ભાજપનો આરોપ હતો કે કોમ્પ્યુટર બાબાને આ આયોજનની મંજૂરી પંચ અને કલેકટર પાસેથી લીધી ન હતી
  ભાજપે કહ્યું કે કોમ્પ્યુટર બાબા ધાર્મિક ભાવનાઓ ભડકાવવાનું કામ કરી રહ્યાં છે. તેઓએ ઉમેદવાર વિશેષના સમર્થનમાં તાંત્રિક અનુષ્ઠાન, હઠયોગ અને ધૂની જમાવી હતી. તેનાથી હિંદુ મતદાતાઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ લાગી છે.
  ભાજપની ફરિયાદ પર જિલ્લા ચૂંટણી અધિકારી ડો સુદામ પી ખાડેએ મામલાની તપાસ એઆરઓ ભોપાલ ઉત્તરના કેકે રાવતને સોંપી છે. આ મામલે ત્રણ મુદ્દે તપાસ થશે

(8:46 am IST)