Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

વિપક્ષે અમારી ઉપર અંગત હૂમલા કર્યા પરંતુ અમે કર્ણાટકના મૂળભૂત મુદ્દા ઉઠાવ્યાઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે રાહુલ ગાંધીની પત્રકારો સાથે વાતચીત

બેંગલુરૂઃ કર્ણાટકમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીના પ્રચારના આજે અંતિમ દિવસે રાહુલ ગાંધીઅે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારી માતા સવાયા ભારતીય છે, તેમણે ઘણી કુરબાની આપી છે અને સહન પણ કર્યું છે.

દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે અમારી પાસે કર્ણાટકના વિકાસ માટે વિઝન છે. તેમણે કહ્યું કે અમે કર્ણાટકના પ્રવાસમાંથી ઘણું શીખ્યા. વિપક્ષે અમારી પર અંગત હુમલા કર્યા પરંતુ અમે કર્ણાટકના મૂળભૂત મુદ્દા ઉઠાવ્યાં.

પોતાની માતા સોનિયા ગાંધી પર પીએમ મોદીના હુમાલાનો રાહુલ ગાંધીએ કડક શબ્દોમાં જવાબ આપતાં કહ્યું છે હું જેટલા પણ ભારતીયોને મળ્યો છું તેમનાથી મારા માતા સવાયા ભારતીય છે. જો પીએમ મોદીને તેમની પર આંગળી ઉઠાવવી પસંદ છે તો પોતાની ખુશી માટે તેઓ આવું કરી શકો છો.

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે લોકોની વચ્ચે જઇને મેનિફેસ્ટો તૈયાર કર્યો છે. લોકોની ઇચ્છા જાણી અને પછી તે પ્રમાણે ઘોષણા પત્ર તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે બીજેપીનો મેનિફેસ્ટો બે-ત્રણ લોકોએ બનાવ્યો છે. આ મામલામાં પણ બીજેપીએ અમારી નકલ કરી છે. અમે કર્ણાટકમાં જીત માટે સંપૂર્ણપણે આશ્વસ્ત છે. કારણ કે અમે સારી રીતે પ્રચાર કર્યો અને અમારી પાસે વિઝન છે.

જ્યારે સીએમ સિદ્ધરમૈયાએ કહ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં અમે આ ચૂંટણી લડી રહ્યાં છે. તેમણે કહ્યું કે અહીં કોઇ પ્રકારનું એન્ટી ઇનકન્બેન્સી નથી. તેમણે કહ્યું કે બીજેપીએ મારા અને મારી સરકાર પર સતત આરોપ લગાવ્યાં છે.

પીએમ મોદી અને ચીન મુલાકાત પર રાહુલ ગાંધીએ નિશાનો સાધતા કહ્યું કે પીએમ મોદી ચીન ગયા અને ડોકલામ મુદ્દા પર એકવાર પણ વાત ન કરી. ચીન જઇને પીએમ મોદી એકદમ ચૂપ રહ્યાં. જ્યારે પીએમ મોદીને ચીન સાથે આ મુદ્દે વાત કરવાની જરૂર હતી.

રાહુલ ગાંધીએ કહ્યું કે કોઇપણ સમુદાયને સશક્ત કરવામાં મદદ કરવા અને તેને દબાવવામાં અંતર છે. બીજેપી દલિતો અને માઇનોરને દબાવી રહી છે. તેમને મારી રહી છે.

(5:44 pm IST)