Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

વડાપ્રધાન પાસે ઉદ્ઘાટન કરાવવા માટે રાહ જોવાની જરૂર નથીઃ જુન મહિનામાંથી ઇસ્‍ટર્ન પેરિફેરલને ખોલી દોઃ સુપ્રીમ કોર્ટનો આદેશ

નવી દિલ્હીઃ ઈસ્ટર્ન પેરિફેરલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વ્યસ્તતાના કારણે નથી થઈ શકતું. સુપ્રીમ કોર્ટે આ મામલે સુનાવણી કરીને NHAI (નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ને આદેશ આપ્યો છે કે વડાપ્રધાન પાસે ઉદ્ઘાટન કરાવવા માટે રાહ જોવાની જરુર નથી અને આ વર્ષે જૂનમાં તેને ખોલી દેવો જોઈએ. જણાવી દઈએ કે ઈસ્ટર્ન પેરિફેરલને ખોલી દેવામાં આવે તો દિલ્હીનો ટ્રાફિકનો ભાર ઘણો હળવો થઈ જાય.

સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં અરજી પર સુનાવણી કરીને કહ્યું, “જો વડાપ્રધાન પાસે ઉદ્ઘાટન માટે સમય નથી અને 31 મે સુધી ઉદ્ઘાટન ન થાય તો જૂનમાં તેને પબ્લિક માટે ખોલી દો.જણાવી દઈએ કે આ સમયે કર્ણાટકમાં ચૂંટણીના કારણે પીએમ વધારે વ્યસ્ત છે.

ઈસ્ટર્ન અને વેસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ-વે એટલા માટે બનાવવામાં આવ્યો છે કે જેથી હરિયાણા થઈને જનારા ટ્રકોને દિલ્હીમાં પ્રવેશ ન કરવો પડે. હવે આ બધા ટ્રક દિલ્હી થઈને આવન-જાવન કરે છે, જેનાથી દિલ્હી પર ટ્રાફિકનો ભાર આવે છે. જણાવી દઈએ કે ઈસ્ટર્ન પેરિફેરલના કારણે પલવરથી કુંડળી વચ્ચેનું અંતર અડધું થઈ જાય અને ઓછા સમયમાં અંતર કાપી શકાય.

જણાવી દઈએ કે ઈસ્ટર્ન પેરિફેરલને તૈયાર કરવામાં NHIAને ઘણી મહેનત પડી છે અને તેને સજાવવામાં પણ ઘણું કામ કરાયું છે. NHAIએ આ રોડ પર ઈન્ટરચેન્જ અને પુલો પર 28 રંગીન ફાઉન્ટેન લગાવ્યા છે, સાથે જ ઐતિહાસિક મહત્વની ઈમારતોની રેપ્લિકા પણ લગાવી છે. એક્સપ્રેસ વેના કિનારે ફેન્સિંગ લાઈન છે જેથી જાનવર તેના પર ન આવે. સાથે રોડ પર સ્ટ્રીટ લાઈલ લગાવવાનું કામ ચાલી રહ્યું છે.

(5:46 pm IST)