Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

વૈષ્ણોદેવી ગુફા મંદિર સુધી પહોંચશે રોપવે:6600 ફૂટની ઊંચાઈએ ચઢાણ કરવામાં મુશ્કેલી થશે દૂર

નવી દિલ્હી :વૈષ્ણોદેવી મંદિર માટે રોપવે પરિયોજના પૂર્ણતાના આરે છે અને ટૂંકસમયમાં પરીક્ષણ શરુ થનાર છે રોપવે પરિયોજના પૂરી થયા બાદ શ્રદ્ધાળુઓને ભૈરવ મંદિર સુધી પહોંચવામાં સરળતા રહેશે. 6600 ફૂટની ઊંચાઈ પર સ્થિત મંદિરની ઊભા ચઢાણને કારણે વૃદ્ધો અને દિવ્યાંગોને મુશ્કેલી પડે છે. તે દૂર થશે

   જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાની ત્રિકુટા પહાડ પર સ્થિત માતા વૈષ્ણોદેવી ગુફા મંદિર માટે રોપવેનું પરીક્ષણ થનાર છે વૈષ્ણોદેવી મંદિર વિશે એવું માનવામાં આવે છે કે પહાડોવાળી માતા દરેક લોકોની મનોકામના પૂરી કરે છે. અહીં દર વર્ષે લાખો ભક્તો આવે છે. ભારતમાં તિરુમાલા વેંકેટેશ્વર મંદિર બાદ બીજું સૌથી વધુ ભક્તો આવતું મંદિર છે.

   માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે ભૈરો ગતિ પેસેન્જર રોપવે પરિયોજના પૂર્ણ થવા પર છે. તેનું પરીક્ષણ જલદીથી કરવામાં આવશે. તેની ક્ષમતા પ્રતિકલાક 800 લોકોની છે. તેમણે જણાવ્યું કે સિઆર ડાબરી અને ભવન વચ્ચે રોપવેનું કામ પૂરું થઈ ગયું છે. આગામી થોડા દિવસોમાં રોપવે શરૂ કરવામાં આવશે.

(1:33 am IST)