Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

છટ્ઠા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર હાલ ચરમસીમા પર

૧૨મી મેના દિવસે છટ્ઠા તબક્કામાં મતદાન : કુલ સાત રાજ્યોની ૫૯ સીટ પર મતદાનને લઇને તમામ તૈયારી કરી લેવાઇ : મતદાનને લઇને મતદારો ઉત્સાહિત

નવી દિલ્હી,તા.૯ : સાત રાજ્યોમાં યોજાનાર લોકસભાની ચૂંટણીના હવે છટ્ઠા તબક્કામાં ૧૨મી મેના દિવસે મતદાન યોજાનાર છે. છટ્ઠા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચાર ચરમસીમા પર પહોંચી ગયા બાદ ભાજપ તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે તમામ તાકાત લગાવી દીધી છે. જ્યારે કોંગ્રેસ તરફથી પ્રમુખ રાહુલ ગાંધી અને પ્રિયંકા વાઢેરા સહિતના તમામ લોકોએ તાકાત લગાવી દીધી છે. છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોને આવરી લેતી લોકસભાની ૫૯ સીટ પર મતદાન યોજાનાર છે. મતદાનને લઇને પંચ દ્વારા તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આવી સ્થિતીમાં કો પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પુરતા પગલા પણ લેવામાં આવી રહ્યા છે.  હજુ સુધી પાંચ તબક્કામાં મતદાનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવી છે. આની  સાથે જ  ૪૨૫ સીટ પર મતદાનન પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. હવે બાકીના બે તબક્કામાં ૧૧૮ સીટ પર મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણી માટેના કાર્યક્રમની ચૂંટણી પંચે ૧૦મી માર્ચના દિવસે  જાહેરાત કરી દીધી હતી. આની સાથે લોકસભા ચૂંટણી માટેનું રણશિંગુ ફુંકાઈ ગયું હતુ.  ચૂંટણી પંચે લોકસભાની કુલ ૫૪૩ સીટો ઉપર સાત મની જાહેરાત કરી હતી જે સાત તબક્કામાં મતદાન યોજાનાર છે તે પૈકી પ્રથમ તબક્કામાં ૧૧મી એપ્રિલના દિવસે અને બીજા તબક્કામાં ૧૮મી એપ્રિલના દિવસે મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૨૩મી એપ્રિલના દિવસે મતદાન થયુ હતુ અને ૨૯મી એપ્રિલના દિવસે ચોથા ચોથા તબક્કામાં મતદાન  થયુ હતુ. છટ્ઠી મેના દિવસે  પાચંમા તબક્કામાં મતદાન થયુ હતુ. હવે છઠ્ઠા તબક્કામાં ૧૨મી મેના દિવસે મતદાન યોજનાર છે. ૧૯મી મેના દિવસે સાતમાં તબક્કામાં મતદાન થશે. તમામ તબક્કાની મતગણતરી એક સાથે ૨૩મી મેના દિવસે યોજાશે. આનો મતલબ એ થયો કે, ૧૭મીલોકસભામાં સત્તાની ચાવી કોની પાસે આવશે તે અંગેનો ફેંસલો ૨૩મી મેના દિવસે થશે. પ્રથમ તબક્કામાં ૨૦ રાજ્યોમાં ૯૧ સીટો ઉપર મતદાન થયુ હતુ. બીજા તબક્કામાં ૧૨ રાજ્યોની ૯૫ સીટ પર મતદાન થયું હતું. ત્રીજા તબક્કામાં ૧૨ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી ૧૧૬ સીટ પર મતદાન થયુ હતુ.  છઠ્ઠા તબક્કામાં સાત રાજ્યોની ૫૯ સીટો ઉપર મતદાન થશે જ્યારે સાતમા અને અંતિમ તબક્કા માટે આઠ રાજ્યોની ૫૯ સીટ ઉપર મતદાન થશે. અગાઉના પાંચેય તબક્કાની જેમ છટ્ઠા તબક્કાના મતદાન વેળા પણ  તમામ મતદાન મથકો ઉપર વીવીપેટની વ્યવસ્થા કરવામાં આવી છે.  આનાથી વોટરો એ બાબતને જાણી શકે છે કે  તેમના મત યોગ્ય ઉમેદવારને પડ્યા છે કે કેમ. આ વખતે ઇવીએમની અનેક સ્તર પર સુરક્ષાની ખાતરી કરવામા આવી છે. તમામ મતદાન કેન્દ્રો ઉપર આ વખતે સીસીટીવી કેમેરા પહેલાથી જ ગોઠવી દેવામાં આવ્યા છે.  જેના મારફતે મતદાન પર નજર રાખવામાં આવી રહી છે.

ચૂંટણી પ્રક્રિયાની વિડિયોગ્રાફી કરવામાં આવી રહી છે.  સામાન્ય ચૂંટણીમાં આ વખતે કુલ ૯૦ કરોડ મતદારો નોંધાયા છે. આ પ્રથમ એવી ચૂંટણી છે .૨૧મી સદીમાં જન્મેલા લોકો મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે.  ૨૦૧૪માં ચૂંટણી દરમિયાન આ સદીમાં જન્મેલા લોકોની વય ૧૮ વર્ષની ન હતી..

(12:00 am IST)