Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

આગામી પાંચ દિવસમાં દેશના 12 રાજ્યોમાં ફરી વાવાઝોડા અને તોફાનનું જોખમ :હવામાન વિભાગની ચેતવણી

નવી દિલ્હી :આગામી પાંચ દિવસમાં દેશના અડધોઅડધ રાજ્યોમાં વાવાઝોડા અને તોફાનનું જોખમ હોવાનું ભારતના હવામાન વિભાગે ફરી ચેતવણી આપી છે હવામાન વિભાગ મુજબ આવનારા 5 દિવસમાં દેશના 12 રાજ્યોમાં ફરી વાવાઝોડા અને તોફાનનું જોખમ છે.
  હવામાન વિભાગ મુજબ, બિહાર, ઝારખંડ, ઓડિશા, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમની સાથે-સાથે દરીયાઈ અને ઉત્તર કર્ણાટક, તામિલનાડુ, પુંડ્ડુચેરી અને કેરળમાં તોફાન આવી શકે છે. અહીં 50થી 70 કી,મી,પ્રતિ કલાકની  ઝડપે પવન ફુંકાશે.

(7:58 pm IST)