Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

વડાપ્રધાન ભગવાન શ્રીરામની સાસરીમાં જશે જનકપુરી માતા સીતાના નૌલખા મંદિર પાસે 115 સરોવર અને કુંડ

 

નવી દિલ્હી :આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભગવાન શ્રીરામના સાસરે નેપાળના જનકપુરી જઈ રહ્યાં છે.માતા સીતાનું જન્મસ્થાન જનકપુર ભારતીય શ્રદ્ધાળુઓ માટે ખાસ છે. અહીં માતા સીતાનું સુંદર મંદિર બનાવાયું છે. જેને લોકો નૌલખા મંદિર પણ કહે છે જેનું નિર્માણ મધ્ય ભારતના ટીકમગઠની રાણી વૃષભાનુ કુમારી કરાવ્યું હતું.

   જનકપુરીમાં માતા સીતાએ પોતાના બાલ્યકાળથી લઈને યૌવન પસાર કર્યું છે. જ્યાં સીતાજીનો-રામ સાથે વિવાહ થયો તે જગ્યાની શોધ એક સંન્યાસી શુરકિશોરદાસજીએ કરી છે. અહીંથી માતા સીતાની પ્રતિમા મળી હતી. મંદિરની આસપાસમાં 115 સરોવર અને કુંડ છે. જેમાં ગંગાસાગર,પરશુરામ કુંડ અને ધનુષ સાગર અત્યંત પવિત્ર ગણાય છે.

   જનકપુરથી 14 કિલોમીટર ઉત્તર ધનુષા નામનું સ્થળ છે. જ્યાં ભગવાન શ્રી રામે ધનુષ તોડીને સીતાજી સાથે લગ્ન કર્યા હતા.. મંડપની ચારે તરફ સીતા-રામ,ભરત-માંડવી, ઉર્મિલા-લક્ષ્મણ અને શત્રુઘ્ન તેમજ શ્રુતિકીર્તિની મૂર્તિઓ સ્થાપિત છે.

     અત્રે ઉલ્લેખનીય છે કે, 12મેના રોજ કર્ણાટક ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. પહેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી ભગવાન શ્રીરામની સાસરી જનકપુરીમાં દર્શન કરવા જશે, જ્યારે બીજેપી અદ્યક્ષ અમિત શાહ આવતીકાલે સોમનાથ મહાદેવના દર્શન કરશે.

(12:40 am IST)